Divya Bhaskar

Home » Business » Industry » HMSI recalls 56,194 Activa 125, Aviator and Grazia scooters for problem in a bolt

હોન્ડાના સ્કૂટર્સમાં ફ્રન્ટ ફોર્કના બોલ્ટમાં ખામી, 3 મોડલ્સના 56,194 યુનિટ કર્યા રીકોલ

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 04:11 PM

આ રીકોલ એક્ટિવા 125, ગ્રાજિઆ અને એવિએટરના અસરગ્રસ્ત 56,194 યુનિટનું કરવામાં આવી રહ્યું છે.આ સ્કૂટર્સમાં ફ્રન્ટ ફોર્ક પર

  • HMSI recalls 56,194 Activa 125, Aviator and Grazia scooters for problem in a bolt
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    આ સ્કૂટર્સમાં ફ્રન્ટ ફોર્ક પર સ્પેશિફિક બોલ્ટ અંગેની સમસ્યા છે જે વધારે પડતો સખ્ત છે. File photo.

    નવી દિલ્હીઃ હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI)એ તેના ત્રણ ઓટોમેટિક સ્કૂટર્સને રીકોલ કર્યા છે. કંપની તરફથી એક્ટિવા 125, હોન્ડા ગ્રાજિઆ અને એવિએટરને રીકોલ (પાછા ખેંચ્યા) કરવામાં આવ્યા છે. આ સ્કૂટર્સમાં ફ્રન્ટ ફોર્ક પર સ્પેશિફિક બોલ્ટ અંગેની સમસ્યા છે જે વધારે પડતો સખ્ત છે. દેશભરમાં આવેલા હોન્ડા સર્વિસ સેન્ટરમાં તેની તપાસ કરવામાં આવશે અને જરૂર પડ્યે તેને રીપ્લેસ કરવામાં આવશે. બોલ્ટને ફ્રીમાં જ બદલી આપવામાં આવશે અને હોન્ડા ડીલરશીપ ટૂંકસમયમાં તેની જાણકારી ગ્રાહકોને આપશે.

    કેટલા સ્કૂટર્સ કર્યા રીકોલ


    હોન્ડાએ તેની વેબસાઇટમાં કેમ્પેન સેક્શનમાં જણાવ્યું છે કે આ રીકોલ એક્ટિવા 125, ગ્રાજિઆ અને એવિએટરના અસરગ્રસ્ત 56,194 યુનિટનું કરવામાં આવી રહ્યું છે. એક્ટિવા 4જી અને એક્ટિવા 5જીને આ રીકોલમાં અસર નહિ થાય, કારણ કે આ બંને સ્કૂટર્સ અલગ સસ્પેન્શન સેટઅપ ધરાવે છે. 7 ફેબ્રુઆરીથી 16 માર્ચ 2018 વચ્ચે બનેલા એક્ટિવા 125, ગ્રાજિઆ અને એવિએટ યુનિટ્સમાં ખરાબ બોલ્ટ ચેક કરાશે.

    તમારા સ્કૂટરમાં આ ખામી છે કે નહિ તે કેવી રીતે શોધશો?


    તમે કંપનીના કેમ્પેન પેજ પર જઇને તે ચેક કરી શકો છો કે તમારું સ્કૂટર આ રીકોલમાં આવી શકે છે કે નહિ. હોન્ડાની સત્તાવાર વેબસાઇટના કેમ્પેન સેક્શન પર વ્હીકલ આઇડેન્ટિફિકેશન નંબલ (VIN) નાખીને તેની જાણકારી લઇ શકાય છે. તે ઉપરાંત કસ્ટમર્સ તેની જાણકારી ટેક્સ્ટ મેસેજ, ઇમેલ કે ફોન મારફત પણ મેળવી શકે છે.

    આગળ વાંચો... હોન્ડા એક્ટિવા અને એવિએટરના સ્પેશિફિકેશન્સ

  • HMSI recalls 56,194 Activa 125, Aviator and Grazia scooters for problem in a bolt
    હોન્ડા સર્વિસ સેન્ટરમાં તેની તપાસ કરવામાં આવશે અને જરૂર પડ્યે તેને રીપ્લેસ કરવામાં આવશે.File photo.

    સ્કૂટર્સના સ્પેશિફિકેશન્સ

     

    હોન્ડા એક્ટિવા 125 અને એવિએટરને ભારતમાં થોડા વરસો પહેલા લોન્ચ કરવામાં આવ્યા હતા. પરંતુ ગ્રાજિઆ કંપનીનું નવું ફ્લેગશીપ સ્કૂટર છે જેને તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ગ્રાજિઆ અને એક્ટિવા 125માં સમાન 125 સીસીનું એન્જિન છે જે 8.5 બીએચપી પાવર અને 10.5 એનએમ ટોર્ક જનરેટ કરે છે. જ્યારે હોન્ડા એવિએટરમાં 110 સીસીનું એન્જિન છે, જે 8 બીએચપી પાવર અને 8.77 એનએમ ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન નવા એક્ટિવા 5જીમાં પણ લગાવેલું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

Trending