ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Economy» છેલ્લા 4 વર્ષમાં કેટલી રોજગારી પેદા થઇ? મંત્રાલયોને આંકડા તૈયાર કરવા PMની સૂચના | PM asks ministries to calculate numbers of job creation in last 4 years

  છેલ્લા 4 વર્ષના રોજગારીના આંકડા તૈયાર કરવા મંત્રાલયોને PMની સૂચના

  Divyabhaskar.com | Last Modified - May 08, 2018, 05:09 PM IST

  આ આંકડાનો હેતું એ છે કે જો તેમને 2014 જેવી ઐતિહાસિક જીત મેળવવી હશે તો આ આંકડા નિર્ણાયક સાબિત થઇ શકે છે.
  • 2019ની ચૂંટણી અગાઉ પીએમ મોદીએ મંત્રાલયોને રોજગારીને લગતા આંકડા તૈયાર કરવા સૂચના આપી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   2019ની ચૂંટણી અગાઉ પીએમ મોદીએ મંત્રાલયોને રોજગારીને લગતા આંકડા તૈયાર કરવા સૂચના આપી.

   નવી દિલ્હીઃ આગામી 2019ની સામાન્ય ચૂંટણી અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રાલયોને છેલ્લા 4 વર્ષ દરમિયાન રોજગારી પેદા થઇ તેને લગતા આંકડા તૈયાર કરવા જણાવ્યું છે. વિવિધ મંત્રાલયોને સૂચના આપવામાં આવી છે કે તેમણે કરેલા પ્રોજેક્ટ્સ અને કાર્યક્રમોની વિગતો તૈયાર કરે અને તેમાંથી કેટલી રોજગારીનું નિર્માણ થયું તેના આંકડા આપે એવું આ અંગે જાણતા એક સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે.

   - બ્લુમબર્ગના એક રીપોર્ટ અનુસાર, તેમને વિવિધ પ્રોગ્રામ્સની જીડીપી પર કેટલી અસર થઇ તેની ગણતરી પણ આપવા જણાવ્યું છે.
   - માહિતી આપનારે નિયમોને ટાંકીને પોતાની ઓળખ જાહેર નહિ કરવાનો આગ્રહ કર્યો છે. આ અંગે વડાપ્રધાન કાર્યાલયના પ્રવક્તા જગદીશ ઠક્કરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ તેમણે કોલનો જવાબ ન આપ્યો.

   મંત્રાલયોને ટોપ 5 જિલ્લાઓની યાદી તૈયાર કરવા જણાવાયું

   - રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, `આ રીપોર્ટ તૈયાર કરવા પાછળ સરકારનો હેતુ એવા આક્ષેપનો જવાબ આપવાનો છે કે તેમણે દર વર્ષે 1 કરોડ જોબ પેદા કરવાનો જે વાયદો કર્યો હતો તે પૂરો કરવામાં નિષ્ફળ ગયા છે. જો તેમને 2014 જેવી ઐતિહાસિક જીત મેળવવી હશે તો આ આંકડા નિર્ણાયક સાબિત થઇ શકે છે. રોજગાર નિર્માણ મોદી સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે. તેમણે પોતાના મંત્રાલયોના સાથીઓ સાથે એવા ટોપ 5 જિલ્લાઓની યાદી બનાવવાનું પણ કહ્યું છે કે જેમને સરકારી યોજનાઓ અને કાર્યક્રમોથી સૌથી વધુ ફાયદો થયો છે. તે ઉપરાંત લોકોની જીવન શૈલીમાં આવેલા પરિવર્તનનો અભ્યાસ કરવા પણ જણાવ્યું છે.'

   બની શકે કે આંકડા ચોક્કસ ન હોય- અધિકારી

   - એક અધિકારીએ જણાવ્યું કે, `આની પાછળ આંકડા અને ગાણિતિક સાબિતી રજૂ કરવાનો આશય છે, પરંતુ ગાણિતિક રીતે તેના પર કામ કરવું ખૂબ જ મુશ્કેલ છે અને જે પણ પરિણામો આવશે તે એકદમ ચોક્કસ ન હોય એવું બની શકે.'
   - ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ સોમવારે ભાજપના કાર્યકર્તાઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફત વાતચીત કરીને કહ્યું હતું કે, `બેરોજગારી આશરે 60 વર્ષ સુધી દેશ પર રાજ કરનારી કોંગ્રેસનો વારસો છે. આપણી સરકારનું ધ્યાન સરકારી અને ખાનગી ક્ષેત્રમાં રોજગારની વધારે સંભાવના પેદા કરવા પર છે.'

   એપ્રિલમાં ઘટ્યો બેરોજગારી દર

   - રીપોર્ટમાં મુંબઇ સ્થિત બિઝનેસ ઇન્ફોર્મેશન કંપનીને ટાંકીને રોજગારીના આંકડા આપવામાં આવ્યા. તેમાં બતાવવામાં આવ્યું છે કે 15 મહિના સુધી 6.23 ટકા પર રહેલો બેરોજગારીનો દર એપ્રિલ મહિનામાં 0.37 ટકા ઘટીને 5.86 ટકા થયો હતો.

