Divya Bhaskar

Home » Business » Economy » GDP rate in UPA government was higher than that of Modi Government

મોદી સરકારના શરૂઆતના 4 વર્ષની તુલનામાં UPA વખતે GDP દર ઊંચો રહ્યોઃ રીપોર્ટ

Divyabhaskar.com | Updated - Aug 18, 2018, 01:18 PM

આ આંકડો રીયલ સેક્ટર સ્ટેટિસ્ટિક્સ (RSS)પર સમિતિના રીપોર્ટમાં છે, તેને તાજેતરમાં નેશનલ સ્ટેટેસ્ટિક્સ કમિશનમાં રજૂ કરાયો.

  • GDP rate in UPA government was higher than that of Modi Government

    નવી દિલ્હીઃ ભારતનો આર્થિક વૃદ્ધિ દર યુપીએ સરકારના કાર્યકાળના વર્ષો 2004-05 અને 2013-14 વચ્ચે ઝડપથી વધ્યો હતો. જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળની એનડીએ સરકારના પ્રારંભિક ચાર વર્ષના કાર્યકાળ સાથે તેની તુલના કરીએ તો પણ તે વધુ જણાય છે. એક કમિટી જેણે ભારતની ડેટા કલેક્શન સિસ્ટમને મજબૂત કરવાની પદ્ધતિઓની ભલામણ કરી હતી, તેના રીપોર્ટમાં આ જાણકારી મળી છે. આ રીપોર્ટ અનુસાર, યુપીએની પ્રથમ ટર્મ (2004-05થી 2008-09)માં સરેરાશ આર્થિક વૃદ્ધિ દર 8.87 ટકા હતો, જે યુપીએની જ બીજી ટર્મ (2009-10થી 2013-14)માં ઘટીને 7.39 ટકા થઇ ગયો હતો. તેનાથી વિપરીત જો એનડીએ સરકારના ચાર વર્ષ (2014-15થી 2017-18) દરમિયાન આર્થિક વૃદ્ધિ દરની વાત કરીએ તો તે 7.35 ટકા છે, જે યુપીએના શરૂઆતના ચાર વર્ષના શાસન વખતે હતો તેનાથી ઓછો છે.

    2006-07માં આર્થિક વૃદ્ધિ દર 10.08 ટકા થયો હતો

    આ આંકડો રીયલ સેક્ટર સ્ટેટિસ્ટિક્સ (RSS)પર સમિતિના એક રીપોર્ટમાં બહાર આવ્યો છે. તેને તાજેતરમાં જ નેશનલ સ્ટેટેસ્ટિક્સ કમિશન સામે રજૂ કરવામાં આવ્યો હતો. તેના આંકડાઓ અનુસાર, ભારતનો વૃદ્ધિ દર બે આંકડા સુધી પહોંચ્યો હતો અને તે વર્ષ હતું 2006-07 જ્યારે આર્થિક વૃદ્ધિનો દર 10.08 ટકા થયો હતો. જોકે, 2008-09માં તે ઘટીને 7.16 ટકા પર આવી ગયો હતો. તેનું એક કારણ 2008માં વૈશ્વિક આર્થિક સંકટને પણ ગણવામાં આવે છે જેની અસર વૈશ્વિક માર્કેટ અને અર્થતંત્રો પર પડી હતી.

    2013-14માં આર્થિક વૃદ્ધિ દર ઘટીને 6.5 ટકા થયો

    રીપોર્ટ અનુસાર, યુપીએ સરકારના આખરી બે વર્ષમાં એટલે કે 2012-13 અને 2013-14માં આર્થિક વૃદ્ધિ દર ઘટીને 5.42 ટકા અને 6.5 ટકા સુધી આવી ગયો હતો. રીપોર્ટ પછી કોંગ્રેસે ટવિટર પર લખ્યું છે કે, `જીડીપીનો વર્ષથી વર્ષ પર આધારીત આંકડા આખરે આવી ગયા છે. તે સાબિત કરે છે કે યુપીએ શાસન દરમિયાન (10 વર્ષમાં સરેરાશ 8.1 ટકા)નો વૃદ્ધિ દર મોદી સરકારના કાર્યકાળના સરેરાશ દર (7.3 ટકા)થી વધારે રહ્યો હતો.'

    અગાઉ 1988-89માં જીડીપી રેટ 10.2 ટકા નોંધાયો હતો


    પાર્ટીએ જણાવ્યું કે, `યુપીએ સરકારના શાસનમાં જ વૃદ્ધિ દર બે આંકડામાં આવ્યો હતો જે આધુનિક ભારતના ઇતિહાસમાં એકમાત્ર ઉદાહરણ છે.' આઝાદી પછી જોઇએ તો સૌથી વધુ 10.2 ટકાનો આર્થિક વૃદ્ધિ દર 1988-89માં નોંધાયો હતો. તે વખતે વડાપ્રધાન રાજીવ ગાંધી હતા. ઉલ્લેખનીય છે કે નેશનલ સ્ટેટિસ્ટિક્સ કમિશન દ્વારા રચિત `કમિટી ઓફ રીયલ સેક્ટર સ્ટેટિસ્ટિક્સ'એ 2004-05ના વર્ષના આધાર પર જીડીપીના આંકડા તૈયાર કર્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending