Divya Bhaskar

Home » Business » Industry » BMW 3 Series Shadow edition launched with options of petrol and diesel in India

BMWએ ભારતમાં લોન્ચ કરી નવી 3 સીરિઝ શેડો એડિશન, આ છે ખાસ ફીચર્સ

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 07:38 PM

શેડો એડિશનની કિંમત રૂ.47.3 લાખ અને 320d sport trimની કિંમત રૂ.41.4 લાખ (એક્સ શોરૂમ, ભારત) રાખી છે.

  • BMW 3 Series Shadow edition launched with options of petrol and diesel in India
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ભારતમાં BMW 3 Series Shadow edition લોન્ચ થઇ.

    નવી દિલ્હીઃ બીએમડબલ્યુ ઇન્ડિયાએ ભારતમાં 3 સીરિઝની લિમિટેડ એડિશન મોડલ `શેડો એડિશન'ને લોન્ચ કર્યું છે. બીએમડબલ્યુએ 330i M sport trimની સાથે શેડો એડિશનની કિંમત રૂ.47.3 લાખ અને 320d sport trimની કિંમત રૂ.41.4 લાખ (એક્સ શોરૂમ, ભારત) રાખી છે. બીએમડબલ્યુ ગ્રુપના ચેન્નાઇ પ્લાન્ટમાં બનાવેલી નવી બીએમડબલ્યુ 3 સીરિઝ શેડો એડિશન ડીઝલ અને પેટ્રોલ એમ બંને ઓપ્શન સાથે બીએમડબલ્યુના તમામ ડીલરશીપમાં ઉપલબ્ધ બનશે.

    ડિઝાઇન વિશે

    શેડો એડિશન મોડલ્સના નામને પૂરું કરવા માટે તેમાં અપ ફ્રન્ટ કિડની ગ્રિલના સ્ટેલ્ટ્સ પર ગ્લોસ બ્લેક ફિનિશની સાથે સાથે ગ્રિલની ફ્રેમમાં પણ ગ્લોસ બ્લેક ઉપરાંત હેડલેન્પને `શેડો' ઇફેક્ટ અપાઇ છે. રીયરને જોઇએ તો એક્ઝોસ્ટ ટિપ્સમાં બ્લેમ ક્રોમ છે જ્યારે ટેલ લેમ્પને પણ સ્મોક ઇફેક્ટ આપવામાં આવી છે.

    ઇન્ટિરીયર વિશે..


    ઇન્ટિરીયરને પણ અપગ્રેડ કરવામાં આવ્યું છે. તેમાં નવા રેડ અને બ્લેક અપહોલ્સ્ટ્રી અને નવા 10.5 ઇંચના ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે એમ-સ્પોર્ટ લેધર સ્ટીયરિંગ વ્હીલ અને એમ-ડોર સિલ્સ આપવામા આવ્યા છે. તે ઉપરાંત શેડો એડિશન મોડલ્સમાં નવી ડિઝાઇનના એલોય (પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટ્સ માટે અલગ અલગ ડિઝાઇન) આપવામાં આવ્યા છે. અન્ય ફીચર્સ જેવા કે ઇન્ફોટેઇન્મેન્ટ સિસ્ટમ, ડ્યુઅલ જોન ક્લાઇમેન્ટ કંટ્રોલ, રીવર્સ પાર્કિંગ કેમેરા, 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ શેડો એશિયન મોડલ્સમાં સ્ટાન્ડર્ડ છે.

    આગળ વાંચો.... ટેકનિકલ સ્પેશિફિકેશન

  • BMW 3 Series Shadow edition launched with options of petrol and diesel in India

    ટેકનિકલ સ્પેશિફિકેશન


    કારના એન્જિન કે પરફોર્મન્સમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલ 330i M-Sportમાં 2.0 લીટર ચાર સિલિન્ડર એન્જિન છે જે 252 બીએચપી પાવર અને 350 એનએમ ટોર્ક જનરેટ કરે છે. આ કાર 5.8 સેકન્ડમાં 0થી 100 KMPH સ્પીડ પકડી લે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

Trending