Home » Business » Digital » virtual ID facility for Aadhaar is launched, bio-metric data will be more secured

આધાર માટે લોન્ચ થઇ વર્ચ્યુઅલ ID ફેસિલિટી, બાયોમેટ્રિક ડેટા થશે વધુ સિક્યોર

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 02:28 PM

આ 16 ડિજિટના આઇડીથી લોકોને આધારની બાયોમેટ્રિક ડીટેલ્સ સિક્યોર રાખવામાં મદદ મળશે.

  • virtual ID facility for Aadhaar is launched, bio-metric data will be more secured
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    હાલ આ વર્ચ્યુઅલ આઇડીથી એડ્રેસ અપડેટ થઇ શકશે.

    નવી દિલ્હીઃ આધાર ઇશ્યુ કરતી ઓથોરિટી (UIDAI)એ આધાર માટે વર્ચ્યુઅલ આઇડી ફેસિલિટી લોન્ચ કરી દીધી છે. નાગરિક સર્વિસ પ્રોવાઇડર્સને આધાર નંબરના બદલે આ વર્ચ્યુઅલ આઇડી આપી શકાશે. આ 16 ડિજિટના આઇડીથી લોકોને આધારની બાયોમેટ્રિક ડીટેલ્સ સિક્યોર રાખવામાં મદદ મળશે.

    હજુ સર્વિસ પ્રોવાઇડર્સ નહિ કરી શકે સ્વીકાર


    UIDAIએ એક ટવીટમાં જણાવ્યું કે નાગરિકો પોતાના વર્ચ્યુઅલ આઇડીને તાત્કાલિક જનરેટ કરી શકશે. પરંતુ હજુ સર્વિસ પ્રોવાઇડર્સ તેને સ્વીકારી નહિ શકે. તેમાં થોડો સમય લાગશે. સર્વિસ પ્રોવાઇડર્સ પાસે નવી સિસ્ટમને અપનાવવા માટે 1 જૂન સુધીનો સમય છે. ઓથોરિટીએ એવું પણ કહ્યું છે કે હાલ વર્ચ્યુઅલ આઇડીનો આધાર ઇ-પોર્ટલ પર એડ્રેસ અપડેટ કરવા માટે પણ ઉપયોગ કરી શકાશે.

    જાન્યુઆરીમાં થઇ હતી જાહેરાત


    જાન્યુઆરીમાં આધાર ડેટાની સિક્યોરિટી અંગે ચિંતા વધવાથી UIDAIએ વર્ચ્યુઅલ આઇડી સિસ્ટમ લાવવાની જાહેરાત કરી હતી. એ સમયે કહેવાયું હતું કે આ આઇડીને બેન્ક, ઇન્શ્યોરન્સ કંપનીઓ અને ટેલિકોમ ઓપરેટર્સ વગેરે સર્વિસ પ્રોવાઇડર્સ સાથે શેર કરી શકાશે અને તેને સ્વીકાર કરાશે. UIDAIએ દાવો કર્યો હતો કે આ નવી સિસ્ટમથી જરૂર પડે ત્યારે આઇડીને જનરેટ કે ડીએક્વિવેટ કરી શકાશે.

  • virtual ID facility for Aadhaar is launched, bio-metric data will be more secured
    આ સિસ્ટમ સંપૂર્ણ કાર્યત થવામાં થોડો સમય લાગશે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

Trending

વીડિયો વધુ જુઓ