દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવ ચાર વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચ્યા

મહારાષ્ટ્રના પરભણીમાં એક લીટર પેટ્રોલના ભાવ 83.19 અને ડીઝલના 69.29 રૂપિયા થઇ ગયા

New Delhi | Updated - Apr 02, 2018, 01:01 AM
રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 73.73 રૂપિયા થઇ ગયો- ફાઈલ
રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 73.73 રૂપિયા થઇ ગયો- ફાઈલ

નવી દિલ્હી: નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ નવી ઊંચાઇએ પહોંચી ગયા. મહારાષ્ટ્રના પરભણીમાં એક લીટર પેટ્રોલના ભાવ 83.19 અને ડીઝલના 69.29 રૂપિયા થઇ ગયા. રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 73.73 રૂપિયા થઇ ગયો, જે 4 વર્ષમાં સૌથી વધુ છે. આ અગાઉ 14 સપ્ટેમ્બર, 2013ના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 76.06 રૂપિયા હતો, જે અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી છે. દિલ્હીમાં ડીઝલ પણ 64.58 રૂપિયાની રેકોર્ડ સપાટીએ પહોંચી ગયું છે. અગાઉનો રેકોર્ડ 7 ફેબ્રુઆરી, 2018નો છે કે જ્યારે ડીઝલનો ભાવ 63.22 રૂપિયા હતો.

બે વર્ષથી ક્રૂડમાં તેજી પણ એક્સાઇઝમાં ઘટાડો માત્ર એક વખત


નવેમ્બર, 2014થી ક્રૂડ ઓઇલના ભાવ સતત ગગડતા હતા ત્યારે સરકારે કન્ઝ્યુમરને તેનો પૂરો લાભ નહોતો આપ્યો. જાન્યુઆરી, 2016 સુધી સરકારે 9 તબક્કામાં પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 11.77 રૂપિયા અને ડીઝલ પર 13.47 રૂપિયા પ્રતિ લીટર વધારી હતી, પણ ક્રૂડના ભાવ વધતાં એક્સાઇઝમાં માત્ર એક વખત ઓક્ટોબર, 2017માં 2 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ત્યારે કેન્દ્રએ રાજ્યોને પણ વેટ ઘટાડવા આગ્રહ કર્યો હતો પણ માત્ર મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશે જ કેન્દ્રની વાત માની હતી.

આગળ વાંચો: પેટ્રોલ : ભાવના 47.6% ટેક્સમાં

અમદાવાદમાં પેટ્રોલ- 72.88, ડીઝલ  69.19- ફાઈલ
અમદાવાદમાં પેટ્રોલ- 72.88, ડીઝલ 69.19- ફાઈલ

 પેટ્રોલ : ભાવના 47.6% ટેક્સમાં

 

73.73 રૂ. પ્રતિ લીટર ભાવ છે દિલ્હીમાં, 19.48 એક્સાઇઝ અને 15.67 રૂ. વેટ છે. મતલબ કે ભાવના 47.6% ટેક્સના રૂપમાં જાય છે.

 

ડીઝલ : ભાવના 38.4% ટેક્સમાં

 

64.58 રૂ. પ્રતિ લીટર ભાવ છે દિલ્હીમાં, 15.33 રૂ. એક્સાઇઝ અને 9.52 રૂ. વેટ છે. મતલબ કે ભાવના 38.4% ટેક્સના રૂપમાં જાય છે.

 

અમદાવાદમાં

 

પેટ્રોલ- 72.88

ડીઝલ- 69.19

X
રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 73.73 રૂપિયા થઇ ગયો- ફાઈલરાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 73.73 રૂપિયા થઇ ગયો- ફાઈલ
અમદાવાદમાં પેટ્રોલ- 72.88, ડીઝલ  69.19- ફાઈલઅમદાવાદમાં પેટ્રોલ- 72.88, ડીઝલ 69.19- ફાઈલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App