• Home
  • Business
  • Economy
  • Hike in prices of Petrol Diesel on consecutively 10th day reached at all time high level

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત 10મા દિવસે વધારો, મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂ.86.72/લીટર

Hike in prices of Petrol Diesel on consecutively 10th day reached at all time high level
Hike in prices of Petrol Diesel on consecutively 10th day reached at all time high level
છેલ્લા દસ દિવસોમાં જે રીતે તેલના ભાવો વધી રહ્યા છે, તેનાથી સ્પષ્ટ છે કે તેની અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે.
છેલ્લા દસ દિવસોમાં જે રીતે તેલના ભાવો વધી રહ્યા છે, તેનાથી સ્પષ્ટ છે કે તેની અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે.

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવમાં મંગળવારે એકવાર ફરી વધારો થયો. આ સતત દસમો દિવસ છે જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. મોંઘવારી સામે ઝઝૂમી રહેલા સામાન્ય માણસ માટે તેલની કિંમતો તેના ખિસ્સા પર બોજો વધારી શકે છે. મંગળવારે રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલના ભાવોમાં 16 પૈસા અને ડીઝલના ભાવોમાં 19 પૈસાનો વધારો થયો. દિલ્હીમાં હવે પેટ્રોલ 79.31 પ્રતિ લીટર, ડીઝલ 71.34 પ્રતિ લીટર છે.

divyabhaskar.com

Sep 04, 2018, 04:33 PM IST

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવમાં મંગળવારે એકવાર ફરી વધારો થયો. આ સતત દસમો દિવસ છે જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. મોંઘવારી સામે ઝઝૂમી રહેલા સામાન્ય માણસ માટે તેલની કિંમતો તેના ખિસ્સા પર બોજો વધારી શકે છે. મંગળવારે રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલના ભાવોમાં 16થી 17 પૈસા અને ડીઝલના ભાવોમાં 19થી 20 પૈસાનો વધારો થયો. દિલ્હીમાં હવે પેટ્રોલ 79.31 પ્રતિ લીટર, ડીઝલ 71.34 પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 86.72 રૂપિયા/લીટર થયું, જે કોઇપણ મેટ્રોસિટીમાં અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ છે.

મેટ્રો શહેરમાં પેટ્રોલ

શહેર સોમવારે ભાવ (રૂપિયા/લીટર) મંગળવારે ભાવ (રૂપિયા/લીટર) વધારો
દિલ્હી 79.15 79.31 16 પૈસા
કોલકાતા 82.06

82.22

16 પૈસા
મુંબઈ 86.56 86.72 16 પૈસા
ચેન્નાઈ 82.24 82.41 17 પૈસા

મેટ્રોસિટીમાં ડીઝલ

શહેર સોમવારે ભાવ (રૂપિયા/લીટર) મંગળવારે ભાવ (રૂપિયા/લીટર) વધારો
દિલ્હી 71.15 71.34 19 પૈસા
કોલકાતા 74.00 74.19 19 પૈસા
મુંબઈ 75.54 75.74 20 પૈસા
ચેન્નાઈ 75.19 75.39 20 પૈસા

વધશે મોંઘવારી

- છેલ્લા દસ દિવસોમાં જે રીતે તેલના ભાવો વધી રહ્યા છે, તેનાથી સ્પષ્ટ છે કે તેની અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. ઉપરાંત તેલના ભાવ અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તર પર પહોંચી રહ્યા છે. એવામાં રાજધાનીની આસપાસ ટ્રાન્સપોર્ટના ભાવોમાં પણ વધારો થઇ શકે છે.

- ટ્રાન્સપોર્ટના ભાવોમાં વધારો થશે તો તેની અસર શાકભાજી અને દાળના ભાવો પર પણ પડી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર સતત કાચા તેલની કિંમતોમાં વધારો થવાનો સિલસિલો ચાલુ છે. કાચા તેલની કિંમતોમાં સતત થઇ રહેલા વધારાને કારણે તેલની કિંમતો પણ સતત વધી રહી છે.

X
Hike in prices of Petrol Diesel on consecutively 10th day reached at all time high level
Hike in prices of Petrol Diesel on consecutively 10th day reached at all time high level
છેલ્લા દસ દિવસોમાં જે રીતે તેલના ભાવો વધી રહ્યા છે, તેનાથી સ્પષ્ટ છે કે તેની અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે.છેલ્લા દસ દિવસોમાં જે રીતે તેલના ભાવો વધી રહ્યા છે, તેનાથી સ્પષ્ટ છે કે તેની અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી