Home » Business » Economy » મોદી સરકારના 5 મોટા વાયદાઓનું શું થયું, જાણો અત્યાર સુધી તમને શું મળ્યું | 4 years of Modi government and its 5 favorite projects, know latest facts

મોદી સરકારના 5 મોટા વાયદાઓનું શું થયું, જાણો અત્યાર સુધી તમને શું મળ્યું

Divyabhaskar.com | Updated - May 16, 2018, 09:20 PM

ચાર વર્ષ દરમિયાન મોદી સરકારે જાહેર કરેલી અનેક મહત્ત્વની યોજનાઓની હાલ શું સ્થિતિ છે અને કેટલું કામ થયું છે તે જાણો.

 • મોદી સરકારના 5 મોટા વાયદાઓનું શું થયું, જાણો અત્યાર સુધી તમને શું મળ્યું | 4 years of Modi government and its 5 favorite projects, know latest facts
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  નવી દિલ્હીઃ 16 મે 2014ના રોજ લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું અને તેમાં ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ બહુમતી હાંસલ થઇ હતી. તેના 10 દિવસ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી સરકાર બની તેને આજે ચાર વર્ષ પૂરા થયા. ચાર વર્ષ દરમિયાન મોદી સરકારે અનેક મહત્ત્વની યોજનાઓ જાહેર કરી છે. આજે અહીં જણાવીશું કે મોદી સરકારની બહુ માનીતી યોજનાઓની હાલની સ્થિતિ શું છે.

  સ્માર્ટ સિટી મિશન


  ચૂંટણી પહેલા ભાજપે વાયદો કર્યો હતો કે દેશમાં 100 નવા સ્માર્ટ સિટી બનાવવામાં આવશે. લગભગ એક વર્ષ સુધી સ્માર્ટ સિટીના કન્સેપ્ટ અંગે ગફલતનો દોર ચાલ્યો અને 25 જૂન 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્માર્ટ સિટી મિશન લોન્ચ પણ કરી દીધું. મિશન લોન્ચ થયે 3 વર્ષ થવા આવ્યા છે પરંતુ અત્યાર સુધી માત્ર 3.41 ટકા જ કામ પૂરું થઇ શક્યું છે. મિનિસ્ટ્રીના તાજા રીપોર્ટ અનુસાર, અત્યાર સુધી પસંદ કરેલા 99 સ્માર્ટ સિટીઝમાં લગભગ 3,183 પ્રોજેક્ટસ પર કામ ચાલી રહ્યું છે. તેના પર લગભગ 1,45,245 કરોડનો ખર્ચ થવાનુ અનુમાન છે. તેમાં અત્યાર સુધી માત્ર 4,960 કરોડ રૂપિયા (3.41ટકા)ના પ્રોજેક્ટ્સ પૂરા થઇ શક્યા છે. તે ઉપરાંત 23,243 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ પર કામ શરૂ થઇ ચૂક્યું છે, જ્યારે 17,213 કરોડ રૂપિયાના પ્રોજેક્ટસ માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે.

  રૂ.300ની નોકરી અને માલિકની પુત્રી સાથે લગ્ન, યેદિયુરપ્પા જીવ્યા છે આવી લાઇફ

  આગળ વાંચો.... મોદી સરકારના અન્ય પ્રોજેક્ટસની શું છે સ્થિતિ...

 • મોદી સરકારના 5 મોટા વાયદાઓનું શું થયું, જાણો અત્યાર સુધી તમને શું મળ્યું | 4 years of Modi government and its 5 favorite projects, know latest facts
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  પ્રધાનમંત્રી આવાસ યોજના


  ચૂંટણી ઢંઢેરામાં વાયદો કર્યો હતો કે શહેરોમાં બે કરોડથી વધુ ઘર બનાવવામાં આવશે. 25 જૂન 2015ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન)ની શરૂઆત કરવામાં આવી. વર્ષ 2022 સુધી બે કરોડ ઘર બનાવવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. હવે આ સ્કીમને ત્રણ વર્ષ પૂરા થવાના છે. પરંતુ એપ્રિલ 2018 સુધી લગભગ 4 લાખ ઘર જ બની શક્યા છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સનો સ્ટેટસ રીપોર્ટ બતાવે છે કે અત્યાર સુધી 19.30 લાખ ઘર બનવાનું કામ ચાલી રહ્યું છે. આ ટાર્ગેટને પૂરો કરવા માટે સરકારે ત્રણથી ચારગણી ઝડપ વધારવી પડશે. રાજ્ય સરકારોનો સપોર્ટ નહિ મળવાના કારણે આ સ્કીમ અત્યાર સુધી ઝડપ પકડી શકી નથી.

