ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Gujarat» Infibeam will buy IT subsidiary of Snapdeal for Rs.120 crore

  અમદાવાદની ઇન્ફીબીમ સ્નેપડીલની ટેક કંપની યુનિકોમર્સને ખરીદશે, રૂ.120 કરોડની ડીલ

  moneybhaskar.com | Last Modified - May 07, 2018, 09:51 PM IST

  યુનિકોમર્સ ઇ-કોમર્સને લગતા સોફ્ટવેર ઓફર કરે છે. આ સોદો ત્રણથી પાંચ મહિનામાં પૂરો થવાની શક્યતા છે.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   અમદાવાદઃ અમદાવાદની કંપની ઇન્ફીબીમે સ્નેપડીલની સહાયક કંપની યુનિકોમર્સને આશરે રૂ.120 કરોડમાં ખરીદી લેવાનો નિર્ણય કર્યો છે. યુનિકોમર્સ ઇ-કોમર્સને લગતા સોફ્ટવેર ઓફર કરે છે. બીએસઇને આપેલી માહિતીમાં ઇન્ફીબીમે જણાવ્યું કે કંપનીના બોર્ડે યુનિકોમર્સને તેના હાલના શેરધારકો (જેસ્પર ઇન્ફોટેક, જે સ્નેપડીલને ઓપરેટ કરે છે) પાસેથી ખરીદવાની મંજૂરી આપી છે. આ સોદો ત્રણથી પાંચ મહિનામાં પૂરો થવાની શક્યતા છે.

   ઇન્ફીબીમના નિવેદન અનુસાર, આ સમજૂતિમાં ઇન્ફીબીમ પ્રેફરન્શિયલ આધાર પર વૈકલ્પિક કન્વર્ટિબલ ડિબેન્ચર જેસ્પર ઇન્ફોટેકને ઇશ્યુ કરશે, જેની વેલ્યુ 120 કરોડ રૂપિયા સુધીની હશે. જોકે, તેના માટે શેરધારકોની મંજૂરી લેવાની જરૂર પડશે. ઇન્ફીબીમે કેશ ડીલના બદલે બીજી રીતે સોદો કરવાનો વિચાર કરવા જણાવ્યું છે.

   ગ્રાહકોને આપીશું સારી સર્વિસઃ ઇન્ફીબીમ

   ઇન્ફીબીમના એમડી વિશાલ મહેતાનું કહેવું છે કે યુનિકોમર્સ મારફત અમારો પ્લાન ઇ-કોમર્સની આઇટી ક્ષમતાને મજબૂત કરવાનો તથા અમારા ગ્રાહકોને નવી નવી પ્રોડક્ટ્સ ઓફર કરવાનો છે. આ સોદાથી અણને એક વ્યાપક ઇ-કોમર્સ સોલ્યુશન તૈયાર કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે આ ડીલ કંપનીને ઝડપથી વધી રહેલા જેમ (ગવર્નમેન્ટ ઇ-કોમર્સ) બિઝનેસની ગ્રોથ માટે પણ મહત્ત્વની છે.

   કોર બિઝનેસ પર ફોકસ કરશે સ્નેપડીલ

   સ્નેપડીલના ચીફ સ્ટ્રેટેજી અને ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર જેસન કોઠારીએ કહ્યું કે યુનિકોમર્સનું વેચાણ સ્નેપડીલ 2.0 પ્લાનનો હિસ્સો છે. આ પ્લાનનું ફોકસ અમારા કોર કન્ઝ્યુમર ઇ-કોમર્સ પર છે. આ સોદો 3થી 5 માસમાં પૂરો થઇ શકે છે.

   યુનિકોમર્સની નેટવર્થ રૂ.24.63 કરોડ

   ઇન્ફીબીમના ફાઇલિંગ અનુસાર, 31 માર્ચ 2018 સુધીમાં યુનિકોમર્સ ઇ-સોલ્યુશન્સની નેટવર્થ 24.63 કરોડ રૂપિયા અને ટર્નઓવર 20.27 કરોડ રૂપિયા હતું. યુનિકોમર્સની સ્થાપના 2012માં થઇ હતી. તે વેરહાઉસ મેનેજમેન્ટ અને ઓમ્ની-ચેનલ સર્વિસીસ માટે જરૂરી સોફ્ટવેર ઓફર કરે છે. તેના 10,000થી વધારે સેલર્સ, બ્રાંડ્સ અને ઓનલાઇન રીટેલર્સ છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Infibeam will buy IT subsidiary of Snapdeal for Rs.120 crore
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  X
  Top