બિઝનેસ ડેસ્કઃ ડોલર સામે રૂપિયો રેકોર્ડ નીચા સ્તરે છે. ગુરુવારે એક ડોલર સામે રૂપિયો ગગડીને 74.47ના સ્તરે પહોંચી ગયો. 1948માં 1 ડોલર 4 રૂપિયામાં મળતો હતો અને હવે 71 વર્ષ બાદ તે 74.47 રૂપિયા થઈ ગયો છે. જો કે રૂપિયો નબળો પડવાનો ટ્રેન્ડ એપ્રિલ 2016થી યથાવત છે. જો કે રૂપિયો પહેલાંથી જ નબળો હતો તેવું નથી આઝાદી બાદના 70 વર્ષમાં એવા પણ મોકા આવ્યાં છે જેમાં રૂપિયો બે કે વધુ વખત મજબૂત થયો છે. પરંતુ એવું શું થયું કે ભારતીય અર્થવ્યવસ્થામાં એવું તો શું થયું કે ડોલર સામે રૂપિયો નબળો ને વધુ નબળો જ પડતો રહ્યો?
પહેલી વિદેશી લોન
આઝાદીના સમયે ભારતની બેલેન્સ શીટમાં કોઈ પણ પ્રકારનું વિદેશી દેવું નહોતું. 1951 બાદ પંચવર્ષીય યોજનાઓ હેઠળ ભારતે વિદેશી લોન લેવાની શરૂઆત કરી. તે સમયે સુધી પણ રૂપિયાને પાઉન્ડની જેમ જોવામાં આવતો હતો, પરંતુ 18 સપ્ટેમ્બર 1949ના રોજ પાઉન્ડ સ્ટર્લિંગની વેલ્યૂ ઓછી થયા બાદ રૂપિયાની જમીન પર ખસકવા લાગી અને રૂપિયાની કિંમત ઓછી થઈ ગઈ.
1950-60ના દાયકામાં રૂપિયામાં ધોવાણ ઓછું રહ્યું
આગળ વધતી અર્થવ્યવસ્થા હોવાના કારણે ભારત માટે એ સરળ નહોતું કે પોતાની આયાત ઓછી કરી શકે. તેના કારણે સતત ચૂકવણી કરવાની ક્ષમતા ઓછી થતી રહી. 1960માં વધતા વિદેશી દેવા અને આયાત છતાંય ભારતે એક દાયકા સુધી રૂપિયાને કાબૂમાં રાખ્યો. રિપોર્ટ્સ મુજબ, 4.79 પ્રતિ ડોલરના રેટમાં 1950 અને 60ના દાયકામાં રહ્યો. આ દરમિયાન સતત મળી રહેલી બાહ્ય મદદના કારણે રૂપિયાનું ધોવાણ ઓછું રહ્યું.
યુદ્ધ અને દુકાળમાં ફસાયો રૂપિયો
1965ની આસપાસ સ્થિતિ બગડવા લાગી. એક તરફ તો સરકારનું બજેટમાં પહેલાથી જ ગડબડ હતી, બીજું સરકારની પાસે કોઈ પણ બચત નહોતી. આ ઉપરાંત, ભારત-ચીન વચ્ચે 1962નું યુદ્ધ અને ત્યારબાદ પાકિસ્તાન સાથે યુદ્ધની તૈયારએ સેનાનું બજેટ વધારી દીધું હતું. તેની સાથોસાથ, વિદેશી મદદ મળવાની પણ બંધ થઈ હતી અને તે સમયે રૂપિયો તૂટીને 7.57 પ્રતિ ડોલર થઈ ગયો હતો. એ સમય હતો 1966નો અને રૂપિયામાં 58%નું ગાબડું હતું.
વાંચોઃ મોદી રાજમાં શેરબજારની કેવી રહી ચાલ? જાણો સાડા ચાર વર્ષના સૌથી મોટા કડાકા
આગળ વાંચો ક્યા કારણસર રૂપિયા સામે ઊભું થયું સંકટ?