Divya Bhaskar

Home » Business » Economy » RBI Annual Report year 2017-18: Indian economy has improved in the last financial year

મિત્રો... સરકારે કહ્યું: 3થી 4 લાખ કરોડ પાછા નહીં આવે, RBIએ કહ્યું: 15.41 લાખ કરોડમાંથી 15.31 લાખ કરોડ પાછા આવ્યા

Divyabhaskar.com | Updated - Aug 30, 2018, 03:38 AM

માર્ચ 2018 સુધી 18.03 લાખ કરોડ રૂપિયા ચલણમાં આવી ચૂક્યા છે

  • RBI Annual Report year 2017-18: Indian economy has improved in the last financial year

    મુંબઈ: નોટબંધીની વાસ્તવિકતા હવે સંપૂર્ણપણે બહાર આવી ગઈ છે. રિઝર્વ બેન્કે બુધવારે રજૂ કરેલા તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે 500-1000ની નોટબંધ કરી હતી તેમાંથી 99.3% નોટ બેન્કોમાં પરત આવી ગઈ છે. આ નોટની ગણતરી પણ પૂરી થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરી હતી.

    રૂ. 500 અને 1000ની 99.3 % જૂની નોટ બેન્કમાં પરત પહોંચી

    પ્રતિબંધિત નોટ ગણવામાં રિઝર્વ બેન્કને લગભગ 22 મહિના લાગ્યા હતા. નોટબંધીની જાહેરાત સમયે 500-1000ની 15.41 લાખ કરોડ નોટ ચલણમાં હતી. રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર તેમાંથી 15.41 લાખ કરોડની નોટ બેન્કોમાં જમા થઈ ગઈ છે. માત્ર 10720 કરોડની જૂની નોટ પરત આવી નથી. સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે 3-4 લાખ કરોડ રૂપિયાનું કાળું નાણું પાછું નહીં આવવાની આશા છે.

    નોટબંધી બાદ સરકારે લોકોને જૂની ચલણી નોટો બેન્કમાં જમા કરાવવાની મંજૂરી આપી હતી. આ નોટ મારફતે પેટ્રોલ-ડીઝલ ખરીદવાની, સરકારી બસમાં ટિકિટ લેવાની, વીજળી બિલ અને હોસ્પિટલ બિલ ભરવાની મંજૂરી આપી હતી. 99.3% નોટમાં આ બધુ સામેલ છે. આર્થિક બાબતોના સચિવ એસ સી ગર્ગે દાવો કર્યો હતો કે કાળુ નાણું, નકલી નોટ અને ટેરર ફન્ડીંગ પર અંકુશ લાવવા અને ડિજિટલ વ્યવહારને ઉત્તેજન આપવામાં નોટબંધીનો હેતુ પૂરો થયો છે.

    2016માં બંધ કરવામાં આવેલી 500 અને 1000ની જૂની નોટોનું મુલ્ય રૂ. 15.44 લાખ કરોડ
    500 અને 2000ની નવી નોટ છાપવાનો ખર્ચ રૂ. 8,000 કરોડ
    ઓગસ્ટ 2017 સુધી સર્ક્યુલેશનમાં પરત આવેલી નોટોનું મુલ્ય રૂ. 15.28 લાખ કરોડ
    માર્ચ 2018 સુધી સર્ક્યુલેશનમાં હાજર નોટોનું મુલ્ય રૂ. 18.03 લાખ કરોડ

    80 % કરન્સી 500 અને 2000ની ચલણી નોટની


    સરકારે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવા મોટી ચલણી નોટ બંધ કરી છે પરંતુ આ દાવો પણ યોગ્ય લાગતો નથી. નોટબંધી અગાઉ 86% કરન્સી 500 અને 1000ની ચલણી નોટોની હતી. 500 રૂપિયાની નવી નોટ અને 2000ની ચલણી નોટનું મૂલ્ય માર્ચ 2017માં 72.7% હતું જે માર્ચ 2018માં 80.2% થઈ ગયું. માર્ચ 2018માં કુલ 18.04 લાખ કરોડ રૂપિયા ચલણમાં હતા જે માર્ચ 2017 કરતા 37.7% વધુ છે.

    નોટબંધીથી કાળા નાણા પર અંકુશ આવ્યો છે: એસ સી ગર્ગ


    નોટબંધી અંગે રિઝર્વ બેન્કનો અહેવાલ આવ્યા બાદ આર્થિક બાબતોના સચિવ એસ સી ગર્ગે દાવો કર્યો હતો કે કાળા નાણા પર અંકુશ લાવવો, નકલી નોટ પર બ્રેક મારવા અને ટેરર ફન્ડીંગ પર અંકુશ લાવવાના તથા ડિજિટલ વ્યવહારને ઉત્તેજન આપવાનો સરકારનો હેતુ નોટબંધીને કારણે પૂરો થયો છે. આગામી સમયમાં હજુ પણ આ નોટબંધીને લીધે ઘણો ફાયદો થશે.

    RBIનો દાવો- 50ની નકલી નોટ 154% , 100ની નકલી નોટ 35% વધી

    નોટબંધી પછી 2017-18માં નકલી નોટમાં ઘટાડો થયો છે. 2015-16માં 632926 નકલી નોટો પકડી પાડવામાં આવી હતી જ્યારે 2016-17માં 762072 નકલી નોટો પકડી પડાઈ હતી. 2017-18માં 522783 નકલી નોટો મળી હતી. નકલી નોટમાં 31.4%નો ઘટાડો નોંધાયો છે. 100 રૂપિયાની નકલી નોટની સંખ્યામાં 35%નો વધારો થયો છે જ્યારે 50 રૂપિયાની નકલી નોટમાં 154.3%નો વધારો થયો છે. બેન્કોમાં 500ની 9892 નવી નકલી નોટ અને 2000ની 17929 નકલી નોટ મળી આવી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending