એસબીઆઇએ MCLR 0.2% વધાર્યો, હોમ, ઓટો લોન્સ થઇ મોંઘી

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ત્રણ વર્ષ સુધીની તમામ મુદતોના ધિરાણ દરોમાં 20 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યો છે.

Business desk | Updated - Sep 01, 2018, 04:14 PM
SBIએ શનિવારે  MCLR 0.2 ટકા વધાર્યો.
SBIએ શનિવારે MCLR 0.2 ટકા વધાર્યો.

બિઝનેસ ડેસ્કઃ દેશની સૌથી મોટી બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)એ શનિવારે તેનો બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (MCLR) 0.2 ટકા વધાર્યો છે. આ સાથે એસબીઆઇની MCLR આધારીત હોમ, ઓટો અને અન્ય લોન્સ મોંઘી બની છે. અન્ય બેન્કોએ કરેલા વધારાના પગલે એસબીઆઇએ આ પગલું લીધું છે. નવા દરો શનિવારથી અમલી બન્યા છે.

ત્રણેય મુદતના MCLRમાં વધારો

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ત્રણ વર્ષ સુધીની તમામ મુદતોના ધિરાણ દરોમાં 20 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યો છે. એસબીઆઇની વેબસાઇટ અનુસાર, MCLR આધારીત ઓવરનાઇટ અને એક માસની મુદતના ફંડની માર્જિનલ કોસ્ટ 8.1 ટકા થઇ છે, જે અગાઉ 7.9 ટકા હતી. એક વર્ષની મુદત માટે MCLR 8.25 ટકાથી વધીને 8.45 ટકા થયો છે. મોટા ભાગની રીટેલ લોન્સના વ્યાજ દર એક વર્ષના MCLRના આધાર પર નક્કી કરવામાં આવે છે. ત્રણ વર્ષની મુદતનો MCLR 8.45 ટકાથી વધીને 8.65 ટકા થયો છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ એટલે કે રેપો રેટનો 25 બેઝિસ પોઇન્ટ વધારીને 6.5 ટકા કર્યો હતો તેના એક મહિના પછી એસબીઆઇએ MCLR વધાર્યો છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ 30 જુલાઇના રોજ એફડી પરના વ્યાજ દર પણ 0.05 ટકાથી 0.10 ટકા સુધી વધાર્યા હતા. એક કરોડ રૂપિયાથી ઓછી અને 1થી 10 વર્ષની મુદતની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર વધારવામાં આવ્યા હતા.

X
SBIએ શનિવારે  MCLR 0.2 ટકા વધાર્યો.SBIએ શનિવારે MCLR 0.2 ટકા વધાર્યો.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App