Home » Business » Gujarat » `ઝૂંપડું ત્યાં મકાન' પ્રોજેક્ટમાં માત્ર ગુજરાત જ સક્રિય, 42 પ્રપોઝલને મળી મંજૂરી | Only Gujarat is active in the country with 42 projects for slum-free project in ISSR

`ઝૂંપડું ત્યાં મકાન' પ્રોજેક્ટમાં માત્ર ગુજરાત જ સક્રિય, 42 પ્રપોઝલને મળી મંજૂરી

Divyabhaskar.com | Updated - Apr 24, 2018, 04:50 PM

સેન્ટ્રલ સેન્ક્શનિંગ એન્ડ મોનેટરી કમિટીની બેઠકમાં ગુજરાતના બે શહેરોમાં 14,105 મકાનોના 42 પ્રોજેક્ટસની દરખાસ્તને મંજૂરી.

 • `ઝૂંપડું ત્યાં મકાન' પ્રોજેક્ટમાં માત્ર ગુજરાત જ સક્રિય, 42 પ્રપોઝલને મળી મંજૂરી | Only Gujarat is active in the country with 42 projects for slum-free project in ISSR
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના એક વરિષ્ઠ અધિકારી અનુસાર ISSR હેઠળ માત્ર ગુજરાતમાં જ પ્રોજેક્ટ બની રહ્યા છે.

  નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેન્દ્રની મોદી સરકારની શહેરોમાં `ઝૂંપડું ત્યાં મકાન' બનાવવા યોજના છે. પરંતુ રાજ્ય સરકારો આ અંગે ગંભીર નથી. અત્યાર સુધીમાં ગુજરાત સિવાયના અન્ય કોઇ રાજ્યોએ આ અંગેનો પ્રોજેક્ટ તૈયાર કર્યો નથી. રાજ્ય સરકારોનું બધુ ફોકસ એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટસ અને બેનિફિશ્યરી લેન્ડ ક્ન્સ્ટ્રક્શન પર છે. તેથી કેન્દ્રએ રાજ્યોને જણાવ્યું છે કે તેઓ શહેરોને સ્લમ મુક્ત કરવા માટે ઝુંપડાવાસીઓને પાકું મકાન બનાવી આપે.

  શું છે આ યોજના


  પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન) હેઠળ ચાર કેટેગરીમાં મકાનો બનાવવામાં આવી રહ્યા છે. તેમાં એક કેટેગરી છે ISSR. તેનો હેતુ શહેરોને સ્લમ મુક્ત બનાવવાનો છે. ઇન-સિટ સ્લમ રીહેબિલિટેશન (ISSR) હેઠળ સ્લમ વસતીમાં રહેતા લોકોને તે જ જગ્યાએ પાકા મકાન બનાવી આપવામાં આવે છે. સ્લમ વસ્તી સરકારી જમીન પર વસેલી હોય કે પ્રાઇવેટ જમીન પર. ત્યાં રહેતી વસતીને થોડો સમય અન્ય જગ્યાએ ખસેડવામાં આવે છે અને ડેવલપર દ્વારા પાકા મકાન બનાવી આપવામાં આવે છે તથા ઝુંપડાવાસીઓને આ મકાનો સોંપી દેવાય છે. આમાં ડેવલપરને એક્સ્ટ્રા એફએઆર આપવામાં આવે છે. આ સાથે 1 લાખ રૂપિયા પ્રતિ મકાન પણ ડેવલપરને કેન્દ્ર સરકાર તરફથી મળે છે. એક્સ્ટ્રા એફએઆર ડેવલપ કરીને ડેવલપ પોતાની રીતે તે વેચી શકે છે.