   

   Twitter પર છવાઈ કર્ણાટક ચૂંટણી, 30 લાખથી વધુ થયા ટ્વીટ

   

  આગળ વાંચો....

 • મોદી સરકારના 5 મોટા વાયદાઓનું શું થયું, જાણો અત્યાર સુધી તમને શું મળ્યું | 4 years of Modi government and its 5 favorite projects, know latest facts
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  પ્રધાનમંત્રી મુદ્રા યોજના


  બેરોજગારીને અંકુશમાં લેવા માટે અને નાના કારોબારીઓને સરળતાથી લોન આપવા વર્તમાન સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી હતી. મુદ્રાનો રીપોર્ટ બતાવે છે કે 3 વર્ષ દરમિયાન અત્યાર સુધી 9.29 કરોડથી વધુ લોકોને લોન સેન્ક્શન કરવામાં આવી. પરંતુ તેમાંથી નવા કારોબારી 2.25 કરોડની આસપાસ જ છે. એટલે કે સરકારના હેતુથી વિપરીત, બેન્કો નવા લોકોને લોન આપતા કતરાય છે અને ટાર્ગેટ પૂરો કરવા માટે પહેલાથી સ્થાપિત કારોબારીઓને લોન આપી રહી છે.

   

   હોન્ડાની નવી Amaze લોન્ચ, હ્યુન્ડાઇ એસન્ટ, મારુતિ ડીઝાયર સામે થશે મુકાબલો

 • મોદી સરકારના 5 મોટા વાયદાઓનું શું થયું, જાણો અત્યાર સુધી તમને શું મળ્યું | 4 years of Modi government and its 5 favorite projects, know latest facts
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  સ્ટાર્ટ અપ ઇન્ડિયા

   

  યુવાનોને લોભાવવા માટે જાન્યુઆરી 2016માં મોદી સરકારે સ્ટાર્ટ અપ ઇન્ડિયાની શરૂઆત કરી હતી. તેનો હેતુ ટેકનોલોજી બેઝ્ડ સ્ટાર્ટ- અપ્સને નાણાકીય મદદ કરવાનો હતો. તે માટે 10,000 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી હતી અને ઓછામાં ઓછા 2.5 લાખ યુવાનોને લાભ પહોંચાડવાનો ટાર્ગેટ હતો. પરંતુ બે વર્ષથી વધુ સમય વીત્યા પછી પણ અત્યાર સુધી 99 સ્ટાર્ટ અપને ફંડ અપાયું છે.

 • મોદી સરકારના 5 મોટા વાયદાઓનું શું થયું, જાણો અત્યાર સુધી તમને શું મળ્યું | 4 years of Modi government and its 5 favorite projects, know latest facts

  દરેક ઘર સુધી વીજળી

   

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક ઘરે વીજળી પહોંચાડવાનો વાયદો કર્યો હતો. તે માટે મિનિસ્ટ્રી ઓફ પાવર દ્વારા પાવર ફોર ઓલ મિશનની શરૂઆત કરવામાં આવી હતી. તે અનુસાર, એપ્રિલમાં દરેક ગામ સુધી વીજળી કનેક્શન પહોંચાડવાનો વાયદો પૂરો કરવાનો દાવો કરવામાં આવ્યો. પરંતુ ઓક્ટોબર 2017થી શરૂ થયેલી સૌભાગ્ય સ્કીમ હજુ પૂરતી ઝડપ નથી પકડી શકી. સૌભાગ્યનો ટાર્ગેટ 31 ડિસેમ્બર 2018 સુધી લગભગ 4 કરોડ ઘરો સુધી વીજળી પહોંચાડવાનો છે. પરંતુ અત્યાર સુધીમાં 57,61,324 ઘરો સુધી વીજળી પહોંચી છે. હજુ પણ 3.26 કરોડ ઘરોમાં વીજળી પહોંચાડવાની બાકી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

Trending

વીડિયો વધુ જુઓ