Home » Business » Economy » 35 રૂપિયાનું પેટ્રોલ 75 રૂપિયે મનમોહન સિંહે જે કર્યું તે મોદી કેમ નથી કરી શકતા? | Why Modi government can not do miracle to keep petrol prices low as Manmohan Singh did

35 રૂપિયાનું પેટ્રોલ 75 રૂપિયે, મનમોહનસિંહે જે કર્યું તે મોદી કેમ નથી કરી શકતા?

Divyabhaskar.com | Updated - May 02, 2018, 08:27 PM

સવાલ એ છે કે 115 ડોલરની કિંમત થઇ છતાં મનમોહનસિંહે જે કર્યું હતું તે મોદી 72 ડોલર પ્રતિ બેરલના લેવલે પણ કેમ નથી કરી શકતા?

 • 35 રૂપિયાનું પેટ્રોલ 75 રૂપિયે મનમોહન સિંહે જે કર્યું તે મોદી કેમ નથી કરી શકતા? | Why Modi government can not do miracle to keep petrol prices low as Manmohan Singh did
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  નવી દિલ્હીઃ ભારતમાં આજકાલ આમઆદમીની હાલત કફોડી બની છે. એકબાજુ કાળઝાળ ગરમી અને બીજી બાજુ પેટ્રોલ અન ડીઝલના ભડકે બળતા ભાવની બળતરા. આજે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જેટલો ઊછાળો જોવા મળી રહ્યો છે એવો 2014 પછી જોવા મળી નથી. દેશના મોટા ભાગના વિસ્તારોમાં પેટ્રોલ 75થી 80 રૂપિયાની વચ્ચે વેચાઇ રહ્યું છે. જ્યારે ડીઝલની કિંમત 65 રૂપિયાની આસપાસ છે. પેટ્રોલની કિંમતમાં અગાઉ ઘણીવાર તેજી આવેલી છે, પરંતુ આઝાદ ભારતના ઇતિહાસમાં ડીઝલ આટલું મોંઘુ ક્યારેય નથી થયું.

  નવી ટેલિકોમ પોલિસીમાં 40 લાખને રોજગારીનું લક્ષ્ય, ડ્રાફ્ટ જાહેર

  2014 કરતા હાલ ક્રુડ નીચું છે છતાં ભાવ આસમાને

  વળી, નવાઇની વાત એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલની કિંમત 2014માં હતી એવી હજુ આજે પણ નથી. તે સમયે એક બેરલ ઓઇલની કિંમત 115 ડોલરની ઉપર ચાલતી હતી. આટલી ઊંચી કિંમતે પણ ભારતમાં પેટ્રોલની કિંમત રૂ.75થી રૂ.80ની વચ્ચે હતી. બ્લુમબર્ગના રીપોર્ટ અનુસાર, હાલના સમયે ક્રુડની કિંમત જ્યાં છે તે લેવલ પર દુનિયાના કોઇ પણ દેશમાં સામાન્ય ગ્રાહકને એટલી ચોટ નથી પહોંચી રહી જેટલી ભારતમાં છે. મોટો સવાલ એ થાય છે કે આખરે કેમ ક્રુડ ઓઇલની કિંમત 100 ડોલરની ઉપર ગઇ હોવા છતાં 2014માં તે સમયની મનમોહનસિંહની સરકાર ગ્રાહકોને કિંમતમાં મોટો ઝાટકો આપવાનું ટાળતી હતી જ્યારે 2018માં મોદી સરકારના સમયમાં ક્રુડ 72 ડોલર પ્રતિ બેરલની સપાટી પર છે છતાં ગ્રાહકોને પરસેવો લાવી રહ્યું છે. અણીયારો સવાલ એ છે કે 115 ડોલરની કિંમત થઇ છતાં મનમોહનસિંહે જે કર્યું હતું તે મોદી 72 ડોલર પ્રતિ બેરલના લેવલે પણ કેમ નથી કરી શકતા? એ પણ એવા સમયે કે આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણી છે અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી છે

  સ્રોત: બ્લુમબર્ગ

  આ પણ વાંચો... SIM માટે આધારની અનિવાર્યતા થઇ શકે છે દૂર, DL-પાસપોર્ટ રહેશે માન્ય

  આગળ વાંચો....ડીઝલ લોકોને કેમ સૌથી વધુ દઝાડી રહ્યું છે...

