Divya Bhaskar

Home » Business » Economy » ટ્રમ્પ ભારત પર ફરી બગડ્યા- અમને લૂંટી રહ્યા છે કેટલાક દેશો, વેપાર સંબંધો તોડવાની પણ ધમકી | Trump accused New Delhi of charging 100 per cent tariff on some of the US' goods

ટ્રમ્પ ભારત પર બગડ્યા- અમને લૂંટે છે કેટલાક દેશો, વેપાર બંધ કરવા ધમકી

Divyabhaskar.com | Updated - Jun 11, 2018, 08:30 PM

ટ્રમ્પનો આરોપ છે કે ભારતે અમેરિકામાંથી આવતી અનેક પ્રોડક્ટસ પર 100 ટકા ટેરિફ લગાવી દીધી છે.

  • ટ્રમ્પ ભારત પર ફરી બગડ્યા- અમને લૂંટી રહ્યા છે કેટલાક દેશો, વેપાર સંબંધો તોડવાની પણ ધમકી | Trump accused New Delhi of charging 100 per cent tariff on some of the US' goods
    ટ્રમ્પે ભારત તરફ ઇશારો કરતા કહ્યું કે ટેરિફ વિશે અમેરિકાની જે ફરિયાદો છે તે ફક્ત વિકસિત દેશો સામે જ નથી.

    વોશિંગ્ટનઃ અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતની ટ્રેડ પોલિસી પર સવાલ ઊઠાવ્યો છે. તેમનો આરોપ છે કે ભારતે અમેરિકામાંથી આવતી અનેક પ્રોડક્ટસ પર 100 ટકા ટેરિફ લગાવી દીધી છે. એટલું જ નહિ, ટ્રમ્પે તેનાથી આગળ વધીને એવા બધા દેશો સાથે વ્યાપારી સંબંધો તોડવાની ધમકી આપી છે જે અમેરિકાને લૂંટી રહ્યા છે.

    કેનાડાના ક્યુબેક (Quebec) શહેરમાં યોજાયેલા G7 સંમેલન દરમિયાન તેમણે આ મુજબ જણાવ્યું છે. G7 સંમેલન કોઇ નિષ્કર્ષ વિના પૂરું થયું, કારણ કે તેમણે સર્વસંમત નિવેદનને માત્ર ફગાવી દીધું ન હતું પરંતુ કાર્યક્રમના યજમાનને પણ ખરાબ રીતે બેઇજજત કર્યા હતા.

    દરેક જણ અમને લૂંટી રહ્યા છે


    આ પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું કે, `અમે તો પિગીબેન્ક જેવા થઇ ગયા છીએ અને દરેક જણ અમને લૂંટી રહ્યું છે.' તેમણે ભારત તરફ ઇશારો કરતા કહ્યું કે ટેરિફ વિશે અમેરિકાની જે ફરિયાદો છે તે ફક્ત વિકસિત દેશો સામે જ નથી.

    અમેરિકન પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે, `આ માત્ર G7 નથી. મારો કહેવાનો અર્થ એ છે કે અમારી સામે ભારત પણ છે જ્યાં દરેક ચીજો પર 100 ટકા ટેરિફ છે અને અમે કશું વસૂલ નથી કરી રહ્યા. અમે એવું નથી કરી શકતા. અમે તે સિવાય બીજા અનેક દેશો અંગે પણ વાત કરી રહ્યા છીએ.'

    ભારતે લગાવી ડ્યુટી


    ટ્રમ્પ તેની પહેલા અમેરિકાની હાર્લી ડેવિડસન મોટરસાયકલ પર લાગતી ડ્યુટી અંગે ભારત વિરુદ્ધ ઘણુ બધુ બોલી ચૂક્યા છે. તેમણે ભારતમાંથી આવતી હજારો મોટરસાયકલ્સ પર ઇમ્પોર્ટ ટેરિફ વધારવાની ધમકી પણ આપી છે.

    અમેરિકન પ્રમુખે કહ્યું કે, અમે દરેક દેશ સાથે વાત કરી રહ્યા છીએ અને આ બધુ હવે બંધ થશે. નહિ તો અમે તેમની સાથે કારોબાર બંધ કરી દઇશું. જો અમને એવું કરવું પડશે તો તે અમારા માટે ઘણું લાભકારક જ સાબિત થશે.

    આગળ વાંચો....અમને આવા અવરોધ નહિ જોઇએ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending