Home » Business » Economy » ડૂબતી બેન્કોને બચાવવા નવરત્ન કંપનીઓને પણ દાવ પર મોદી લગાવશે સરકાર? | Will Modi government take help of Navratna companies to save loss making PSU banks?

ડૂબતી બેન્કોને બચાવવા નવરત્ન કંપનીઓને પણ દાવ પર લગાવશે સરકાર?

Divyabhaskar.com | Updated - Jul 03, 2018, 05:20 PM

શું એલઆઇસી પછી કેન્દ્ર સરકાર નફો કરી રહેલી અન્ય સરકારી કંપનીઓને પણ આમાં જોડશે?

 • ડૂબતી બેન્કોને બચાવવા નવરત્ન કંપનીઓને પણ દાવ પર મોદી લગાવશે સરકાર? | Will Modi government take help of Navratna companies to save loss making PSU banks?

  નવી દિલ્હીઃ આ વર્ષે માર્ચ મહિનામાં IDBI બેન્કની કુલ નોન-પરફોર્મિંગ એસેટ એટલે કે એનપીએ 28 ટકા વધીને લગભગ રૂ.55,600 કરોડ થઇ ગઇ છે, જે અગાઉના વર્ષે 21.25 ટકા પર હતી. એનપીએના દબાણથી જ નાણાકીય વર્ષ 2017ના ચોથા ક્વાર્ટર દરમિયાન IDBI બેન્કને કુલ 5,662.76 કરોડની ચોખ્ખી ખોટ થઇ હતી.

  IDBI બેન્કની આ સ્થિતિ જોઇએ મે મહિનામાં આરબીઆઇએ પહેલીવાર કોઇ સરકારી બેન્કની નબળી હાલત સુધારવા માટે પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (પીસીએ) માટે તેને પસંદ કરી. આ માટે રિઝર્વ બેન્કે IDBI બેન્કના સતત પાંચ વર્ષ સુધી ખોટ સહન કરવાના તથ્યને પણ ધ્યાનમાં લીધું.

  કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2018 દરમિયાન 10,610 કરોડ બેન્કની નબળી હાલત સુધારવા કેપિટલ ઇન્ફ્યુઝન ખર્ચ માટે આપ્યા હતા. તેમ છતાં હજુ સુધી IDBI બેન્કની સ્થિતિમાં સુધારો થવાનો કોઇ સંકેત નથી. ઉલ્લેખનીય છે કે IDBI બેન્કમાં કેન્દ્ર સરકારનો 81 ટકા હિસ્સો છે અને નાણાપ્રધાન અરુણ જેટલીએ ગયા વર્ષે સંસદમાં નિવેદન આપ્યું હતું કે સરકાર પોતાનો હિસ્સો ઘટાડીને 50 ટકા લાવવાની ક્વાયત કરશે. પરંતુ છેલ્લા એક વર્ષ દરમિયાન IDBI બેન્કમાં હિસ્સો ખરીદવા માટે કોઇ ખાનગી ખેલાડી આગળ આવ્યો નથી.

  IDBI બેન્કને આગામી થોડા વર્ષોમાં એક મોટી રકમની જરૂર છે, જેનાથી તે પોતાની હાલત સુધારી શકે. આ રકમ કોઇ ખાનગી ખેલાડીને હિસ્સો વેચવાથી નથી મળી રહી. આ સ્થિતિમાં એલઆઇસી મારફત થનારું 11થી 13 હજાર કરોડ રૂપિયાનું રોકાણ બેન્કની સ્થિતિ સુધારવા માટે ખૂબ મહત્ત્વનું બનશે.


  જોકે, આ રોકાણની એલઆઇસી માટે જોખમ રહેશે. વળી, આ જોખમના કારણે જીવન વીમા નિગમમાં પડેલા સામાન્ય માણસના નાણાં જોખમમાં આવી જઇ શકે છે. આર્થિક જાણકારોને એવો ડર છે કે એલઆઇસીના IDBI બેન્કમાં રોકાણથી એલઆઇસી પર જોખમની સાથે સાથે વીમા ધારકોને નાણાં પરત કરવાની ક્ષમતાને પણ અસર થશે.

  આ સ્થિતિ એક વધુ હકીકત સાથે વધુ જોખમી નીવડી શકે છે, કારણ કે પાછલા વરસો દરમિયાન એલઆઇસીને પોતાની પોલિસી પર બોનસ ચુકવવામાં સમસ્યા થઇ રહી છે. એલઆઇસી દ્વારા IDBI બેન્કમાં આ રોકાણ કરવાના વિરોધમાં બેન્ક કર્મચારીઓના સંગઠને તાજેતરમાં જ કાર્યકારી પ્રધાન પીયૂષ ગોયેલને પત્ર લખીને કહ્યું હતું કે જે રીતે દેશની અનેક બેન્કો એનપીએની સમસ્યાથી ઝઝુમી રહી છે તેવી રીતે એલઆઇસી પણ ભારે એનપીએ અને ખરાબ રોકાણોની સમસ્યાથી ઝઝુમી રહી છે.

  આ સ્થિતિમાં જો એલઆઇસી પર IDBI બેન્કને બચાવવાની જવાબદારી આવે તો સંભવ છે કે આ દબાણ હેઠળ તે પોતે મુશ્કેલીમાં આવી જાય. એલઆઇસી પર મુશ્કેલીઓ વધવાથી જાહેર છે કે દેશમાં લગભગ 38 કરોડ વીમા પોલિસી ધારકોના રોકાણ પર પણ જોખમ ઊભું થશે.

  જો IDBIને બચાવવાની આ ક્વાયત સરકારની 21માંથી 8 બીમાર બેન્કોને બચાવવાની ફોર્મ્યુલા હોય તો શું તે પછી કેન્દ્ર સરકાર એનપીએના બોજ હેઠળ દબાયેલી અન્ય 17 બેન્કોને બચાવવા 17 સરકારી કંપનીઓ પર દાવ ખેલવાની તૈયારીમાં છે?

  હાલના સમયમાં સરકારી બેન્કોની યાદીમાં ત્રણ બેન્કોને છોડીને બધી બેન્કો એનપીએની સમસ્યામાં ઘેરાયેલી છે. તેથી સવાલ ઊઠે છે કે શું કેન્દ્ર સરકાર દેશમાં સરકારી બેન્કોની હાલત સુધારવા માટે સરકારી કંપનીનો સહારો લેવાની ફોર્મ્યુલા તૈયારી કરી છે અને LIC-IDBI ડીલ આ ફોર્મ્યુલાને પરખવાનો પહેલો નમૂનો છે?

  શું એલઆઇસી પછી કેન્દ્ર સરકાર નફો કરી રહેલી અન્ય સરકારી કંપનીઓને પણ આમાં જોડશે? વળી સવાલ એવો પણ થાય છે કે જો કેન્દ્ર સરકારને આ નીતિને અપનાવવાની જરૂર હતી તો તેણે પોતાની નવરત્ન કંપનીઓને છોડીને માત્ર LICને કેમ પસંદ કરી? શું એલઆઇસીમાં પડેલા પ્રજાના નાણાં આ નિર્ણયનું સૌથી મોટું કારણ છે?

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