  • સરકારનો હેતુ દર વર્ષે 1 કરોડ રોજગાર પેદા કરવાનો વાયદો નિષ્ફળ ગયો એવા આક્ષેપને જવાબ આપવાનો છે. ફાઇલ ફોટો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સરકારનો હેતુ દર વર્ષે 1 કરોડ રોજગાર પેદા કરવાનો વાયદો નિષ્ફળ ગયો એવા આક્ષેપને જવાબ આપવાનો છે. ફાઇલ ફોટો.

   નવી દિલ્હીઃ આગામી 2019ની સામાન્ય ચૂંટણી અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રાલયોને છેલ્લા 4 વર્ષ દરમિયાન રોજગારી પેદા થઇ તેને લગતા આંકડા તૈયાર કરવા જણાવ્યું છે. વિવિધ મંત્રાલયોને સૂચના આપવામાં આવી છે કે તેમણે કરેલા પ્રોજેક્ટ્સ અને કાર્યક્રમોની વિગતો તૈયાર કરે અને તેમાંથી કેટલી રોજગારીનું નિર્માણ થયું તેના આંકડા આપે એવું આ અંગે જાણતા એક સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે.

   - બ્લુમબર્ગના એક રીપોર્ટ અનુસાર, તેમને વિવિધ પ્રોગ્રામ્સની જીડીપી પર કેટલી અસર થઇ તેની ગણતરી પણ આપવા જણાવ્યું છે.
   - માહિતી આપનારે નિયમોને ટાંકીને પોતાની ઓળખ જાહેર નહિ કરવાનો આગ્રહ કર્યો છે. આ અંગે વડાપ્રધાન કાર્યાલયના પ્રવક્તા જગદીશ ઠક્કરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ તેમણે કોલનો જવાબ ન આપ્યો.

   મંત્રાલયોને ટોપ 5 જિલ્લાઓની યાદી તૈયાર કરવા જણાવાયું

   - રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, `આ રીપોર્ટ તૈયાર કરવા પાછળ સરકારનો હેતુ એવા આક્ષેપનો જવાબ આપવાનો છે કે તેમણે દર વર્ષે 1 કરોડ જોબ પેદા કરવાનો જે વાયદો કર્યો હતો તે પૂરો કરવામાં નિષ્ફળ ગયા છે. જો તેમને 2014 જેવી ઐતિહાસિક જીત મેળવવી હશે તો આ આંકડા નિર્ણાયક સાબિત થઇ શકે છે. રોજગાર નિર્માણ મોદી સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે. તેમણે પોતાના મંત્રાલયોના સાથીઓ સાથે એવા ટોપ 5 જિલ્લાઓની યાદી બનાવવાનું પણ કહ્યું છે કે જેમને સરકારી યોજનાઓ અને કાર્યક્રમોથી સૌથી વધુ ફાયદો થયો છે. તે ઉપરાંત લોકોની જીવન શૈલીમાં આવેલા પરિવર્તનનો અભ્યાસ કરવા પણ જણાવ્યું છે.'

   બની શકે કે આંકડા ચોક્કસ ન હોય- અધિકારી

   - એક અધિકારીએ જણાવ્યું કે, `આની પાછળ આંકડા અને ગાણિતિક સાબિતી રજૂ કરવાનો આશય છે, પરંતુ ગાણિતિક રીતે તેના પર કામ કરવું ખૂબ જ મુશ્કેલ છે અને જે પણ પરિણામો આવશે તે એકદમ ચોક્કસ ન હોય એવું બની શકે.'
   - ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ સોમવારે ભાજપના કાર્યકર્તાઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફત વાતચીત કરીને કહ્યું હતું કે, `બેરોજગારી આશરે 60 વર્ષ સુધી દેશ પર રાજ કરનારી કોંગ્રેસનો વારસો છે. આપણી સરકારનું ધ્યાન સરકારી અને ખાનગી ક્ષેત્રમાં રોજગારની વધારે સંભાવના પેદા કરવા પર છે.'

   એપ્રિલમાં ઘટ્યો બેરોજગારી દર

   - રીપોર્ટમાં મુંબઇ સ્થિત બિઝનેસ ઇન્ફોર્મેશન કંપનીને ટાંકીને રોજગારીના આંકડા આપવામાં આવ્યા. તેમાં બતાવવામાં આવ્યું છે કે 15 મહિના સુધી 6.23 ટકા પર રહેલો બેરોજગારીનો દર એપ્રિલ મહિનામાં 0.37 ટકા ઘટીને 5.86 ટકા થયો હતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Economy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: છેલ્લા 4 વર્ષમાં કેટલી રોજગારી પેદા થઇ? મંત્રાલયોને આંકડા તૈયાર કરવા PMની સૂચના | PM asks ministries to calculate numbers of job creation in last 4 years
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  X
  Top