ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Finance» નીરવ મોદીના ચૂનાથી PNBની ખોટ 5ગણી વધીને રૂ.13,417 કરોડ થઇ, 6% વધી NPA | નીરવ મોદીના ચૂનાથી PNBની ખોટ 5ગણી વધીને રૂ.13,417 કરોડ થઇ, 6% વધી NPA

  નીરવ મોદીના ચૂનાથી PNBની ખોટ 5ગણી વધીને રૂ.13,417 કરોડ થઇ, 6% વધી NPA

  moneybhaskar.com | Last Modified - May 15, 2018, 04:55 PM IST

  PNBને નાણાકીય વર્ષ 2017-18ના ચોથા ક્વાર્ટર દરમિયાન રૂ.20,350 કરોડની પ્રોવિજન કરવી પડી, જે વર્ષ પહેલા રૂ.5,750 કરોડ હતી.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ લગભગ રૂ.13,000 કરોડના ફ્રોડની અસર પંજાબ નેશનલ બેન્કના ત્રિમાસિક પરિણામમાં દેખાઇ છે. ધારણા મુજબ પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ને જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં મોટો ફટકો પડ્યો છે. આ ગાળામાં પીએનબીની ખોટ લગભગ 5 ગણી વધીને રૂ.13,417 કરોડ થઇ છે, જ્યારે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં તેને લગભગ રૂ.261 કરોડનો પ્રોફિટ થયો હતો. ખરાબ પરિણામો પછી પીએનબીનો શેર લગભગ 6 ટકા ગબડીને રૂ.84 પર આવ્યો હતો. આ દરમિયાન બેન્કની બેડ લોન 6 ગણાથી વધુ વધી છે.

   ફેબ્રુઆરીમાં બહાર આવ્યો હતો રૂ.13,000 કરોડનો ફ્રોડ

   પીએનબીનું માર્ચ ક્વાર્ટરનું રીઝલ્ટ એટલા માટે પણ મહત્ત્વનું છે કેમકે આ બેન્કમાં ભારતની બેન્કિંગ હિસ્ટ્રીમાં સૌથી મોટા ફ્રોડની ઘટના બહાર આવી છે. પીએનબી સાથેની લગભગ રૂ.13,000 કરોડની છેતરપીંડી બે જ્વેલર ગ્રુપ્સ દ્વારા કરવામાં આવી હતી, જેમાં તેમણે પીએનબી સ્ટાફ દ્વારા ઇશ્યુ થયેલી ફેક ગેરન્ટીથી વિદેશમાંથી ક્રેડિટ મેળવી હતી.

   આવકમાં ઘટાડો, વધારવી પડી ચારગણી પ્રોવિજન

   - માર્ચ 2018માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન બેન્કની કુલ ઇન્કમ રૂ.12,945 કરોડ હતી, જે એક વર્ષ પહેલા સમાન ગાળામાં રૂ.14,989 કરોડ હતી.
   - પીએનબીને નાણાકીય વર્ષ 2017-18ના ચોથા ક્વાર્ટર દરમિયાન રૂ.20,350 કરોડની પ્રોવિજન કરવી પડી, જે એક વર્ષ પહેલાના સમાન ગાળામાં રૂ.5,750 કરોડ હતી.

   નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 16.8 ટકા ઘટી

   નાણાકીય વર્ષ 2018ના ચોથા ક્વાર્ટરમાં પીએનબીની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 16.8 ટકા ઘટીને રૂ.3,063.4 કરોડ થઇ હતી. જે એક વર્ષ પહેલાના ગાળામાં રૂ.3684 કરોડ હતી.

   18.38 ટકા રહી ગ્રોસ એનપીએ
   - બેન્કની ગ્રોસ એનપીએ વધીને 18.38 ટકા થઇ ગઇ, જે ગયા ડિસેમ્બર ક્વાર્ટરમાં 12.11 ટકાના સ્તરે હતી.
   - જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં નેટ એનપીએ 11.24 ટકા હતી, જે ડિસેમ્બર ક્વાર્ટર સુધી નેટ એનપીએ 7.55 ટકા જ હતી.
   - રૂપિયામાં જોઇએ તો, ત્રિમાસિક ધોરણે ચોથા ક્વાર્ટરમાં પીએનબીની ગ્રોસ એનપીએ રૂ.57,519 કરોડથી વધીને રૂ.86,620 કરોડ થઇ છે.
   - જ્યારે નેટ એનપીએ રૂ.34076 કરોડથી વધીને રૂ.48,684 કરોડ થઇ છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Finance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: નીરવ મોદીના ચૂનાથી PNBની ખોટ 5ગણી વધીને રૂ.13,417 કરોડ થઇ, 6% વધી NPA | નીરવ મોદીના ચૂનાથી PNBની ખોટ 5ગણી વધીને રૂ.13,417 કરોડ થઇ, 6% વધી NPA
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  X
  Top