 • 35 રૂપિયાનું પેટ્રોલ 75 રૂપિયે મનમોહન સિંહે જે કર્યું તે મોદી કેમ નથી કરી શકતા? | Why Modi government can not do miracle to keep petrol prices low as Manmohan Singh did
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  માર્કેટના હવાલે કિંમત

   

  હાલના સમયમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની કિંમત બજારના હવાલે છે. પહેલા પણ પેટ્રોલની કિંમતો બજાર આધારીત હતી પરંતુ ડીઝલની કિંમતો સરકાર નક્કી કરતી હતી, જે હવે બજારના હવાલે છે. આ જ કારણ છે કે ડીઝલ આજે લોકોને સૌથી વધારે દઝાડી રહ્યું છે. અગાઉ સરકાર ઓઇલ કંપનીઓને સબસિડી આપીને ડીઝલની કિંમતોને નિયંત્રણમાં રાખતી હતી. તેના કારણે 31 માર્ચ 2014 સુધી સબસિડીનો બોજ 9.6 અબજ ડોલર પર પહોંચ્યો હતો. 2014ના અંતમાં સરકારે સબસિડી પાછી ખેંચી લીધી. હવે હાલત એ છે કે ડીઝલ જ લોકોને સૌથી વધુ તકલીફ આપી રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે દેશમાં ટ્રાન્સપોર્ટેશન માટે 40 ટકા ડીઝલનો ઉપયોગ થાય છે.

   

   વિમાન સફરમાં પણ મળશે મોબાઇલ કોલ, નેટની સુવિધા, પ્રસ્તાવ મંજૂર

   

  આગળ વાંચો... કિંમત ઘટાડાય તો ફરી આવી પડે જૂની સમસ્યા...

 • 35 રૂપિયાનું પેટ્રોલ 75 રૂપિયે મનમોહન સિંહે જે કર્યું તે મોદી કેમ નથી કરી શકતા? | Why Modi government can not do miracle to keep petrol prices low as Manmohan Singh did
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  કિંમતો ઘટાડાય તો ફરીથી આવે જૂની પરેશાની


  સરકાર ઇચ્છે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે. તે માટે તેણે એક્સાઇઝ ડ્યુટી સહિત પેટ્રોલના વેચાણ માટે લાગતા જુદા જુદા ટેક્સ રેટમાં ઘટાડો કરવો પડે. આવું કરે તો ફરી જૂની સમસ્યા સામે આવે, જેનાથી છૂટવા સરકારે પગલાં લીધા હતા. એટલે કે પેટ્રોલિયમ પદાર્થો પર ટેક્સ ઘટાડે તો સરકારી તિજોરીને નુકસાન થાય. પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી અને અન્ય ટેક્થી સરકારને ચાલુ નાણાકીય વર્ષમાં આશરે 2.5 લાખ કરોડની આવક થવાનું અનુમાન છે. તે અગાઉના વર્ષ કરતા લગભગ 77 ટકા વધુ છે. સરકાર પહેલાથી રાજકોષિય ખાધને ઓછી કરવાની હર સંભવ કોશિશ કરી રહી છે. એટલે જો તે ટેક્સ ઘટાડે તો રાજકોષિય ખાધને ઘટાડાના તેના લક્ષ્યથી તે દૂર થઇ શકે છે. આમ તેની પાસે કોઇ ખાસ સ્કોપ રહેતો નથી.

   

  આગળ વાંચો...તો સરકાર પાસે આખરે શું વિકલ્પ છે?

 • 35 રૂપિયાનું પેટ્રોલ 75 રૂપિયે મનમોહન સિંહે જે કર્યું તે મોદી કેમ નથી કરી શકતા? | Why Modi government can not do miracle to keep petrol prices low as Manmohan Singh did
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  સરકાર પાસે છેવટે શું વિકલ્પ છે?


