માર્ચમાં GST કલેક્શન રૂ.90,000 કરોડ થયું, ઇ-વે બિલ સફળઃ ફાઇનાન્સ સેક્રેટરી

તેમણે કહ્યું કે ઇ-વે બિલની શરૂઆત સફળ રહી છે. હજુ સુધી તેમાં કોઇ ફરિયાદ આવી નથી.

moneybhaskar.com | Updated - Apr 02, 2018, 07:25 PM
ફાઇનાન્સ સેક્રેટરીએ હસમુખ અઢિયાએ જણાવ્યું કે ઇ-વે બિલ લોન્ચ સફળ થયું છે.
ફાઇનાન્સ સેક્રેટરીએ હસમુખ અઢિયાએ જણાવ્યું કે ઇ-વે બિલ લોન્ચ સફળ થયું છે.

નવી દિલ્હીઃ ફાઇનાન્સ સેક્રેટરી હસમુખ અઢિયાએ જણાવ્યું કે જીએસટી કલેક્શનમાં વધારો થઇ રહ્યો છે. માર્ચના અંત સુધીમાં આશરે 90,000 કરોડનું જીએસટી કલેક્શન થયું હતું. આમ માર્ચમાં કલેક્શન સારું રહ્યું. તેમણે કહ્યું કે ઇ-વે બિલની શરૂઆત સફળ રહી છે. હજુ સુધી તેમાં કોઇ ફરિયાદ આવી નથી.

ફાઇનાન્સ સેક્રેટરીએ કહ્યું કે 2017-18માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ટાર્ગેટથી વધારે થઇ ગયું છે. નિશ્ચિત રીતે અમે સુધારેલા નાણાકીય ખાધના લક્ષ્યાંકને હાંસલ કરી શકીશું. જીએસટી કલેક્શનમાં વધવા તરફી વલણ છે. માર્ચમાં તે રૂ.89,264 કરોડ થયું હતું.

એન્ટિ પ્રોફિટિંગમાં 200 કરોડના કિસ્સા પકડાયા


એન્ટિ પ્રોફિટિંગના મુદ્દે હસમુખ અઢિયાએ કહ્યું કે અમને આશરે 200 ફરિયાદો એન્ટિ પ્રોફિટિંગની મળી. જીએસટી ઇન્ટેલિજન્સના ડીજીએ 200 કરોડ રૂપિયાના એવા કેસ પકડ્યા જેમાં જીએસટી કલેક્ટ કર્યો હતો પરંતુ તેને જમા કરવામાં આવ્યો ન હતો.

ઇ- વે બિલ અત્યાર સુધી સફળ

ફાઇનાન્સ સેક્રેટરીએ કહ્યું કે ઇ-વે બિલ અત્યાર સુધી સફળ રહ્યું છે. તેમાં હજુ સુધી કોઇ ફરિયાદ આવી નથી. ઇ-વે બિલ લાગુ થયાના પહેલા દિવસે રૂ.2.59 લાખ ઇ-બિલ જનરેટ થયા અને સોમવારે બપોરે 3 વાગ્યા સુધી 2.89 લાખ બિલ જનરેટ થયા. તેમણે કહ્યું કે 1.10 કરોડ રજિસ્ટર્ડ ડીલર્સે રૂ.8.38 કરોડના રીટર્ન ફાઇલ કર્યા. ઇન્ટ્રા-સ્ટેટ ઇ-વે બિલ લાગુ કરવાની જાહેરાત ટૂંકસમયમાં કરવામાં આવશે. જ્યારે સીબીઇસી ચેરમેને કહ્યું કે અત્યાર સુધી જીએસટી રીફન્ડ રૂ.17,626 કરોડ આપ્યું છે.

ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 17.1 ટકા વધ્યું


સીબીડીટીના ચેરમેને જણાવ્યું કે વર્ષ 2017-18માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વાર્ષિક ધોરણે 17.1 ટકા વધીને 9.95 લાખ કરોડ રૂપિયા થયું છે. આશરે 6.84 ટકા ટેક્સ રીટર્ન ફાઇલ કર્યા, જે ગયા વર્ષે 5.43 કરોડથી 26 ટકા વધારે છે. ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં કોર્પોરેટ ટેક્સનો હિસ્સો 17.1 ટકા અને પર્સનલ ટેક્સનો હિસ્સો 18.9 ટકા હતો.

જીએસટી કલેક્શન વધી રહ્યું હોવાનો ફાઇનાન્સ સેક્રેટરીનો દાવો
જીએસટી કલેક્શન વધી રહ્યું હોવાનો ફાઇનાન્સ સેક્રેટરીનો દાવો
X
ફાઇનાન્સ સેક્રેટરીએ હસમુખ અઢિયાએ જણાવ્યું કે ઇ-વે બિલ લોન્ચ સફળ થયું છે.ફાઇનાન્સ સેક્રેટરીએ હસમુખ અઢિયાએ જણાવ્યું કે ઇ-વે બિલ લોન્ચ સફળ થયું છે.
જીએસટી કલેક્શન વધી રહ્યું હોવાનો ફાઇનાન્સ સેક્રેટરીનો દાવોજીએસટી કલેક્શન વધી રહ્યું હોવાનો ફાઇનાન્સ સેક્રેટરીનો દાવો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App