2022 સુધીમાં ભારત 11મો સૌથી અમીર દેશ બનશે, 5 લાખ કરોડ ડોલર થઈ જશે સંપત્તિ

India to become 11th wealthiest nation ahead by 2022 says BCG report

વર્ષ 2022 સુધી ભારત દુનિયાનો 11મો સૌથી અમીર દેશ બની જશે. આ દરમિયાન દેશની સંપત્તિમાં 13% વધારો થવાનું અનુમાન છે. ત્રણ વર્ષ બાદ તે હાલની 3 લાખ કરોડ ડોલરથી વધીને 5 લાખ કરોડ ડોલર થઈ જશે.

Divyabhaskar.com

Oct 09, 2018, 04:06 PM IST

નવી દિલ્હીઃ વર્ષ 2022 સુધી ભારત દુનિયાનો 11મો સૌથી અમીર દેશ બની જશે. આ દરમિયાન દેશની સંપત્તિમાં 13% વધારો થવાનું અનુમાન છે. ત્રણ વર્ષ બાદ તે હાલની 3 લાખ કરોડ ડોલરથી વધીને 5 લાખ કરોડ ડોલર થઈ જશે. બોસ્ટન કન્સલટિંગ ગ્રૂપ (બીસીજી)ના 'ધ ગ્લોબલ વેલ્થ-2018' રિપોર્ટમાં આ આશા વ્યક્ત કરવામાં આવી છે.

3 વર્ષમાં ભારતનું રેન્કિંગ 4 સ્થાન સુધરશે


- બીસીજીના રિપોર્ટ મુજબ, વર્ષ 2022 સુધી ભારતની રેન્કમાં ચાર નંબરનો સુધારો થશે. તે સ્વિત્ઝરલેન્ડ, હોંગકોંગ, નેધરલેન્ડ અને તાઇવાનને પાછળ છોડી દેશે.
- રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2012થી ભારતનો કંપાઉન્ડ એન્યૂઅલ ગ્રોથ રેટ (સીએજીઆર) 12% રહ્યો છે. ચીન બાદ ભારત જ એવો દેશ છે જેની સીએજીઆર પર્સનલ વેલ્થના હિસાબે ડબલ ડિજિટમાં રહી.
- ભારત સમૃદ્ધ, હાઈ નેટવર્થ અને અલ્ટ્રા હાઈ નેટવર્થ કેટેગરીમાં એશિયાનું પાંચમાં નંબરનું સૌથી મોટું બજાર છે. અહીં સમૃદ્ધ લોકોની સંખ્યા 3 લાખ 22 હજાર છે. આ શ્રેણીમાં 10 લાખ ડોલર સુધી સંપત્તિવાળા લોકો સામેલ છે.

- દેશમાં હાઈ નેટવર્થવાળા અમીરોની સંખ્યા 87 હજાર છે. તેમની સંપત્તિ 10 લાખ ડોલરથી 2 કરોડ ડોલરની વચ્ચે છે. અલ્ટ્રા હાઈ નેટવર્થ કેટેગરીવાળા 4 હજાર લોકો છે. તેમની વેલ્થ 2 કરોડ ડોલરથી વધુ છે.
- પર્સનલ વેલ્થમાં હાલ અમેરિકા 80 લાખ કરોડ ડોલરની સાથે ટોપ પર છે. વર્ષ 2022 સુધી અહીં 100 લાખ કરોડ ડોલર પહોંચવાની આશા છે. ચીનની ખાનગી સંપત્તિ 21 લાખ કરોડ ડોલર છે. ત્રણ વર્ષમાં તે ડબલ થઈને 43 લાખ કરોડ ડોલરે પહોંચશે તેવી આશા છે.

X
India to become 11th wealthiest nation ahead by 2022 says BCG report
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી