1

Divya Bhaskar

Home » Business » Economy » World bank report: India at 6th place in world economy left France behind

ભારત બન્યું દુનિયાનું છઠ્ઠું સૌથી મોટું અર્થતંત્ર, ફ્રાન્સને છોડ્યું પાછળ

Divyabhaskar.com | Last Modified - Jul 12, 2018, 08:41 AM IST

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના મામલે દેશભરમાં આંધ્રપ્રદેશ સતત બીજા વર્ષે ટોચ પર છે

  • World bank report: India at 6th place in world economy left France behind
    ફાઇલ ફોટો

    નવી દિલ્હી/પેરિસ: વર્લ્ડ બેંકના જણાવ્યા પ્રમાણે, ભારત દુનિયાનું છઠ્ઠું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. ભારતે ફ્રાન્સને પાછળ છોડી દીધું છે. ફ્રાન્સનું અર્થતંત્ર 2017માં 2.58 ટ્રિલિયન ડોલર (177 લાખ કરોડ રૂપિયા) હતું. ભારતનું અર્થતંત્ર તેનાથી વધુ 2.59 ટ્રિલિયન ડોલર (178 લાખ કરોડ રૂપિયા) થયું. ભારતના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના મામલે આંધ્રપ્રદેશ સતત બીજીવાર ટોપ પર છે.

    ભારતની વસ્તી 134 કરોડ, ફ્રાન્સની વસ્તી 6.7 કરોડ છે

    - ભારતની વસ્તી જ્યાં 134 કરોડ, ફ્રાન્સની વસ્તી 6.7 કરોડ છે છે. વર્લ્ડ બેન્કના જણાવ્યા પ્રમાણે, તેનું મહત્વ એ છે કે ભારતની સરખામણીએ ફ્રાન્સમાં દરેક વ્યક્તિની આવક 20 ગણી વધુ છે.

    - વર્લ્ડ બેન્કના ગ્લોબલ ઇકોનોમિક્સ પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટ પ્રમાણે, નોટબંધી અને જીએસટી પછી આવેલી મંદીમાંથી ભારતનું અર્થતંત્ર બહાર આવી રહ્યું છે.
    - ભારત 2032 સુધીમાં દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે. 2018માં ભારતનું અર્થતંત્ર 7.3 ટકા અને 2019માં 7.5 ટકાના વૃદ્ધિદરથી વધી શકે છે.
    - રિપોર્ટ તૈયાર કરનાર વર્લ્ડ બેન્કના ડાયરેક્ટર અહયાન કોસે કહે છે કે ભારતનું અર્થતંત્ર મજબૂત છે અને તેમાં સ્ટેડી વિકાસ આપવાની ક્ષમતા છે. અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્રની હિસ્સેદારી અને રોકાણ વધવાથી ભારતની જીડીપી મજબૂત થઇ છે.

    હવે ભારતથી વધુ ગરીબ નાઇજીરિયામાં

    - વર્લ્ડ પોવર્ટી ક્લોક અને બ્રૂકિંગ્સના એક રિપોર્ટ પ્રમાણે, હવે ભારત દુનિયામાં સૌથી વધુ ગરીબ જનસંખ્યા વાળો દેશ નથી. ભારતમાં જ્યાં 7 કરોડ વસ્તી અતિશય ગરીબીમાં જીવી રહી છે, ત્યાં નાઇજીરિયામાં 8.7 કરોડ લોકો અતિશય ગરીબ છે.

    - રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાઇજીરિયામાં જ્યાં દર એક મિનિટમાં છ લોકો ગરીબીમાં ધકેલાઇ રહ્યા છે, ત્યારે ભારતમાં દર મિનિટે 44 લોકો ગરીબીમાંથી બહાર આવી રહ્યા છે.

    ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ગુજરાત પાછળ, આંધ્ર આગળ

    - બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાનના રિપોર્ટ પ્રમાણે, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના મામલે દેશભરમાં આંધ્રપ્રદેશ સતત બીજા વર્ષે ટોચ પર છે. બીજા નંબરે તેલંગાણા, ત્રીજા પર હરિયાણા, ચોથા નંબર પર ઝારખંડ, પાંચમા નંબર પર ગુજરાત, છઠ્ઠા નંબર પર છત્તીસગઢ, સાતમા પર મધ્યપ્રદેશ, આઠમા પર રાજસ્થાન, નવમા પર પશ્ચિમ બંગાળ અને 10મા સ્થાન પર દિલ્હી છે.

    - ગયા વર્ષે ગુજરાત ત્રીજા સ્થાન પર હતું. આ રિપોર્ટ માટે રાજ્ય સરકારના આર્થિક સુધારાઓની વિગતો અને બિઝનેસ કરનારાઓનું ફીડબેક લેવામાં આવ્યું. આ જ સ્કોર પર રેકિંગ નક્કી કરવામાં આવ્યું. 17 રાજ્યોએ 90 ટકાથી વધુ સ્કોર કર્યો.

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending