બિહાર અને ઉત્તરપ્રદેશના લોકો 13 રૂપિયા સસ્તા ભાવે ખરીદી રહ્યા છે પેટ્રોલ

બિહાર અને યુપીને અડીને આવેલી નેપાળની બોર્ડર પર કોઇ કડકાઈ ન હોવાથી સરળતાથી લોકો પેટ્રોલ લઈ આવે છે.
બિહાર અને યુપીને અડીને આવેલી નેપાળની બોર્ડર પર કોઇ કડકાઈ ન હોવાથી સરળતાથી લોકો પેટ્રોલ લઈ આવે છે.

નવી દિલ્હી: પેટ્રોલના ભાવ દરરોજ વધી રહ્યા ચે અને મુંબઈમાં પેટ્રોલ 90 રૂપિયા/લીટર થઈ ગયું છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 82 રૂપિયા/લીટરના લેવલને પાર કરી ચૂકી છે, પરંતુ બિહાર અને ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારમાં લોકો ફક્ત 69 રૂપિયા/લીટરના ભાવે પોતાની ગાડીઓમાં પેટ્રોલ ભરાવી રહ્યા છે. ભરાવવાની સાથે-સાથે આ લોકો મોટા-મોટા ગેલનમાં પણ ભરી-ભરીને પેટ્રોલ લાવી રહ્યા છે. વાત થઈ રહી છે નેપાળની બોર્ડરને અડીને આવેલા બિહાર અને ઉત્તરપ્રદેશના વિસ્તારોની. બિહાર અને ઉત્તરપ્રદેશના ઘણા વિસ્તારો પાડોશી દેશ નેપાળને એકદમ અડીને આવેલા છે, જ્યાં પગપાળા જઈ શકાય છે. આ જ કારણ છે કે આ વિસ્તારના લોકોએ ભારતમાંથી પેટ્રોલ લેવાનું છોડી દીધું છે અને નેપાળમાંથી પેટ્રોલ લઈ રહ્યા છે. નેપાળ જવા માટે કોઇ પાસપોર્ટ-વિઝાની જરૂર નથી હોતી. બિહાર અને યુપીને અડીને આવેલી નેપાળની બોર્ડર પર કોઇ કડકાઈ ન હોવાથી સરળતાથી લોકો પેટ્રોલ લઈ આવે છે.

divyabhaskar.com

Sep 25, 2018, 11:32 AM IST

ક્યાંથી થઈ રહી છે ચોરી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બિહારના રક્સૌલ પાસે આવેલા ગ્રામીણ નાકાઓમાંથી ડીઝલ અને પેટ્રોલની ચોરી થઈ રહી છે. આ જ કારણ છે કે હાલ નેપાળમાં પેટ્રોલની માંગ વધી ગઈ છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે નેપાળને ભારત જ પેટ્રોલિયમ પદાર્થો સપ્લાય કરે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરહદીય ક્ષેત્રોના સહદેવા, મહદેવા, અહિરવા ટોલા, પંટોકા, સિસવા, મટિઅરવા, કૌરેયા વગેરે ગ્રામીણ નાકાઓમાંથી મોટા પાયે ડીઝલ અને પેટ્રોલની ચોરી થઈ રહી છે.

કેવી રીતે થાય છે ચોરી

સાયકલ પર, પગપાળા અને અન્ય સવારીઓના માધ્યમથી પેટ્રોલિયમ પદાર્થોની ચોરી કરવામાં આવી રહી છે. કેટલાક બાઇક અને ગાડી ડ્રાઇવર્સ નેપાળમાં જઈને ટાંકી ફૂલ કરાવ્યા પછી તેને ભારતીય વિસ્તારમાં લાવીને ખાલી કરી રહ્યા છે. કિંમતોમાં ભારે અંતર હોવાને કારણે ચોરો દ્વારા હાલ દરરોજ હજારો લીટર ડીઝલ અને પેટ્રોલની ચોરી નેપાળમાંથી કરવામાં આવી રહી છે.

સસ્તા પેટ્રોલ માટે ઇન્ડો-ભૂટાન બોર્ડર પર જામની સ્થિતિ

નેપાળ ઉપરાંત આસામને અડીને આવેલી ભૂટાન બોર્ડર પર સસ્તા પેટ્રોલને લઇને મારામારી થઈ રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે અહીંયા લોકો બોર્ડર પાર જઈને ગાડીઓની ટાંકી ભરાવવાની સાથે ગેલનમાં પણ પેટ્રોલ લાવી રહ્યા છે. અહીંયા પેટ્રોલની કિંમત લગભગ 60 રૂપિયા/લીટર જણાવવામાં આવી રહી છે. આસામથી ભૂટાન બોર્ડર નજીક છે.

X
બિહાર અને યુપીને અડીને આવેલી નેપાળની બોર્ડર પર કોઇ કડકાઈ ન હોવાથી સરળતાથી લોકો પેટ્રોલ લઈ આવે છે.બિહાર અને યુપીને અડીને આવેલી નેપાળની બોર્ડર પર કોઇ કડકાઈ ન હોવાથી સરળતાથી લોકો પેટ્રોલ લઈ આવે છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી