ડોલરની તુલનાએ રૂપિયો 72.91ના નીચલા સ્તરે પહોંચ્યો, 9 મહિનામાં 14%નો ઘટાડો

યુએસ ડોલરની સામે રૂપિયો તૂટીને ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચ્યો.
યુએસ ડોલરની સામે રૂપિયો તૂટીને ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચ્યો.

અમેરિકન ડોલરની સામે રૂપિયામાં આજે ઐતિહાસિક ઘટાડો નોંધવામાં આવ્યો છે. ડોલરની સામે રૂપિયો આજ સુધીના સૌથી નીચા સ્તરે ખૂલ્યો. રૂપિયો આજે 9 પૈસા તૂટીને 72.28ના સ્તરે ખૂલ્યો. ખૂલ્યા પછી રૂપિયો વધુ નબળો પડ્યો અને હવે તે 72.88ના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે.

divyabhaskar.com

Sep 12, 2018, 11:17 AM IST

મુંબઈ: અમેરિકન ડોલરની તુલનાએ રૂપિયામાં ઘટાડો અટકવાનું નામ નથી લેતો. બુધવારે તે 22 પૈસા વધુ નબળો થઈને 72.91ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો છે. રૂપિયો મંગળવારે 24 પૈસા ઘટીને 72.69 પર બંધ થયો હતો. કાચું તેલ મોંઘું થવાના કારણે અને શેરબજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે રૂપિયા પર દબાણ વધ્યું.

આંતરરાષ્ટ્રીય બજારોમાં બ્રેન્ટ ક્રૂડનો રેટ બુધવારે 2% વધીને 79.34 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયો. બીજી બાજુ અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોર તીવ્ર થવાના આસાર છે. તેનાથી પણ કરન્સી બજારમાં દબાણ વધ્યું.

વધી શકે છે મોંઘવારી

દેશમાં ખાવા-પીવાની ચીજો અને અન્ય જરૂરી સામાનોના ટ્રાન્સપોર્ટેશન માટે ડીઝલનો ઉપયોગ થાય છે. પરિણામે ડીઝલ મોંઘું થતાં જ આ તમામ જરૂરી ચીજોનો ભાવ વધશે. જો પેટ્રોલિયમ ઉત્પાદનો મોંઘા થયા તો પેટ્રોલ-ડીઝલની સાથે-સાથે સાબુ, શેમ્પૂ, પેઇન્ટ ઇન્ડસ્ટ્રીનો ખર્ચ વધશે, જેના કારણે આ પ્રોડક્ટ્સ પણ મોંઘી થઈ શકે છે. ઓટો ઇન્ડસ્ટ્રીનો ખર્ચ વધશે, સાથે ડીઝલની કિંમતોમાં વધારા સાથે માલ વહનનો ખર્ચ વધવાનો ડર રહે છો. રૂપિયામાં ઘટાડો ચાલુ રહ્યો તો કાર કંપનીઓ પણ કિંમતો વધારવાનો વિચાર કરી શકે છે.

X
યુએસ ડોલરની સામે રૂપિયો તૂટીને ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચ્યો.યુએસ ડોલરની સામે રૂપિયો તૂટીને ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચ્યો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી