તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિમ્પલ રજિસ્ટ્રેશન કરીને રેલવે સાથે શરૂ કરો બિઝનેસ, 350 આઇટમ્સની છે ડિમાન્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ રેલવેએ સરકારી ઇકોમર્સ પોર્ટલ GEM થકી ખરીદી શરૂ કરી છે અને અંદાજે 350 જેટલી આઇટમ્સની ડિમાન્ડ છે, જેને કોઇપણ વેપારી સપ્લાય કરી શકે છે. જો તમે બિઝનેસમેન છો અથવા બિઝનેસ શરૂ કરવા માગો છો તો અમુક ઔપચારિકતાઓ પૂરી કરીને GEMમાં તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ત્યારબાદ તમે સરળતાથી દેશની સૌથી મોટી સરકારી કંપની રેલવે સાથે બિઝનેસ શરૂ કરી શકો છો. બિઝનેસ મંત્રાની આ કડીમાં આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે GEMમાં તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને રેલવેને કેવા પ્રકારની વસ્તુઓની જરૂર છે. 

 

શું છે ઉદ્દેશ
ઉત્તર રેલવેના જીએમ વિશ્વેશ્વર ચૌબેએ જણાવ્યું કે વડાપ્રધાનના મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ વધુમાં વધુ લોકોને રેલવે સાથે બિઝનેસ કરવાની તક આપવામાં આવી રહી છે. તેનાથી યુવા સ્વરોજગાર પ્રત્યે આકર્ષિત તો થશે જ તેમજ રેલવેને પણ ઓછા સમયમાં સસ્તો સામાન ખરીદવામાં સરળતા રહેશે. તેથી રેલવેએ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા GEM પોર્ટલના માધ્યમથી ખરીદી શરૂ કરી છે. ચૌબેએ જણાવ્યું કે ઉત્તર રેલવેએ અત્યારસુધીમાં 330 કરોડ રૂપિયાની ખરીદીમાંથી 130 કરોડ રૂપિયાનો સામાન GEMમાંથી ખરીદ્યો છે.

 

કેવા પ્રકારની આઇટમની છે જરૂર
તેમણે જણાવ્યું કે રેલવેમાં ઉપયોગમાં લઇ શકાય તેવી મોટાભાગની વસ્તુની ખરીદી GEMમાંથી કરવામાં આવી રહી છે. તમામ 350 આઇટમ્સને GEM પોર્ટલ પર અપલોડ કરી છે. સાથે જ GEMમાં રજિસ્ટર્ડ સેલર પાસે એ પ્રોડક્ટની માહિતી મેળવીને ખરીદી કરવામાં આવી રહી છે. 

 

ટોચની આઇટમ્સ
-ટ્રેનમાં ચાદર, બ્લેકકેટ, નેપકિન
-સેનિટેશન મશીન, સેનિટેશનમાં ઉપયોગમાં આવતા કેમિકલ્સ, ક્લિનિંગ ડસ્ટર, ફ્લોર મેટ્સ, એર ફ્રેશનર, ફ્લોર ક્લિનર
- એર કન્ડિશનર, એર પ્યોરિફાયર, લેસર પ્રીન્ટર, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ વેલ, ફેન, હેમર, હેન્ડ હેલ્ડ જીપીએસ
- રેલવેની હોસ્પિટલ અને ઓફિસમાં કામ આવતા ફર્નિચર, સ્ટ્રેચર, ગ્લૂકોઝ મોનિટરિંગ મશીન, ગ્લવ્સ અન્ય સર્જિકલ પ્રોડક્ટ્સ

 

શું છે GEM પોર્ટલ
કેન્દ્ર સરકારે ઇ પોર્ટલ થકી GEM(ગવર્નમેન્ટ ઇ-માર્કેટ) તૈયાર કર્યું છે. જે થકી તમામ પ્રકારની ખરીદી ઓનલાઇન ઉપલબ્ધ છે. જે થકી ખરીદી પ્રોસેસમાં બાબુઓ અને મિડલમેનની દખલગીરી ખતમ થઇ જશે. સરકારને આશા છે કે GEM થકી તે અંદાજે 4 લાખ કરોડ રૂપિયાની માર્કેટ પ્લેસ ઉપલબ્ધ કરાવી શકશે. જે થકી દર વર્ષે 40થી 50 હજાર કરોડ રૂપિયાની સેવિંગ તેનાથી થશે. 

 

કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન
GEMમાં રજિસ્ટ્રેશન કરવાનું ઘણું સરળ છે. તમે તમારા ફોન અથવા લેપટોપમાં ઇન્ટરનેટ શરૂ કર્યા બાદ ગુગલ પર GEM ટાઇપ કરો. જ્યાં GEM પોર્ટલ ખુલી જશે. ત્યાં જઇને તમારે સાઇન અપ ઓપ્શન પર સેલર પર ક્લિક કરો. તમારા આધાર નંબર અને મોબાઇલ નંબરથી તમારું એકાઉન્ટ ખુલી જશે. જોકે આગળના બિઝનેસમ માટે તમારે ફોર્મ, પાર્ટનરશિપ ફોર્મ, બિઝનેસ રજિસ્ટ્રેશન, જીએસટી, સિન જેવા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તમે GEM સંબંધિત તમામ માહિતી 18004193436 અને 18001023436 પર ફોન કરીને મેળવી શકો છો. 

અન્ય સમાચારો પણ છે...