1

Divya Bhaskar

Home » Business » Economy » ટ્રમ્પે શરૂ કર્યો સૌથી મોટો વ્યાપારી જંગ, ચીનની પ્રોડક્ટસ પર લગાવ્યો રૂ.2.34 લાખ કરોડની ટેરિફ | Trump starts biggest trade war by imposing tariffs on $34 billion of Chinese imports

ટ્રમ્પે શરૂ કરી ટ્રેડવોર, ચીનના સામાન પર લગાવી રૂ.2.34 લાખ Cr ટેરિફ

Divyabhaskar.com | Last Modified - Jul 06, 2018, 04:02 PM IST

ટ્રમ્પે કહ્યું કે આની પહેલા લગાવવામાં આવેલી ટેરિફ અને હવે પછી જે ટેરિફ લગાવાશે તે કુલ મળીને 550 અબજ ડોલર સુધી પહોંચશે.

  • ટ્રમ્પે શરૂ કર્યો સૌથી મોટો વ્યાપારી જંગ, ચીનની પ્રોડક્ટસ પર લગાવ્યો રૂ.2.34 લાખ કરોડની ટેરિફ | Trump starts biggest trade war by imposing tariffs on $34 billion of Chinese imports
    અમેરિકાની 34 અબજ ડોલરની ઇમ્પોર્ટ ડ્યુટી ચીનની અમેરિકામાં થતી કુલ વાર્ષિક નિકાસથી પણ વધારે થઇ જશે.

    નવી દિલ્હીઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આ સદીનો સૌથી મોટો વ્યાપારી જંગ શરૂ કરી દીધો છે. ટ્રમ્પે ચીનની પ્રોડક્ટસ પર 34 અબજ ડોલર (2.34 લાખ કરોડ રૂપિયા)ની જકાતને સંમતિ આપી દીધી છે. શુક્રવારથી તેને લાગુ કરી દેવામાં આવી છે. બ્લુમબર્ગના રીપોર્ટ અનુસાર, ટ્રમ્પે રીપોર્ટરોને જણાવ્યું કે આવનારા બે સપ્તાહમાં વધુ 16 અબજ ડોલરની ટેરિફ લગાવાશે. તેમણે કહ્યું કે આની પહેલા લગાવવામાં આવેલી ટેરિફ અને હવે પછી જે ટેરિફ લગાવાશે તે કુલ મળીને 550 અબજ ડોલર સુધી પહોંચશે. આ રકમ ચીનની અમેરિકામાં થતી કુલ વાર્ષિક નિકાસથી પણ વધારે થઇ જશે.

    બંને દેશો સતત લગાવી રહ્યા છે ટેરિફ


    હજુ જે ચીની પ્રોડક્ટસ પર અમેરાએ ઇમ્પોર્ટ ડ્યુટી લગાવી છે તેમાં સેમિકન્ડક્ટર અને એરપ્લેનના પાર્ટસ સામેલ છે. પ્રમુખપદ સંભાળ્યા પછી તરત ટ્રમ્પે ચીન પર બૌદ્ધિક સંપદા હનન કરવાનો અને વ્યાપાર ખાધને ગેરવાજબી રીતે વધારવાનો આરોપ લગાવ્યો હતો. બંને દેશો સતત એક બીજાની પ્રોડક્ટ્સ પર આયાત જકાત લગાવી રહ્યા છે.


    અત્યાર સુધી શરૂઆત અમેરિકા તરફથી થઇ છે અને તેના જવાબમાં ચીન ટેરિફ લગાવે છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું હતું કે તે પોતાના અર્થતંત્રના દરવાજા ખોલવા તૈયાર છે અને તે અમેરિકા તથા ભારત સાથે વ્યાપાર ખાધને ઓછી કરવાની દિશામાં પણ કામ કરે છે.

    ચીને કહ્યું અમે જવાબ આપવા મજબૂર


    આ બાજુ ચીને કહ્યું છે કે અમેરિકાએ આર્થિક ઇતિહાસની સૌથી મોટી ટ્રેડ વોર શરૂ કરી દીધી છે. કોમર્સ મિનિસ્ટ્રી તરફથી ઇશ્યુ થયેલા નિવેદનમાં જણાવ્યું કે, દેશના લોકો દેશ હિતની સુરક્ષા માટે ચીન જવાબ આપવા મજબૂર છે. ટ્રમ્પ વહિવટીતંત્ર તરફથી લગાવવામાં આવેલા 25 ટકા ટેરિફ ચીની પ્રોડક્ટ જેવી કે ઇન્ડસ્ટ્રીયલ મશીનરી, મેડિકલ ડિવાઇસ અને ઓટો પાર્ટને નિશાન બનાવી રહ્યું છે.

    ભારતની ટ્રેડ પોલિસી પર પણ સવાલ


    જૂનના અંતમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતની ટ્રેડ પોલિસી પર સવાલ કર્યો હતો. તેમનો આરોપ છે કે ભારતે અમેરિકાથી આવતી અનેક પ્રોડક્ટસ પર 100 ટકા ટેરિફ લગાવ્યો છે. આ સાથે તેમણે એવા બધા દેશો સાથે વ્યાપારી સંબંધો તોડવાની ધમકી આપી હતી જે અમેરિકાને લૂંટી રહ્યા છે. કેનેડાના ક્યુબેક શહેરમાં યોજાયેલી જી7 શિખર સંમેલનમાં તેમણે આ વાત કરી હતી.

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending