દિલ્હીમાં 72.61 રૂપિયા/લીટરની સાથે રેકોર્ડ સ્તરે ડીઝલ, પેટ્રોલ 80.50 રૂપિયા પર પહોંચ્યું

મુંબઈમાં એક લીટર પેટ્રોલ 87.89 રૂપિયાનું થઈ ગયું, ચાર દિવસમાં 1 રૂપિયાથી વધુનો વધારો થઈ ચૂક્યો છે

divyabhaskar.com | Updated - Sep 09, 2018, 10:00 AM
દિલ્હીમાં ડીઝલ 10 પૈસા મોંઘું થઈને 72.61ની રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યું.
દિલ્હીમાં ડીઝલ 10 પૈસા મોંઘું થઈને 72.61ની રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યું.

નવી દિલ્હી: તેલ કંપનીઓએ સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતો વધારી. રવિવારે પેટ્રોલ દિલ્હીમાં 12 પૈસા મોંઘું થઈને 80.50 રૂપિયા પર પહોંચી ગયું. મુંબઈમાં પણ 12 પૈસાનો વધારો કરવામાં આવ્યો. મુંબઈમાં એક લીટર પેટ્રોલ 87.89 રૂપિયાનું થઈ ગયું. ચાર દિવસમાં 1 રૂપિયાથી વધુનો વધારો થઈ ચૂક્યો છે. જ્યારે, દિલ્હીમાં ડીઝલ 10 પૈસા મોંઘું થઈને 72.61ની રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યું. તેલની કિંમતોમાં બુધવારે કોઇ ફેરફાર થયો ન હતો. આ પહેલા 26 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી સતત 10 દિવસ સુધી ભાવ વધારવામાં આવ્યા.

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે પેટ્રોલ-ડીઝલને હવે જીએસટી હેઠળ લાવવા જરૂરી થઈ ગયું છે. એવું ન થવાથી દેશને આશરે 15 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાથી ભાવ ઓછા નહીં થાય. મુંબઈમાં રવિવારે પેટ્રોલની કિંમતો 87.89 અને ડીઝલ 77.09 રૂપિયા/લીટર પહોંચવા પર શિવસેનાએ પોસ્ટરો લગાવડાવ્યા હતા.

4 વર્ષમાં એક્સાઈઝ ડ્યૂટી 9 વખત વધારી, ફક્ત એક જ વખત ઘટાડી

કેન્દ્ર સરકાર પેટ્રોલ પર 19.48 રૂપિયા અને ડીઝલ પર 15.33 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી લે છે. છેલ્લી વખત ઓક્ટોબર 2017માં ડ્યૂટી 2 રૂપિયા ઘટાડી હતી. પરંતુ 2014થી 2016ની વચ્ચે તેમાં 9 વખત વધારો કરવામાં આવ્યો. આ દરમિયાન પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યૂટી 11.77 રૂપિયા અને ડીઝલ પર 13.47 રૂપિયા વધારી. તેનાથી 3 વર્ષમાં સરકારનું કલેક્શન બમણાથી પણ વધારે થઈ ગયું. નાણાકીય વર્ષ 2014-15માં પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીથી સરકારને 99,184 કરોડ રૂપિયા મળ્યા. જ્યારે 2017-18માં તે રકમ 2,29,019 કરોડ પર પહોંચી ગઈ.

X
દિલ્હીમાં ડીઝલ 10 પૈસા મોંઘું થઈને 72.61ની રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યું.દિલ્હીમાં ડીઝલ 10 પૈસા મોંઘું થઈને 72.61ની રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યું.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App