ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Finance» ચંદા કોચર સામે નવો આરોપ, રૂ.453 કરોડના રાઉન્ડટ્રિપિંગમાં એસ્સાર ગ્રુપને મદદ કરી | Fresh allegation against Chanda Kochhar for favoring Essar Group

  453 Crના રાઉન્ડટ્રિપિંગમાં એસ્સારને મદદ કરવાનો ચંદા કોચર સામે આરોપ

  moneybhaskar.com | Last Modified - Jun 02, 2018, 02:50 PM IST

  અરવિંદ ગુપ્તાએ કહ્યું કે ચંદા કોચર, એસ્સાર ગ્રુપના મોરેશ્યસ સ્થિત એન્ટિટીઝ મારફત રૂ.453 કરોડનું રાઉન્ડટ્રિપિંગ કર્યું.
  • 453 Crના રાઉન્ડટ્રિપિંગમાં એસ્સારને મદદ કરવાનો ચંદા કોચર સામે આરોપ
   453 Crના રાઉન્ડટ્રિપિંગમાં એસ્સારને મદદ કરવાનો ચંદા કોચર સામે આરોપ

   મુંબઇઃ આઇસીઆઇસીઆઇ બેન્કના સીઇઓ અને એમડી ચંદા કોચર પર વધુ એક ગંભીર આરોપ થયો છે. શેરહોલ્ડર એક્ટિવિસ્ટ અરવિંદ ગુપ્તાએ કહ્યું કે ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર અને એસ્સાર ગ્રુપના મોરેશ્યસ સ્થિત એન્ટિટીઝ મારફત 453 કરોડ રૂપિયાનું રાઉન્ડ ટ્રિપિંગ થયું છે.

   કોને કહેવાય રાઉન્ડ ટ્રિપિંગ


   અનેક ભારતીય કંપનીઓ ટેક્સ ચોરી કરવા માટે રાઉન્ડ ટ્રિપિંગનો રસ્તો અપનાવે છે. તે અનુસાર, કંપનીઓ એફડીઆઇની રકમ જે બતાવે છે કે પૂરી એમાઉન્ડ એફડીઆઇ નથી હોતી. તેના બદલે કંપનીઓ મોરેશ્યસના કાયદાનો લાભ લઇને ત્યાંથી નાણાં ફરીવાર એફડીઆઇના નામે મોકલે છે. તેના કારણે તે ભારત ઉપરાંત મોરેશ્યસમાં પણ ટેક્સ ભરવામાંથી બચી જાય છે.

   વ્હીશલબ્લોઅરે વડાપ્રધાન અને રેગ્યુલેટર્સને કરી ફરિયાદ


   ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, વડાપ્રધાન, રેગ્યુલેટર્સ અને મિનિસ્ટ્રીઝને મોકલેલા એક પત્રમાં અરવિંદ ગુપ્તાએ દીપક કોચર પર મિલીભગતથી પોતાની કંપની ન્યુપાવર ગ્રુપમાં કેશ અને દેવાની વ્યવસ્થા કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે લેટરમાં લખ્યું છે કે, `તેથી ચંદા કોચર અને તેમના સહયોગીઓ દ્વારા પોતાની પોઝિશન અને બેન્કિંગ ઓથોરિટીના દૂરુપયોગની યોગ્ય તપાસ થવી જોઇએ. તે બધા પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ પબ્લિક સર્વન્ટસ ગણાય છે.' આઇસીઆઇસીઆઇ - વીડિયોકોન કેસ પછી આ નવો વિવાદ બહાર આવ્યો છે. પહેલા કેસની તપાસ અત્યારે સીબીઆઇ કરી રહી છે. પત્રમાં જણાવ્યા અનુસાર, ન્યુપાવરને એસ્સારના રવિ રુઇયાના જમાઇ નિશાંત કનોડિયાની માલિકીના મોરેશ્યસ સ્થિત મેટિક્સ ગ્રુપ અને ફર્સ્ટલેન્ડ હોલ્ડિંગ્સ મારફત એસ્સાર પાસેથી રાઉન્ડ ટ્રિપ્ડ ઇન્વેસ્ટમેન્ટ મળ્યું છે.

   2012માં દીપક કોચરની કંપનીને મળ્યા હતા રૂ.453 કરોડ


   પત્રમાં જણાવ્યું છે કે ન્યુપાવર રીન્યુએબલ્સને ડિસેમ્બર 2012 અને માર્ચ 2012 વચ્ચે ફર્સ્ટલેન્ડ હોલ્ડિંગ્સ દ્વારા કમ્પલસરી કન્વર્ટિબલ પ્રેફરન્સ (સીસીપીએસ) શેર સબસ્ક્રાઇબ કરીને ચાર ટ્રાન્ઝેક્શનમાં ફન્ડિંગ મળ્યું હતું. આ ક્રમમાં મેટિક્સ ફાયદામાં પોતાનું રોકાણ કાઢીને અલગ થઇ ગઇ, જે ક્રમમાં તેણે મોરેશ્યસ બેઝ્ડ વિદેશી ઇન્વેસ્ટર ડીએચ રીન્યુએબલ પાવર હોલ્ડિંગ્સને હિસ્સો વેચ્યો હતો, જેણે 325 કરોડ રૂપિયામાં ફર્સ્ટલેન્ડ હોલ્ડિંગની હિસ્સેદારી ખરીદવા ઉપરાંત 128 કરોડ રૂપિયાના સીસીપીએસ માટે પણ સબસ્ક્રાઇબ કર્યું હતું. આ રીતે તેણે 453 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું.


   ગુપ્તાએ લખ્યું, `મેટ્રિક્સ ગ્રુપે લેણદેણ મારફત ન્યુપાવર રીન્યુએબલ્સમાં રોકાણ કરવા માટે એસ્સાર ગ્રુપના પ્રોક્સી ઇન્વેસ્ટર કરીકે કામ કર્યું છે.'


   આઇસીઆઇસીઆઇ બેન્કે અને એસ્સાર ગ્રુપે આ આરોપોને નકારી કાઢ્યા છે. એસ્સાર ગ્રુપના પ્રવક્તાએ કહ્યું કે, એસ્સારનો ફર્સ્ટલેન્ડ હોલ્ડિંગ્સમાં કઇ બિઝનેસ ઇન્ટરેસ્ટ નથી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Finance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ચંદા કોચર સામે નવો આરોપ, રૂ.453 કરોડના રાઉન્ડટ્રિપિંગમાં એસ્સાર ગ્રુપને મદદ કરી | Fresh allegation against Chanda Kochhar for favoring Essar Group
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  Top
  `