• Home
  • Business
  • Economy
  • India extended deadline to impose high import duties on 29 US Products upto 2 november

US-ચીનની જંગમાં મોદીએ કરી નાખ્યો ખેલ, નહીંતો 5 વર્ષ સુધી ટ્રમ્પે ચૂકવવી પડી હોત કિંમત

આવું બીજી વાર થયું છે કે, જ્યારે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આવું બીજી વાર થયું છે કે, જ્યારે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નવી દિલ્હીઃ ચીનની સાથે ચાલી રહેલા ટ્રેડ વોરમાં અટવાયેલી અમેરિકાની ટ્રમ્પ સરકારને ભારતની મોદી સરકારે એક મોટી રાહત આપી છે. ભારતે અમેરિકાથી આવનારી કેટલીક વસ્તુઓના ભાવ પર વધેલા ટેરિફને લાગુ કરવાની પોતાની નીતિને ફરીથી ટાળી દીધી છે. જો આ ટેરિફ લાગુ થઈ જાય તો અમેરિકાને આ સામાન માટે આગામી 5 વર્ષ સુધી પહેલાની તુલનામાં વધુ ટેરિફ આપવું પડતું.

divyabhaskar.com

Sep 20, 2018, 12:13 PM IST

નવી દિલ્હીઃ ચીનની સાથે ચાલી રહેલા ટ્રેડ વોરમાં અટવાયેલી અમેરિકાની ટ્રમ્પ સરકારને ભારતની મોદી સરકારે એક મોટી રાહત આપી છે. ભારતે અમેરિકાથી આવનારી કેટલીક વસ્તુઓના ભાવ પર વધેલા ટેરિફને લાગુ કરવાની પોતાની નીતિને ફરીથી ટાળી દીધી છે. જો આ ટેરિફ લાગુ થઈ જાય તો અમેરિકાને આ સામાન માટે આગામી 5 વર્ષ સુધી પહેલાની તુલનામાં વધુ ટેરિફ આપવું પડતું.

2 નવેમ્બર સુધી લંબાવાઈ તારીખ

હવે આ નિર્ણયને લાગુ કરવાની તારીખને 2 નવેમ્બર સુધી આગળ વધારી દેવામાં આવી છે. આવું બીજી વાર થયું છે કે, જ્યારે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતને બદામ, અખરોટ અને દાળો સહિત 29 અમેરિકન પ્રોડક્ટસના ઇમ્પોર્ટ પર 4 ઓગસ્ટે વધારેલો ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી હતી. જોકે, બાદમાં તેને 18 સપ્ટેમ્બર સુધી ટાળવામાં આવ્યું હતું. રેવન્યૂ ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ટેરિફ 2 નવેમ્બરથી લાગુ થશે.

બંને દેશો વચ્ચે ચાલુ છે વાતચીત

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદથી ભારત અને અમેરિકાની વચ્ચે વેપારને લઈને અંતર વધી ગયું છે. જોકે, બંને દેશોની વચ્ચે કેટલીક વસ્તુઓના વધેલા ટેરિફને લઈને વાતચીત શરૂ થતાં જ ભારત સરકારે અમલ ટાળી દીધો છે. આ મહિનાની શરૂઆતમાં ભારત અને અમેરિકાએ સુરક્ષિત મિલિટ્રી કોમ્યુનિકેશન માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતી વર્ષોથી અટકેલી પડી હતી.

અમેરિકાના જવાબમાં ભારત લગાવ્યા હતા ટેરિફ

સ્ટીલ અને એલ્યુમિનિયમ પર એમરિકા દ્વારા ટેરિફ વધાર્યા બાદ ભારતે અમેરિકાની કેટલીક વસ્તુઓ પર ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવવાની જાહેરાત કરી હતી. આ વધેલા ટેરિફને 4 ઓગસ્ટથી લાગુ કરવાનું આયોજન હતું. બાદમાં સરકારે તેને 18 સપ્ટેમ્બર સુધી તેનો અમલ લંબાવી દીધો. તેની પર અત્યાર સુધી કોઈ અંતિમ નિર્ણય નથી લેવામાં આવ્યો તેથી તેને ફરીથી આગળ ઠેલી દેવામાં આવ્યો છે.

X
આવું બીજી વાર થયું છે કે, જ્યારે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.આવું બીજી વાર થયું છે કે, જ્યારે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી