6 મહિનામાં SBI સાથે 5,555 કરોડ રૂપિયાની છેતરપિંડી, 1,329 મામલાઓ આવ્યાં સામે

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન છેતરપિંડીના 1,329 કેસ સામે આવ્યાં.

Divyabhaskar.com | Updated - Oct 10, 2018, 12:38 PM
એપ્રિલથી જૂન દરમિયાન 669 કેસમાં
એપ્રિલથી જૂન દરમિયાન 669 કેસમાં

નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન છેતરપિંડીના 1,329 કેસ સામે આવ્યાં છે. આ તમામ મળીને કુલ 5,555.48 કરોડ રૂપિયાનો ફ્રોડ થયો છે. સુચનાના અધિકાર અંતર્ગત માંગવામા આવેલી જાણકારીમાં આ ખુલાસો થયો. મધ્યપ્રદેશના RTI એક્ટિવિસ્ટ ચંદ્રશેખર ગૌડએ SBI પાસે જાણકારી માંગી હતી.

જુલાઈ-સપ્ટેમ્બરમાં ફ્રોડની રકમ 568.33% વધી


- એપ્રિલથી જૂન દરમિયાન 669 કેસમાં 723.06 કરોડ રૂપિયાનું ફ્રોડ થયું. જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે આવા 660 મામલાઓ સામે આવ્યાં. જેની રકમ 4,832.42 કરોડ રૂપિયા હતી. એટલે કે એપ્રિલ-જૂનના મુકાબલે જુલાઈ-સપ્ટેમ્બરમાં ફ્રોડના 9 કેસ ઓછાં થયા, પરંતુ ફ્રોડની રકમ 568.33% વધી ગઈ.

ગ્રાહકોને થયેલાં નુકસાનની કોઈ જ ગણતરી નહીં


- RTI એક્ટિવિસ્ટે SBI સમક્ષ એવી જાણકારી માંગી હતી કે છેતરપિંડીના મામલાઓને કારણે બેંકનું કેટલું નુકસાન થયું પરંતુ બેંકે કહ્યું તેનું આંકલન શક્ય નથી.
- SBIના ગ્રાહકોને થયેલાં નુકસાનની જાણકારી પણ મળી ન હતી.
- બેંકે જવાબ આપ્યો કે ગ્રાહકો સાથે થયેલાં ફ્રોડ અને તેમને થયેલાં નુકસાનની ગણતરી નથી કરવામાં આવી. સાથે જ કહ્યું કે RTI એક્ટની કલમ 7(9) અંતર્ગત આ જાણકારી આપવાથી છૂટ છે.

X
એપ્રિલથી જૂન દરમિયાન 669 કેસમાં એપ્રિલથી જૂન દરમિયાન 669 કેસમાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App