ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Economy» ટ્રમ્પ ભારત પર ફરી બગડ્યા- અમને લૂંટી રહ્યા છે કેટલાક દેશો, વેપાર સંબંધો તોડવાની પણ ધમકી | Trump accused New Delhi of charging 100 per cent tariff on some of the US' goods

  ટ્રમ્પ ભારત પર ફરી બગડ્યા- અમને લૂંટી રહ્યા છે કેટલાક દેશો, વેપાર સંબંધો તોડવાની ધમકી

  moneybhaskar.com | Last Modified - Jun 11, 2018, 03:07 PM IST

  ટ્રમ્પનો આરોપ છે કે ભારતે અમેરિકામાંથી આવતી અનેક પ્રોડક્ટસ પર 100 ટકા ટેરિફ લગાવી દીધી છે.
  • ટ્રમ્પ ભારત પર ફરી બગડ્યા- અમને લૂંટી રહ્યા છે કેટલાક દેશો, વેપાર સંબંધો તોડવાની ધમકી
   ટ્રમ્પ ભારત પર ફરી બગડ્યા- અમને લૂંટી રહ્યા છે કેટલાક દેશો, વેપાર સંબંધો તોડવાની ધમકી

   વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતની ટ્રેડ પોલિસી પર સવાલ ઊઠાવ્યો છે. તેમનો આરોપ છે કે ભારતે અમેરિકામાંથી આવતી અનેક પ્રોડક્ટસ પર 100 ટકા ટેરિફ લગાવી દીધી છે. એટલું જ નહિ, ટ્રમ્પે તેનાથી આગળ વધીને એવા બધા દેશો સાથે વ્યાપારી સંબંધો તોડવાની ધમકી આપી છે જે અમેરિકાને લૂંટી રહ્યા છે.

   કેનાડાના ક્યુબેક (Quebec) શહેરમાં ચાલી રહેલા G7 સંમેલન દરમિયાન તેમણે આ મુજબ જણાવ્યું છે. આ દરમિયાન તેમણે સર્વસંમત નિવેદનને માત્ર ફગાવી નથી દીધું પરંતુ કાર્યક્રમના યજમાનને પણ ખરાબ રીતે બેઇજજત કર્યા.

   દરેક જણ અમને લૂંટી રહ્યા છે


   આ પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું કે, `અમે તો પિગીબેન્ક જેવા થઇ ગયા છીએ અને દરેક જણ અમને લૂંટી રહ્યું છે.' તેમણે ભારત તરફ ઇશારો કરતા કહ્યું કે ટેરિફ વિશે અમેરિકાની જે ફરિયાદો છે તે ફક્ત વિકસિત દેશો સામે જ નથી.

   અમેરિકન પ્રેસિડન્ટે જણાવ્યું કે આ માત્ર G7 નથી. મારો કહેવાનો અર્થ એ છે કે અમારી સામે ભારત પણ છે જ્યાં દરેક ચીજો પર 100 ટકા ટેરિફ છે અને અમે કશું વસૂલ નથી કરી રહ્યા. અમે એવું નથી કરી શકતા. અમે તે સિવાય બીજા અનેક દેશો અંગે પણ વાત કરી રહ્યા છીએ.

   ભારતે લગાવી ડ્યુટી


   ટ્રમ્પ તેની પહેલા અમેરિકાની હાર્લી ડેવિડસન મોટરસાયકલ પર લાગતી ડ્યુટી અંગે ભારત વિરુદ્ધ ઘણુ બધુ બોલી ચૂક્યા છે. તેમણે ભારતમાંથી આવતી હજારો મોટરસાયકલ્સ પર ઇમ્પોર્ટ ટેરિફ વધારવાની ધમકી પણ આપી છે.

   અમેરિકન પ્રમુખે કહ્યું કે, અમે દરેક દેશ સાથે વાત કરી રહ્યા છીએ અને આ બધુ હવે બંધ થશે. નહિ તો અમે તેમની સાથે કારોબાર બંધ કરી દઇશું. જો અમને એવું કરવું પડશે તો તે અમારા માટે ઘણું લાભકારક જ સાબિત થશે.

   અમને ડ્યુટીથી મુક્તિ જોઇએ


   ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે ભારત અને અમેરિકાના સંબંધનો સારો તબક્કો ચાલી રહ્યો છે. દાખલા તરીકે, બંને દેશો વચ્ચે દ્વિપક્ષી વેપાર ગયા વર્ષે 11 અબજ ડોલર વધીને 125 અબજ ડોલર થયો હતો, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. અમેરિકા ફર્સ્ટ પોલિસીને લઇને ચાલતા ટ્રમ્પનું કહેવું છે કે તેમનું અંતિમ લક્ષ્ય દરેક પ્રકારના વેપાર ટેરિફને દૂર કરવાનું છે. તેમણે કહ્યું કે, `અંતે તમારે આ જ જોઇએ. તમારે વ્યાપાર ટેરિફથી મુક્તિ જોઇએ. તમારે કોઇ અવરોધ નહિ જોઇએ અને તમારે કોઇ પ્રકારની સબસિડી નહિ જોઇએ. કારણ કે તમારી સામે એવા પણ અનેક કેસો છે જ્યાં દેશ ગેરવાજબી સબસિડી આપી રહ્યો છે.'

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Economy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ટ્રમ્પ ભારત પર ફરી બગડ્યા- અમને લૂંટી રહ્યા છે કેટલાક દેશો, વેપાર સંબંધો તોડવાની પણ ધમકી | Trump accused New Delhi of charging 100 per cent tariff on some of the US' goods
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  Top
  `