Divya Bhaskar

Home » Business » Economy » Q 1 GDP growth rate 8.2 percent highest in over two years

એપ્રિલ-જૂનમાં GDP ગ્રોથ 8.2%, 27 મહિનામાં સૌથી વધુ, ભારતનો વિકાસ દર વિશ્વમાં સૌથી તેજ

Divyabhaskar.com | Updated - Aug 31, 2018, 06:40 PM

એપ્રિલ-જૂનમાં GDP ગ્રોથ 8.2% રહ્યો છે. જે 9 ક્વાર્ટર એટલે કે 27 મહિનામાં સૌથી વધુ છે.

  • Q 1 GDP growth rate 8.2 percent highest in over two years

    નવી દિલ્હીઃ એપ્રિલ-જૂનમાં GDP ગ્રોથ 8.2% રહ્યો છે. જે 9 ક્વાર્ટર એટલે કે 27 મહિનામાં સૌથી વધુ છે. આ પહેલાં જાન્યુઆરી-માર્ચ 2016માં આ 9.2% હતો. ગત કવાર્ટરમાં GDP ગ્રોથ 7.7% રહ્યો હતો. વિકાસ દરમાં સતત ચોથા ક્વાર્ટરમાં વધારો નોંધાયો છે. ભારતનો ગ્રોથ દુનિયામાં સૌથી તેજ બન્યો છે. એપ્રિલ-જૂનમાં ચીનનો વિકાસ દર 6.7% રહ્યો.

    વિકાસ દરમાં સતત ચોથા ક્વાર્ટરમાં વધારો

    કવાર્ટર GDP ગ્રોથ
    એપ્રિલ-જૂન, 2018 8.2%
    જાન્યુઆરી-માર્ચ, 2018 7.7%
    ઓક્ટોબર-ડિસેમ્બર, 2017 7%
    જુલાઈ-સપ્ટેમ્બર, 2017 6.3%
    એપ્રિલ-જનૂ, 2017 5.6%

    ગ્રોથમાં તેજીનું કારણ


    એપ્રિલ-જૂનમાં મેન્યુફેકચરિંગ અને કન્સ્ટ્રકશન સેકટરનો ગ્રોથથી ઘણો જ ફાયદો મળ્યો. મેન્યુફેકચરિંગમાં વિકાસ દર 13.5% અને કન્સ્ટ્રકશનમાં 8.7% રહ્યો. માઈનિંગ સેકટરમાં 0.1% અને એગ્રીકલ્ચરમાં 5.3% ગ્રોથ નોંધાયો. ફાયનાન્સિયલ સર્વિસ સેકટર 6.5%ના રેટે વધ્યો.

    ચીન અમેરિકાથી તેજ ભારતનો ગ્રોથ

    ક્વાર્ટર ચીન અમેરિકા
    એપ્રિલ-જૂન 6.7% 4.2%
    જાન્યુઆરી-માર્ચ 6.8% 2.2%
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending