ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Gujarat» વેલ્સ્પન કોર્પને ગુજરાત સરકારે મોકલી રૂ.179 કરોડની ટેક્સ નોટિસ | Gujarat government sends tax notice of Rs.179 crore to Welspun Corp

  વેલ્સ્પન કોર્પને ગુજરાત સરકારે મોકલી રૂ.179 કરોડની ટેક્સ નોટિસ

  moneybhaskar.com | Last Modified - May 05, 2018, 08:54 PM IST

  વેલ્સ્પન કંપની ટેક્સ ડિપાર્ટમેન્ટની ડિમાન્ડ સામે જ્યુડિશ્યલ ફોરમમાં અપીલ કરશે.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   અમદાવાદઃ ગુજરાત સરકારે પાઇપ ઉત્પાદક કંપની વેલ્સ્પન કોર્પ લિમિટેડ પર ટેક્સ નહિ ચૂકવવા બદલ કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારના ટેક્સ વિભાગે કંપનીને પેનલ્ટી સહિત રૂ.178.79 કરોડની ટેક્સ ડિમાન્ડ નોટિસ મોકલી છે. શનિવારે કંપની તરફથી રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ માહિતી આપવામાં આવી છે. વેલ્સ્પન કોર્પ તરફથી જણાવવામાં આવ્યું છે કે ટેક્સ ડિપાર્ટમેન્ટનો આ દંડ નાણાકીય વર્ષ 2009-10 અને 2010-11ને લગતો છે. હવે વેલ્સ્પન ગ્રુપની આ કંપની ટેક્સ ડિપાર્ટમેન્ટની ડિમાન્ડ સામે જ્યુડિશ્યલ ફોરમમાં અપીલ કરશે.

   46.78 કરોડ રૂપિયા ટેક્સની રકમ

   વેલ્સ્પન કોર્પે કહ્યું છે કે કંપનીને જોઇન્ટ કમિશનર (અપીલ)- GVAT, રાજકોટ તરફથી 2009-10 અને 2010-11 માટે રૂ.178.79 કરોડની ટેક્સ ડિમાન્ડ મોકલી છે. આ એમાઉન્ટમાં રૂ.46.78 કરોડનો ટેક્સ અને ઇન્ટરેસ્ટ સામેલ છે. જ્યારે રૂ.132.01 કરોડનો દંડ કરવામાં આવ્યો છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે અમારી હિસ્ટ્રી સાચી રહી છે. તેથી અમે ટેક્સ ડિપાર્ટમેન્ટની આ ડિમાન્ડ સામે જ્યુડિશ્યલ ફોરમમાં જઇશું.

   ટેક્સટાઇલ્સથી ઇન્ફ્રાસ્ટ્રચરમાં સક્રિય વેલ્સ્પન ગ્રુપ

   વેલ્સ્પન ગ્રુપ ટેક્સ્ટાઇલ્સ, પાઇપ, સ્ટીલ, એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિવિધ સેક્ટર્સમાં કાર્યરત છે. વેલ્સ્પન ગ્રુપનું વાર્ષિક ટર્નઓવર લગભગ 3.5 અબજ ડોલર છે. વિશ્વના 50 દેશોમાં તેનું નેટવર્ક ફેલાયેલું છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: વેલ્સ્પન કોર્પને ગુજરાત સરકારે મોકલી રૂ.179 કરોડની ટેક્સ નોટિસ | Gujarat government sends tax notice of Rs.179 crore to Welspun Corp
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  X
  Top