  સરકારી તિજોરીની હાલતને જોતા એ વાતની શક્યતા ઓછી જણાય છે કે તે ટેક્સ ઘટાડીને લોકોને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત આપે. આ સંજોગોમાં મોટો સવાલ એ થાય કે તો પછી સરકાર પાસે શું વિકલ્પ છે? રીપોર્ટ અનુસાર, સરકાર સબસિડીની પોતાની જૂની ફોર્મ્યુલા પર પાછી જઇ શકે છે. સરકાર કંપનીઓને કહી શકે છે કે તેઓ ગ્રાહકો પર પડતા બોજમાંથી થોડો બોજ પોતે પણ સહન કરે.

   

  આ મહિનામાં લોન્ચ થશે 4 મેગા કાર, ટોયોટા, હોન્ડા અને ટાટા વધારશે મુકાબલો

   

  આગળ વાંચો...કિંમતો કેમ પહોંચી આસામાને?

 • 35 રૂપિયાનું પેટ્રોલ 75 રૂપિયે મનમોહન સિંહે જે કર્યું તે મોદી કેમ નથી કરી શકતા? | Why Modi government can not do miracle to keep petrol prices low as Manmohan Singh did
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  કિંમતો કેમ પહોંચી આસામાને? 


  2014 પછી ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડની કિંમતમાં મોટો ઘટાડો આવ્યો હતો. શરૂઆતમાં કિંમતોમાં ઘટાડાનો ફાયદો લોકોને આપવામાં આવ્યો. જોકે પેટ્રોલ અને ડીઝલના ભાવ એક નિશ્ચિત સ્તર પર આવ્યા પછી સરકારે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઇલના ભાવ ઘટાડાનો પોતે પણ ફાયદો લેવા ઘટાડાના પ્રમાણ અનુસાર ટેક્સ (એક્સાઇઝ ડ્યુટી) વધારવાનું શરૂ કરી દીધું. પરિણામ એ આવ્યું કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઓઇલના ભાવ તળિયે ચાલી રહ્યા હોવા છતાં ભારતીય ગ્રાહકોને એક ચોક્કસ હદ સુધી જ સસ્તા પેટ્રોલ અને ડીઝલનો લાભ મળ્યો. હવે જ્યારે ક્રુડની કિંમતો ફરી વધી રહી છે ત્યારે મોદી સરકાર રાજકોષિય ખાધની ચિંતાને લઇને વધારેલો ટેક્સ પાછો ખેંચવાનું ટાળી રહી છે.

   

  આગળ વાંચો... કેટલો વધ્યો ટેક્સ

 • 35 રૂપિયાનું પેટ્રોલ 75 રૂપિયે મનમોહન સિંહે જે કર્યું તે મોદી કેમ નથી કરી શકતા? | Why Modi government can not do miracle to keep petrol prices low as Manmohan Singh did

  કેટલો વધ્યો ટેક્સ


  જો સપ્ટેમ્બર 2014 પછીની વાત કરીએ તો અત્યાર સુધી ફક્ત ડીઝલ પર જ રૂ.17.33 પ્રતિ લીટર જેટલો ટેક્સ વધારવામાં આવ્યો છે. તેમાં ગયા વર્ષે ઓક્ટોબરમાં માત્ર 2 રૂપિયાનો ઘટાડો કરાયો હતો. ટેક્સમાં આ ઘટાડો પેટ્રોલના ભાવમાં પણ થયો હતો. એવું મનાય છે કે માત્ર 2 રૂપિયાના ઘટાડાથી સરકારી તિજોરીને રૂ.26,000 કરોડનું નુકસાન થશે. હાલ પણ જે કિંમતે પેટ્રોલ વેચાઇ રહ્યું છે તેમાં અડધાથી વધુ હિસ્સો ટેક્સનો છે, જે સરકાર વસૂલી રહી છે. જો દિલ્હીની વાત કરીએ તો ટેક્સ વિના 19 એપ્રિલે પેટ્રોલની કિંમત માત્ર રૂ.35.20 થાય જ્યારે તે રૂ.75.10ની આસપાસ વેચાઇ રહ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

Trending

વીડિયો વધુ જુઓ