ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Finance» PNB ફ્રોડ કેસ: CBIએ 3 દિવસમાં બીજી ચાર્જશીટ દાખલ કરી, શેર 14% તૂટયો | CBI registered second charge sheet after 3 days in PNB fraud case

  PNB ફ્રોડ: CBIએ 3 દિવસમાં બીજી ચાર્જશીટ દાખલ કરી, શેર 14% તૂટયો

  Bhaskar news | Last Modified - May 16, 2018, 04:31 PM IST

  સીબીઆઇએ આ ચાર્જશીટ મેહુલ ચોક્સી અને ગીતાંજલિ ગ્રુપ સાથે જોડાયેલી કંપનીઓ ઉપરાંત અન્ય 17 લોકો સામે દાખલ કરી છે.
  • માર્ચ 2018ના ક્વાર્ટરમાં પીએનબીની ખોટ 5 ગણી વધીને રૂ.13,417 કરોડ થઇ છે, જે કોઇ પણ ભારતીય બેન્કને અત્યાર સુધીમાં થયેલી સૌથી મોટી ખોટ છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   માર્ચ 2018ના ક્વાર્ટરમાં પીએનબીની ખોટ 5 ગણી વધીને રૂ.13,417 કરોડ થઇ છે, જે કોઇ પણ ભારતીય બેન્કને અત્યાર સુધીમાં થયેલી સૌથી મોટી ખોટ છે.

   નવી દિલ્હીઃ પીએનબી ફ્રોડ કેસમાં સીબીઆઇએ બુધવારે બીજી ચાર્જશીટ દાખલ કરી. રૂ.13,600 કરોડની છેતરપીંડીને લગતી આ ચાર્જશીટ મેહુલ ચોક્સી અને ગીતાંજલિ ગ્રુપ સાથે જોડાયેલી કંપનીઓ ઉપરાંત અન્ય 17 લોકો સામે દાખલ કરવામાં આવી છે. અપરાધિક ષડયંત્ર, છેતરપીંડી અને ભ્રષ્ટાચાર નિયંત્રક કાયદાની જોગવાઇઓ હેઠળ મુંબઇની વિશેષ અદાલતમાં આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

   સોમવારે દાખલ થઇ હતી પહેલી ચાર્જશીટ

   - આ પહેલા પહેલી ચાર્જશીટમાં બેન્કના પૂર્વ પ્રમુખ ઉષા અનંતસુબ્રમણ્યન ઉપરાંત અન્ય 22 લોકોના નામ હતા. તપાસ એજન્સીએ નીરવ મોદીના ભાઇ નિશાલ મોદી અને તેમની કંપનીના એક્ઝિક્યુટિવ સુભાષ પરબની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો.

   પીએનબીને રૂ.13,416 કરોડની ખોટ

   પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ને જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં મોટો ફટકો પડ્યો હતો. આ ગાળામાં પીએનબીની ખોટ લગભગ 5 ગણી વધીને રૂ.13,417 કરોડ થઇ છે, જે કોઇ પણ ભારતીય બેન્કને અત્યાર સુધીમાં થયેલી સૌથી મોટી ખોટ છે. એક વર્ષ અગાઉના સમાન ગાળામાં તેને લગભગ રૂ.261 કરોડનો પ્રોફિટ થયો હતો. આ દરમિયાન બેન્કની બેડ લોન 6 ગણાથી વધુ વધી છે. બેન્કની આવક પણ 13.6 ટકા ઘટીને રૂ.12,945 કરોડ થઇ હતી. નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ કરેલી છેતરપીંડીથી પીએનબીની આ હાલત થઇ છે.

   પીએનબીનો શેર 13.6 ટકા તૂટ્યો, શેરમાં અત્યાર સુધીમાં 54 ટકાનો ઘટાડો

   પીએનબીને નબળા પરિણામના કારણે બુધવારે તેનો શેર 14 ટકા તૂટ્યો હતો. બીએસઇમાં પીએનબીનો શેર 13.60 ટકા ગબડીને રૂ.74.30ના સ્તરે આવ્યો હતો, જે 52 સપ્તાહનું સૌથી નીચું લેવલ છે. પીએનબીના શેરમાં ઘટાડાથી રોકાણકારોને 3,000 કરોડનું નુકસાન થયું છે. મંગળવારે પણ શેર 4 ટકા ઘટ્યો હતો. 14 ફેબ્રુઆરીએ પીએનબી ફ્રોડ બહાર આવ્યો ત્યારથી શેર અત્યાર સુધીમાં 54 ટકા તૂટ્યો છે.

