IMF: ગ્લોબલ ગ્રોથ ઘટવાના અણસાર, પરંતુ ભારત માટે 7.3%નું અનુમાન યથાવત

divyabhaskar.com

Oct 09, 2018, 11:56 AM IST
આઇએમએફએ કહ્યું કે ભારતનો વિકાસદર દુનિયામાં સૌથી ઝડપી રહેશે.
આઇએમએફએ કહ્યું કે ભારતનો વિકાસદર દુનિયામાં સૌથી ઝડપી રહેશે.

વોશિંગ્ટન: આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઇએમએફ)એ ગ્લોબલ ગ્રોથનો અંદાજ 0.2% ઘટાડીને 3.7% કરી દીધો છે. પરંતુ, ચાલુ નાણાકીય વર્ષ (2018-19)માં ભારત માટે 7.3% ગ્રોથ રેટ યથાવત રાખ્યો છે. જોકે આગામી વર્ષ (2019-20)માટે ભારતનો વિકાસદર 7.4% રહેવાની આશા દર્શાવી છે. આઇએમએફએ જાન્યુઆરીમાં 7.5%નો અંદાજ જાહેર કર્યો હતો.

વોશિંગ્ટન: આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઇએમએફ)એ ગ્લોબલ ગ્રોથનું અનુમાન 0.2% ઘટાડીને 3.7% કરી દીધો છે. પરંતુ, ચાલુ નાણાકીય વર્ષ (2018-19)માં ભારત માટે 7.3% ગ્રોથ રેટ યથાવત રાખ્યો છે. જોકે આગામી વર્ષ (2019-20)માટે ભારતનો વિકાસદર 7.4% રહેવાની આશા દર્શાવી છે. આઇએમએફએ જાન્યુઆરીમાં 7.5%નો અંદાજ જાહેર કર્યો હતો.

આઇએમએફના જણાવ્યા પ્રમાણે, કાચું તેલ મોંઘું થવાની અને દુનિયાના ઘણા દેશોની નાણાકીય પરિસ્થિતિ બગડવાની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પડશે. તે કારણથી આગામી વર્ષ માટે ગ્રોથના અંદાજમાં ઘટાડો કરવામાં આવ્યો. તે છતાંપણ ભારતનો વિકાસદર દુનિયામાં સૌથી ઝડપી રહેશે.

આઇએમએફનો વાર્ષિક ગ્રોથનો અંદાજ

ગ્લોબલ/દેશ 2018-19માં વિકાસદર 2019-20માં વિકાસદર
ગ્લોબલ 3.7% 3.7%
અમેરિકા 2.9% 2.5%
યુરો એરિયા 2.% 1.9%
ચીન 6.6% 6.2%
ભારત 7.3% 7.4%

X
આઇએમએફએ કહ્યું કે ભારતનો વિકાસદર દુનિયામાં સૌથી ઝડપી રહેશે.આઇએમએફએ કહ્યું કે ભારતનો વિકાસદર દુનિયામાં સૌથી ઝડપી રહેશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી