Home » Business » Digital » 4 લાખમાં શરૂ થયેલી ફ્લિપકાર્ટ 1 લાખ કરોડમાં વેચાઇ, જાણો 10 રોચક વાતો | started with 4 lakh Flipkart is sold at 1 lakh rupees, know its 10 interesting facts

4 લાખમાં શરૂ થયેલી ફ્લિપકાર્ટ 1 લાખ કરોડમાં વેચાઇ, જાણો 10 રોચક વાતો

Divyabhaskar.com | Updated - May 10, 2018, 08:02 PM

બેન્ક ઓફ અમેરિકા મેરિલ લીંચે તેના રીપોર્ટમાં જણાવ્યું છે કે 43 ટકાથી વધારે માર્કેટ શેર સાથે ફ્લિપકાર્ટ માર્કેટ લીડર છે.

 • 4 લાખમાં શરૂ થયેલી ફ્લિપકાર્ટ 1 લાખ કરોડમાં વેચાઇ, જાણો 10 રોચક વાતો | started with 4 lakh Flipkart is sold at 1 lakh rupees, know its 10 interesting facts
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  નવી દિલ્હીઃ અમેરિકન કંપની વોલમાર્ટે 16 અબજ ડોલર (આશરે 1 લાખ કરોડ રૂપિયા)માં ભારતની ટોચની ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટને 77 ટકા હિસ્સા સાથે ખરીદી લીધી છે. આ દુનિયાનો સૌથી મોટો ઇ-કોમર્સ સોદો છે. બેન્ક ઓફ અમેરિકા મેરિલ લીંચે તેના રીપોર્ટમાં જણાવ્યું છે કે 43 ટકાથી વધારે માર્કેટ શેર સાથે ફ્લિપકાર્ટ માર્કેટ લીડર છે. તેણે અનુમાન લગાવ્યું છે કે 2019માં ફ્લિપકાર્ટ 44 ટકા હિસ્સો જાળવી રાખવામાં સફળ રહેશે. જ્યારે એમેઝોનનો માર્કેટ હિસ્સો 37 ટકા અને સ્નેપડીલનો માર્કેટ શેર માત્ર 9 ટકા રહી જશે. આગળ જાણો ફ્લિપકાર્ટને લગતી 10 રોચક વાતો...

  1. સચિન બંસલ અને બિન્ની બંસલે 2007માં બેંગલુરુમાં બે રૂમના મકાનમાં ફ્લિકાર્ટ શરૂ કરી હતી. આ બંનેની મુલાકાત દિલ્હીની આઇઆઇટીમાં સ્ટડી વખતે 2005માં થઇ હતી અને તે પછી બંનેએ એમેઝોનમાં પણ કામ કર્યું હતું. ફ્લિપકાર્ટની શરૂઆત ઓનલાઇન બૂક્સ વેચવા માટેના એક પ્લેટફોર્મ તરીકે થઇ હતી.

  2. ફ્લિપકાર્ટના પ્લેટફોર્મ પરથી વેચાયેલી પ્રથમ બૂક જોન વુડ્ઝની `લિવિંગ માઇક્રોસોફ્ટ ટુ ચેઇન્જ ધ વર્લ્ડ' હતી. પોતાની શરૂઆતના એક વર્ષમાં ફ્લિપકાર્ટે 20 પુસ્તકો વેચ્યા હતા.

  આગળ વાંચો... અન્ય રસપ્રદ હકીકતો

 • 4 લાખમાં શરૂ થયેલી ફ્લિપકાર્ટ 1 લાખ કરોડમાં વેચાઇ, જાણો 10 રોચક વાતો | started with 4 lakh Flipkart is sold at 1 lakh rupees, know its 10 interesting facts
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  2011માં સિંગાપોરમાં રજિસ્ટર થઇ ફ્લિપકાર્ટ

   

  3. ફ્લિપકાર્ટે અંબર ઐયપ્પાને પ્રથમ ફુલટાઇમ કર્મચારી તરીકે નિયુક્ત કર્યા.