   આગળ વાંચો.... પીએનબી ફ્રોડ ક્યારે આવ્યું હતું બહાર...

  • સીબીઆઇએ પહેલી ચાર્જશીટ નીરવ મોદી અને બીજી ચાર્જશીટ મેહુલ ચોક્સી સામે કરી છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સીબીઆઇએ પહેલી ચાર્જશીટ નીરવ મોદી અને બીજી ચાર્જશીટ મેહુલ ચોક્સી સામે કરી છે.

   નવી દિલ્હીઃ પીએનબી ફ્રોડ કેસમાં સીબીઆઇએ બુધવારે બીજી ચાર્જશીટ દાખલ કરી. રૂ.13,600 કરોડની છેતરપીંડીને લગતી આ ચાર્જશીટ મેહુલ ચોક્સી અને ગીતાંજલિ ગ્રુપ સાથે જોડાયેલી કંપનીઓ ઉપરાંત અન્ય 17 લોકો સામે દાખલ કરવામાં આવી છે. અપરાધિક ષડયંત્ર, છેતરપીંડી અને ભ્રષ્ટાચાર નિયંત્રક કાયદાની જોગવાઇઓ હેઠળ મુંબઇની વિશેષ અદાલતમાં આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

   સોમવારે દાખલ થઇ હતી પહેલી ચાર્જશીટ

   - આ પહેલા પહેલી ચાર્જશીટમાં બેન્કના પૂર્વ પ્રમુખ ઉષા અનંતસુબ્રમણ્યન ઉપરાંત અન્ય 22 લોકોના નામ હતા. તપાસ એજન્સીએ નીરવ મોદીના ભાઇ નિશાલ મોદી અને તેમની કંપનીના એક્ઝિક્યુટિવ સુભાષ પરબની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો.

   પીએનબીને રૂ.13,416 કરોડની ખોટ

   પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ને જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં મોટો ફટકો પડ્યો હતો. આ ગાળામાં પીએનબીની ખોટ લગભગ 5 ગણી વધીને રૂ.13,417 કરોડ થઇ છે, જે કોઇ પણ ભારતીય બેન્કને અત્યાર સુધીમાં થયેલી સૌથી મોટી ખોટ છે. એક વર્ષ અગાઉના સમાન ગાળામાં તેને લગભગ રૂ.261 કરોડનો પ્રોફિટ થયો હતો. આ દરમિયાન બેન્કની બેડ લોન 6 ગણાથી વધુ વધી છે. બેન્કની આવક પણ 13.6 ટકા ઘટીને રૂ.12,945 કરોડ થઇ હતી. નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ કરેલી છેતરપીંડીથી પીએનબીની આ હાલત થઇ છે.

   પીએનબીનો શેર 13.6 ટકા તૂટ્યો, શેરમાં અત્યાર સુધીમાં 54 ટકાનો ઘટાડો

   પીએનબીને નબળા પરિણામના કારણે બુધવારે તેનો શેર 14 ટકા તૂટ્યો હતો. બીએસઇમાં પીએનબીનો શેર 13.60 ટકા ગબડીને રૂ.74.30ના સ્તરે આવ્યો હતો, જે 52 સપ્તાહનું સૌથી નીચું લેવલ છે. પીએનબીના શેરમાં ઘટાડાથી રોકાણકારોને 3,000 કરોડનું નુકસાન થયું છે. મંગળવારે પણ શેર 4 ટકા ઘટ્યો હતો. 14 ફેબ્રુઆરીએ પીએનબી ફ્રોડ બહાર આવ્યો ત્યારથી શેર અત્યાર સુધીમાં 54 ટકા તૂટ્યો છે.

   આગળ વાંચો.... પીએનબી ફ્રોડ ક્યારે આવ્યું હતું બહાર...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Finance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: PNB ફ્રોડ કેસ: CBIએ 3 દિવસમાં બીજી ચાર્જશીટ દાખલ કરી, શેર 14% તૂટયો | CBI registered second charge sheet after 3 days in PNB fraud case
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  X
  Top