  ગુજરાતમાં બન્યા છે આવા પ્રોજેક્ટ


  મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ISSR હેઠળ માત્ર ગુજરાતમાં જ પ્રોજેક્ટ બની રહ્યા છે. થોડા દિવસો પહેલા મળેલી સેન્ટ્રલ સેન્ક્શનિંગ એન્ડ મોનેટરી કમિટીની બેઠકમાં ગુજરાત તરફથી બે શહેરોમાં 14,105 મકાનો બનાવવા માટે 42 પ્રોજેક્ટસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. બેઠકમાં આ દરખાસ્તોને મંજૂરી પણ મળી હતી અને એવો નિર્ણય લેવાયો કે ગુજરાતને ઝડપથી કેન્દ્રીય સહાયના પહેલા હપતાની 40 ટકા રકમ (રૂ.56.42 કરોડ) આપવામાં આવે.

  બાકીના રાજ્યોએ આપી નથી પ્રપોઝલ


  અધિકારીના જણાવ્યા અનુસાર, ગુજરાત સિવાય અન્ય કોઇ રાજ્યે અત્યાર સુધી કેન્દ્ર સમક્ષ ISSR પ્રોજેક્ટની પ્રપોઝલ જમા કરી નથી. મહારાષ્ટ્રે ઘણા સમય પહેલા 2356 મકાનો માટે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો પરંતુ તે પછીથી મહારાષ્ટ્ર એવા પ્રોજેક્ટ નથી બનાવી રહ્યું. તેથી બેઠકમાં રાજ્યોના પ્રતિનિધિઓને કહેવામાં આવ્યું હતું કે તેઓ પોતાના રાજ્યોમાં ISSR પ્રોજેક્ટ્સની પ્રપોઝલ તૈયાર કરે. ઉપરાંત પ્રાઇવેટ ડેવલપર્સને પણ તે માટે આગળ આવવા ઉત્સાહિત કરે.

  રાજ્યો માટે આ પ્રોજેક્ટ ફાયદાકારક


  મિનિસ્ટ્રીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ISSR એક અસરકારક કોમ્પોનન્ટ છે, જેનાથી હાઉસિંગ ફોર ઓલ અને સ્લમ ફ્રી ઇન્ડિયા જેવા મિશન પૂરા કરી શકાય એમ છે. પરંતુ રાજ્ય સરકારો તેના તરફ ધ્યાન નથી આપી રહી. ખરેખર તો આ પ્રોજેક્ટ્સ રાજ્ય સરકારો માટે ફાયદાકારક બની શકે છે. આવા પ્રોજેક્ટ્સ માટે મોંઘી જમીનની જરૂર નથી હોતી. જમીન ઉપલબ્ધ હોય છે અને મકાન બનાવવા ડેવલપરને તૈયાર કરાય તો રાજ્ય સરકારોને બાંધકામ પાછળ પણ કોઇ ખર્ચ કરવાનો હોતો નથી પણ તેમણે દેખરેખ રાખવાની હોય છે.

  પ્રધાનમંત્રી આવાસ યોજનાની હાલની સ્થિતિ


  મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના રીપોર્ટ અનુસાર, 2 એપ્રિલ સુધી કુલ 4 લાખ 74 મકાન બન્યા છે. જ્યારે 19 લાખ 30 હજાર 844 મકાનોનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. તેમાં તૈયાર ઘરોના સંદર્ભમાં ટોપ 10 રાજ્યો નીચે મુજબ છે.

  ગુજરાત : 74861
  કર્ણાટક : 45493
  મધ્યપ્રદેશ : 41800
  તામિલનાડુ : 41130
  મહારાષ્ટ્ર : 38301
  પ. બંગાળ : 32724
  ઝારખંડ : 28275
  આંધ્રપ્રદેશ : 27379
  રાજસ્થાન : 19242
  ઉત્તરપ્રદેશ : 11328

 • `ઝૂંપડું ત્યાં મકાન' પ્રોજેક્ટમાં માત્ર ગુજરાત જ સક્રિય, 42 પ્રપોઝલને મળી મંજૂરી | Only Gujarat is active in the country with 42 projects for slum-free project in ISSR
  સેન્ટ્રલ સેન્ક્શનિંગ એન્ડ મોનેટરી કમિટીની બેઠકમાં ગુજરાતના 42 પ્રોજેક્ટ્સની દરખાસ્તને મળી મંજૂરી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

Trending

વીડિયો વધુ જુઓ