ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Economy» ચોથા ક્વાર્ટરમાં GDP ગ્રોથ રેટ 7.7%, અર્થતંત્ર નોટબંધી, GSTના આંચકામાંથી બહાર | GDP growth rate of India clocked a stellar 7.7% in March 2018 quarter

  ચોથા ક્વાર્ટરમાં GDP ગ્રોથ રેટ 7.7%, અર્થતંત્ર નોટબંધી, GSTના આંચકામાંથી બહાર

  Business desk | Last Modified - May 31, 2018, 06:20 PM IST

  2017-18ના ચોથા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટ 7.7 ટકા રહ્યો છે. જ્યારે આખા વર્ષ એટલે કે 2018-18માં GDP રેટ 6.7 ટકા રહ્યો.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ માર્ચમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 7.7 ટકા મજબૂત ગ્રોથ સાથે ભારતે સૌથી ઝડપી વૃદ્ધિ કરતા દેશ તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે. નાણાકીય વર્ષ 2017-18ના ચોથા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટ 7.7 ટકા રહ્યો છે. જ્યારે આખા વર્ષ એટલે કે 2018-18 દરમિયાન જીડીપી ગ્રોથ રેટ 6.7 ટકા રહ્યો હતો. જીડીપીના તાજા આંકડાથી સ્પષ્ટ છે કે દેશનું અર્થતંત્ર હવે નોટબંધી અને જીએસટીના આંચકામાંથી બહાર આવીને મજબૂતીના માર્ગ પર છે.

   રિઝર્વ બેન્કે પણ એપ્રિલની મોનેટરી પોલિસી સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે દેશમાં રોકાણની ગતિવિધિમાં તેજી આવી રહી છે તેથી આવનારા સમયમાં અર્થતંત્રમાં તેજી આવશે.
   - આ આંકડા CSOએ જીડીપી ગ્રોથ અંગે કરેલા 6.6 ટકાના અંદાજ સાથે પણ મેળ ખાય છે.

   મજબૂત ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનથી જીડીપીને મળ્યું બળ

   જીડીપીના મજબૂત આંકડાને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના આંકડાનો ટેકો મળ્યો છે. એપ્રિલમાં કોર સેક્ટરે 4.7 ટકા વૃદ્ધિ બતાવી હતી, જે માર્ચમાં 4.4 ટકા હતી. મહત્ત્વના આઠ કોર સેક્ટર્સ કોલસો, ક્રુડ ઓઇલ, નેચરલ ગેસ, રીફાઇનરી પ્રોડક્ટસ, ફર્ટિલાઇઝર્સ, સ્ટીલ, સીમેન્ટ અને વીજળી કુલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં 40.27 ટકા હિસ્સો ધરાવે છે.

   દરમિયાન, ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર) માટેના આર્થિક વૃદ્ધિ દરને અગાઉના 7.2 ટકાથી સુધારીને 7 ટકા કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2018ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટને 5.7 ટકાથી સુધારીને 5.6 ટકા અને બીજા ક્વાર્ટર માટે 6.5 ટકાથી સુધારીને 6.3 ટકા કરવામાં આવ્યો છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Economy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ચોથા ક્વાર્ટરમાં GDP ગ્રોથ રેટ 7.7%, અર્થતંત્ર નોટબંધી, GSTના આંચકામાંથી બહાર | GDP growth rate of India clocked a stellar 7.7% in March 2018 quarter
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  Top
  `