ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Gujarat» વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફ્રા.ની રૂ.1122 કરોડની સંપત્તિ ઇડીએ કરી જપ્ત | ED attaches assets worth Rs.1122 crore of Diamond power of Vadodara

  વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફ્રા.ની રૂ.1122 કરોડની સંપત્તિ ઇડીએ કરી જપ્ત

  moneybhaskar.com | Last Modified - Apr 24, 2018, 06:38 PM IST

  ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ DPILના પ્રમોટર-ડાયરેક્ટર- સુરેશ ભટનાગર, તેમના બે પુત્રોની પ્રોપર્ટી જપ્ત કરી
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી)એ રૂ.2,654.40 કરોડના બેન્કિંગ ફ્રોડના કેસમાં મંગળવારે વડોદરા સ્થિત ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ (DPIL)ની રૂ.1,122 કરોડના મૂલ્યની સંપત્તિ જપ્ત કરી છે. તે ઉપરાંત ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA) હેઠળ DPILના પ્રમોટર-ડાયરેક્ટર- સુરેશ નારાયણ ભટનાગર, તેમના બે પુત્રો અમિત સુરેશ ભટનાગર અને સુમિત સુરેશ ભટનાગરની કેટલીક પ્રોપર્ટીને પણ જપ્ત કરી છે.

   કંપની પર રૂ.2,654 કરોડનું દેવું

   DPIL કેબલ અને અન્ય ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટના વ્યવસાયમાં પ્રવૃત્ત છે. DPIL પર વર્ષ 2008થી છેતરપીંડીથી ક્રેડિટની સુવિધા લેવાનો આરોપ છે. કંપની પર 29 જૂન, 2016 સુધી રૂ.2,654.40 કરોડનું દેવું ચુકવવાનું બાકી છે જેને બેન્કોના એક સંગઠન અને પ્રાઇવેટ ઓર્ગનાઇઝેશન દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું.

   સીબીઆઇએ દાખલ કર્યો હતો કેસ

   સીબીઆઇએ તેની સામે એફઆઇઆર દાખલ કર્યા પછી 23 દિવસો પછી 18 એપ્રિલે રાજસ્થાનના ઉદયપુરથી ત્રણેયની ધરપકડ કરી હતી. સીબીઆઇ આ કેસમાં ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરી રહી છે. સીબીઆઇએ કરેલા કેસના આધાર પર ઇડી નાણાકીય ગરબડની તપાસ કરી રહી છે. આ સંદર્ભમાં ઇડીએ 9 એપ્રિલે DPILના ડાયરેક્ટર્સના રહેઠાણો, ફેક્ટરી કેમ્પસ અને કોર્પોરેટ ઓફિસ પર દરોડા પાડ્યા હતા.

   આ બેન્કોએ આપ્યું હતું ધિરાણ

   કંપનીને લોન આપનારી બેન્કો અને નાણાકીય સંસ્થાઓની યાદીમાં બેન્ક ઓફ ઇન્ડિયા રૂ.670.51 કરોડના ધિરાણ સાથે સૌથી ઉપર છે. તે ઉપરાંત બેન્ક ઓફ બરોડા, આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક, અલ્હાબાદ બેન્ક, દેના બેન્ક, કોર્પોરેશન બેન્ક, એક્ઝિમ બેન્ક ઓફ ઇન્ડિયા, આઇઓબી અને આઇએફસીઆઇનો સમાવેશ થાય છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફ્રા.ની રૂ.1122 કરોડની સંપત્તિ ઇડીએ કરી જપ્ત | ED attaches assets worth Rs.1122 crore of Diamond power of Vadodara
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  X
  Top