2 દિવસમાં સેન્સેક્સ 977 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 11300 નીચે ગયોઃ રોકાણકારોના 4.14 લાખ કરોડ ધોવાયા

The Sensex lost 977 points in 2 days, the Nifty fell below 11300

Divyabhaskar.com

Sep 12, 2018, 01:41 AM IST

અમદાવાદ: બે દિવસમાં જ સેન્સેક્સમાં 977 પોઇન્ટનું અને રોકાણકારોની મૂડીમાં રૂ. 4.14 લાખ કરોડનું ધોવાણ નોંધાયું છે. આજના ઘટાડાની ચાલમાં સેન્સેક્સે 509.04 પોઇન્ટનો કડાકો નોંધાવી 37413.13 પોઇન્ટની નીચી સપાટી નોંધાવી છે. જ્યારે નિફ્ટી 11300ની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલ ટેકાની સપાટી પણ ગુમાવી 150.60 ઘટી 11287.50 પોઇન્ટ બંધ રહ્યો હતો. જેના કારણે માર્કેટ સેન્ટિમેન્ટ ઓર ખરડાયું છે. આજના કડાકામાં વિદેશી નાણાકીય સંસ્થાઓની રૂ. 1454.36 કરોડની જંગી વેચવાલીએ પણ મોટો ભાગ ભજવ્યો હતો. સેન્સેક્સની આગેવીની હેઠળ તમામ સેક્ટોરલ્સમાં 1-2.5 ટકા સુધીના ગાબડાં નોંધાયા હતા. જ્યારે સ્મોલકેપ 1.37 ટકા અને મિડકેપ ઇન્ડેક્સ 1.36 ટકા ઘટ્યા હતા. જે દર્શાવે છે કે માર્કેટમાં સામાન્ય રોકાણકારોનું માનસ પણ મંદી તરફી બની રહ્યું છે.


રૂપિયા સામે ડોલર 72.74ની નવી ટોચે


ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો વધુ 24 પૈસાની નરમાઇ સાથે 72.69ની સપાટીએ રહ્યો હતો. જોકે, ઇન્ટ્રા-ડે ટ્રેડમાં ડોલર સામે રૂપિયો 72.74ની સૌથી નીચી સપાટીએ ઉતરી ગયો હતો. પરંતુ બેન્ક્સની ડોલર વેચવાલીના કારણે રૂપિયામાં ઘસારો અટક્યો હતો. ડોલર સહિત તમામ કરન્સી સામે રૂપિયો તૂટ્યો હતો.

ડોલર 74.60 થઇ શકે


ફોરેક્સ માર્કેટમાં ડોલરની મજબૂતાઇ હજી વધવા સાથે રૂપિયા સામે ડોલર ટેકનિકલી 74.58-74.60 સુધી જઇ શકે છે. - ભાસ્કર પાન્ડા, એચડીએફસી બેન્ક.

X
The Sensex lost 977 points in 2 days, the Nifty fell below 11300
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી