પેટ્રોલ-ડીઝલના ભાવોમાં આજે પણ વધારો, મુંબઈમાં પેટ્રોલ 88.12-દિલ્હીમાં 80.73 રૂપિયા/લીટર

પેટ્રોલના ભાવમાં 23 પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલમાં 22 પૈસાનો વધારો થયો છે

divyabhaskar.com | Updated - Sep 10, 2018, 09:52 AM
ડીઝલના ભાવોમાં પણ રાહત મળી નથી
ડીઝલના ભાવોમાં પણ રાહત મળી નથી

નવી દિલ્હી: તેલના ભાવોમાં સતત થઈ રહેલા વધારાને કારણે આજે કોંગ્રેસ સહિત 21 પક્ષોએ ભારત બંધનું એલાન કર્યું છે. આ દરમિયાન આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં નવો વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં 23 પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલમાં 22 પૈસાનો વધારો થયો છે. આ નવા વધારા પછી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 80.73 રૂપિયા/લીટર થઈ ગઈ છે, જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 88.12 રૂપિયા પર પહોંચી છે.

ડીઝલના ભાવોમાં પણ રાહત મળી નથી. આજે ડીઝલના ભાવોમાં 22 પૈસાનો વધારો થયો છે, જે પછી દિલ્હીમાં ભાવ 72.83 રૂપિયા/લીટર થયો છે, જ્યારે મુંબઈમાં ડીઝલનો ભાવ 77.32 રૂપિયા/લીટર થયો છે.

વધી રહેલા ભાવોના વિરોધમાં આજે ભારત-બંધનું એલાન

- ઉલ્લેખનીય છે કે પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવોના વિરોધમાં કોંગ્રેસે આજે ભારત બંધનું આહ્વાન કર્યું છે. મળતી માહિતી પ્રમાણે, ભારત બંધનું નેતૃત્વ યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી કરશે. કોંગ્રેસનો દાવો છે કે તેમને 21 પક્ષોનું સમર્થન છે. કોંગ્રેસનું કહેવું છે કે બંધ દરમિયાન કોઇપણ પ્રકારની હિંસા નહીં થાય. બંધનું સમર્થન કરનારા પક્ષોમાં સપા, બસપા, ડીએમકે સહિત 21 પક્ષો છે.

- કર્ણાટક સરકારે બંધના કારણે તમામ શિક્ષણ સંસ્થાઓમાં રજાનું એલાન કરી દીધું છે. સરકારી ઓફિસોમાં પણ રજા રહેશે. જ્યારે આમ આદમી પાર્ટી કોંગ્રેસના આ બંધથી દૂર રહી છે.

X
ડીઝલના ભાવોમાં પણ રાહત મળી નથીડીઝલના ભાવોમાં પણ રાહત મળી નથી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App