Divya Bhaskar

Home » Business » Finance » I T Department issues notice to NuPower Chief Deepak Kochar in loan dispute

ICICI લોન વિવાદ: ચંદા કોચરના પતિ અને ન્યુપાવરને IT વિભાગની નોટિસ

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 02:11 PM

આઇટી વિભાગની નોટિસમાં દીપર કોચર પાસેથી તેમની પર્સનલ વેલ્થ અને પાછલા અનેક વરસોના રીટર્ન માગવામાં આવ્યા છે.

  • I T Department issues notice to NuPower Chief Deepak Kochar in loan dispute
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    વીડિયોકોન લોન વિવાદમાં ચંદા કોચરના પતિ દીપક કોચરને આઇટીએ નોટિસ આપીને ડીટેલ માગી

    નવી દિલ્હીઃ વીડિયોકોન બેન્ક લોન કેસમાં ટેક્સ ચોરીની તપાસ કરી રહેલા ઇન્કમ ટેક્સ વિભાગે દીપક કોચરને નોટિસ મોકલી છે. દીપક કોચર આઇસીઆઇસીઆઇ બેન્કના સીઇઓ અને એમડી ચંદા કોચરના પતિ છે. આરોપ છે કે આઇસીઆઇસીઆઇ બેન્કે 2012માં વીડિયોકોન કંપનીને રૂ.3,250 કરોડની લોન આપી હતી, જે પાછળથી ફરતી ફરતી ન્યુપાવર કંપની પાસે આવી ગઇ, જેના વડા દીપક કોચર છે. તે પછી બેન્કે આ લોનને એનપીએ જાહેર કરી હતી. ફરિયાદકર્તાએ આરોપ લગાવ્યો હતો કે આ લોન આપવામાં ગડબડ થયાની શંકા છે.

    સેક્શન 131 હેઠળ ઇશ્યુ થઇ નોટિસ


    દીપક કોચરને આ નોટિસ ઇન્કમ ટેક્સ કાયદાના સેક્શન 131 હેઠળ આપવામાં આવી છે. તેમાં તેમની પાસેથી ડીટેલ માંગવામાં આવી છે. તેમાં તેમની પર્સનલ વેલ્થ અને પાછલા અનેક વરસોના રીટર્ન માગવામાં આવ્યા છે. તે ઉપરાંત ન્યુપાવર રીન્યુએબલ્સ સાથે લેણદેણના પુરાવા પર માગ્યા છે.

    અન્ય લોકોને પણ અપાઇ નોટિસ


    વિભાગ કહે છે કે આ બાબતમાં સંબંધિત અન્ય લોકોને પણ નોટિસ મોકલવામાં આવી છે. તેમાં કેટલીક કંપનીઓ પણ સામેલ છે. વિભાગ કહે છે કે આ લોકોના જવાબ મળ્યા પછી આગળની કાર્યવાહી નક્કી કરાશે.

    વીડિયોકોનનો લોન વિવાદ


    વીડિયોકોન ગ્રુપને 2012માં રૂ.3250 કરોડની લોન આપવામાં આવી તેમાં આરોપ છે કે તેમાં ચંદા કોચરના પતિ દીપક કોચરને ફાયદો કરાવવામાં આવ્યો છે. એવો આરોપ થયો છેક કે વીડિયોકોનના ચેરમેન વેણગોપાલ ધૂતે રૂ.64 કરોડનું રોકાણ ન્યુ પાવરમાં કર્યું હતું, જેનો માલિકિ હક દીપક કોચર પાસે છે. આ લોન બેન્કોના એક સમૂહે આપી હતી, જેમાં આઇસીઆઇસીઆઇ બેન્ક પણ સામેલ હતી.

    આઇસીઆઇસીઆઇ બેન્કનો ઇન્કાર


    આઇસીઆઇસીઆઇ બેન્ક દેશની ત્રીજી સૌથી મોટી ખાનગી બેન્ક છે. બેન્કના બોર્ડે લોન આપવામાં કોઇ ગરબડ થયાનો ઇન્કાર કર્યો છે. આ લોન બેન્કના એક સમૂહે આપી હતી, જેમાં આઇસીઆઇસીઆઇ બેન્ક એક સભ્ય હતી. બેન્કના બોર્ડે ચંદા કોચરનો બચાવ કરતા કહ્યું કે તેમના પરના આરોપોમાં દમ નથી.

  • I T Department issues notice to NuPower Chief Deepak Kochar in loan dispute
    આઇસીઆઇસીઆઇ બેન્કની વીડિયોકોનને લોન આપવામાં ગરબડ થયાનો ચંદા કોચર પર આરોપ.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

Trending