Divya Bhaskar

Home » Business » Economy » Skymet Weather forecasts normal monsoon with 100% rain in this year

આ ચોમાસામાં જળશ્રીકૃષ્ણની કૃપા વરસશે: દેશમાં મોટા ભાગે 100% વરસાદનું અનુમાન

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 05:08 PM

સ્કાઇમેટ વેધરના રીપોર્ટ પ્રમાણે, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન 100 ટકા વરસાદ પડવાનું અનુમાન છે અને દુષ્કાળની સંભાવના શૂન્ય છે.

  • Skymet Weather forecasts normal monsoon with 100% rain in this year
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્કાયમેટ વેધરની આગાહી અનુસાર આ વર્ષે દુષ્કાળની બિલકુલ સંભાવના નથી અને 100 ટકા વરસાદ પડશે

    નવી દિલ્હીઃ ખેડૂતો અને ખેતી પર નિર્ભર માણસો તથા પાણી માટે વલખાં મારનારા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. આ વર્ષે દેશમાં ચોમાસુ સામાન્ય રહેશે. એટલે જે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન 100 ટકા વરસાદ પડવાનું અનુમાન છે. જ્યારે સામાન્યથી વધુ વરસાદ થવાની સંભાવના 20 ટકા છે. હવામાનની જાણકારી આપનારી પ્રાઇવેટ એજન્સી સ્કાઇમેટ વેધરે ચોમાસા પરનો તેનો તાજો રીપોર્ટ વેબસાઇટ પર જાહેર કર્યો છે. રીપોર્ટ અનુસાર, દુષ્કાળની સંભાવના શૂન્ય ટકા છે.

    આખી સીઝનમાં 96 ટકાથી 104 ટકા વરસાદ


    સ્કાઇમેટના જણાવ્યા અનુસાર, આ વર્ષે દુષ્કાળ પડવાની શક્યતા નથી. એજન્સી કહે છે કે આ વર્ષે જૂન-સપ્ટેમ્બર વચ્ચે 100 ટકા વરસાદનું અનુમાન છે. આખી સીઝન માટે 96 ટકાથી 104 ટકા વરસાદની શક્યતા 55 ટકા છે. રીપોર્ટ અનુસાર સામાન્યથી વધારે વરસાદની શક્યતા 20 ટકા છે અને સામાન્યથી ઓછા વરસાદની શક્યતા પણ 20 ટકા છે.

    કયા શહેરમાં કેટલો વરસાદ

    ઉત્તર ભારત

    ભારે વરસાદઃ ઉત્તર ભારતના વારાણસી, ગોરખપુર, લખનૌ, શિમલા, મનાલી, દહેરાદૂન, શ્રીનગર સહિત પૂર્વ યુપી, ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ એન્ડ કાશ્મીરમાં સામાન્યથી વધારે વરસાદની સંભાવના છે.

    સામાન્ય વરસાદઃ ઉત્તર ભારતમાં દિલ્હી, અમૃતસર, ચંદીગઢ, આગ્રા, જયપુર અને જોધપુરના વિસ્તારોમાં સામાન્ય વરસાદની ધારણા છે.

    સેન્ટ્રલ ઇન્ડિયા

    ભારે વરસાદઃ મધ્ય ભારતમાં મુંબઇ, પૂણે, નાગપુર, નાસિક, ઇન્દોર, જબલપુર, રાયપુર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

    સામાન્ય વરસાદઃ જ્યારે મધ્ય ભારતના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સૂરતમાં સામાન્ય વરસાદની સંભાવના છે.

    દક્ષિણ ભારત


    શરૂઆતના મહિનાઓમાં દક્ષિણના શહેરો જેવા કે ચેન્નાઇ, બેંગલુરુ, થિરુવનંતપુરમ, કોન્નૂર, કોઝિકોડ, મંગલુરુ, હૈદરાબાદ, કર્ણાટકના તટીય વિસ્તારો, વિજયવાડા, વિશાખાપટ્ટનમમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય અથવા સામાન્યથી સહેજ ઓછું રહી શકે છે.

    આગળ વાંચો...ક્યા મહિને કેટલો પડશે વરસાદ

  • Skymet Weather forecasts normal monsoon with 100% rain in this year
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ક્યા મહિને કેટલો પડશે વરસાદ
     

    જૂન 2018


    જૂનમાં લોંગ પીરિયડ એવરેજ (LPA) 111 ટકા રહી શકે છે. આ દરમિયાન 164 એમએમ વરસાદ પડી શકે છે. જૂનમાં 60 ટકા ચાન્સ છે કે સામાન્યથી વધારે વરસાદ પડશે, 30 ટકા સંભાવના સામાન્ય વરસાદ પડવાની છે જ્યારે 10 ટકા સંભાવના સામાન્ય કરતા ઓછા વરસાદની છે.

     

    જુલાઇ 2018


    જુલાઇમાં લોંગ પીરિયડ એવરેજ (LPA) 97 ટકા રહી શકે છે. આ દરમિયાન 289 એમએમ વરસાદ પડવાની સંભાવના છે. જૂનમાં 15 ટકા ચાન્સ છે કે સામાન્યથી વધારે વરસાદ પડશે. 55 ટકા સંભાવના સામાન્ય વરસાદની છે જ્યારે 30 ટકા જ સંભાવના છે કે સામાન્ય કરતા ઓછો વરસાદ થાય.

     

    આગળ વાંચો... ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદનું અનુમાન

     

  • Skymet Weather forecasts normal monsoon with 100% rain in this year

    ઓગસ્ટ 2018


    ઓગસ્ટમાં લોંગ પીરિયડ એવરેજ (LPA) 96 ટકા રહી શકે છે. આ દરમિયાન 261 એમએમ વરાદ પડી શકે છે. ઓગસ્ટમાં 10 ટકા ચાન્સ છે કે સામાન્યથી વધારે વરસાદ થાય. 55 ટકા શક્યતા સામાન્ય વરસાદ પડવાની છે જ્યારે 35 ટકા જ સંભાવના છે કે સામાન્યથી ઓછો વરસાદ પડે.

     

    સપ્ટેમ્બર 2018

     

    સપ્ટેમ્બરમાં લોંગ પીરિયડ એવરેજ (LPA) 101 ટકા રહી શકે છે. આ દરમિયાન 173 એમએમ વરસાદ પડવાની સંભાવના છે. સપ્ટેમ્બરમાં 20 ટકા ચાન્સ છે કે સામાન્યથી વધારે વરસાદ થશે. 60 ટકા શક્યતા સામાન્ય વરસાદની છે જ્યારે 20 ટકા જ શક્યતા છે કે સામાન્ય કરતા ઓછો વરસાદ થાય.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

Trending