  4. ઓક્ટોબર 2009માં એસેલ પાર્ટનર્સ ઇન્વેસ્ટર તરીકે કંપનીના બોર્ડમાં આવ્યા અને તેમણે 10 લાખ ડોલર રોકાણ કર્યું. થોડા મહિના પછી અમેરિકન હેજ ફંડ ટાઇગર ગ્લોબલે એસેલ સાથે મળીને 1 કરોડ ડોલરનું રોકાણ કર્યું. ફ્લિપકાર્ટે 1.4 અબજ ડોલર ટેન્સેન્ટ, ઇબે અને માઇક્રોસોફ્ટ પાસેથી મેળવ્યા. જ્યારે જાપાનના સોફ્ટબેન્ક વિઝન ફંડે ગયા વર્ષે તેના ખાતમાં 2.5 અબજ ડોલર નાખ્યા હતા.

   

  5. ફ્લિપકાર્ટ 2011માં સિંગાપોરમાં રજિસ્ટર્ડ થઇ.


  6. ફ્લિપકાર્ટે વીરીડ, લેટ્સબાય, એફએક્સ માર્ટ, મિન્ત્રા અને યુપીઆઇ પેમેન્ટ સ્ટાર્ટઅપ ફોન જેવી કંપનીઓને ખરીદી.

   

  ગેમિંગ પર હોઇ શકે છે ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર સચિન બંસલનો આગામી પ્રોજેક્ટ

   

  આગળ વાંચો...ભારતમાં કેશ ઓન ડિલિવરી મોડેલ લાવી...

 • 4 લાખમાં શરૂ થયેલી ફ્લિપકાર્ટ 1 લાખ કરોડમાં વેચાઇ, જાણો 10 રોચક વાતો | started with 4 lakh Flipkart is sold at 1 lakh rupees, know its 10 interesting facts

  ભારતમાં કેશ ઓન ડિલિવરી મોડલ લાવી ફ્લિપકાર્ટ

   

  7. 2010માં ફ્લિપકાર્ટ ભારતમાં `કેશ ઓન ડિલિવરી' મોડલ લાવી. તેનાથી તેણે લોકોમાં ઓનલાઇન શોપિંગમાં વિશ્વાસ વધાર્યો અને ભારતમાં ઓનલાઇન શોપિંગમાં મોટું પરિવર્તન આવ્યું.

   

  8. 2017 ફ્લિપકાર્ટ માટે મહત્ત્વનું વર્ષ રહ્યું, કારણ કે કંપનીએ આ વર્ષે 10 કરોડ રજિસ્ટર્ડ યુઝર્સનો આંકડો પાર કર્યો. હાલ ફ્લિપકાર્ટના એક લાખથી વધારે રજિસ્ટર્ડ સેલર્સ અને 21 વેરહાઉસીસ છે.

   

   ફ્લિપકાર્ટનો 77% હિસ્સો 1.07 લાખ કરોડમાં ખરીદશે વોલમાર્ટ

   

  9. ફ્લિપકાર્ટના મેનેજમેન્ટમાં ફેરબદલ થઇ. પૂર્વ ટાઇગર ગ્લોબલ એક્ઝિક્યુટિવ કલ્યાણ કૃષ્ણમૂર્તિ ફ્લિપકાર્ટના સીઇઓ બન્યા. કો-ફાઉન્ડર બિન્ની બંસલ ગ્રુપના સીઇઓ રહ્યા અને સચિન બંસલ ચેરમેન હતા.

   

  10. બિગ બિલિયન ડે સેલ લગાવ્યું


  2014માં કંપની પાસે ગ્રાસ મર્કેન્ડાઇઝ વોલ્યુમ એક અબજ ડોલર જેટલું થઇ ગયું. તે પછી કંપનીને 30 કરોડ ડોલરમાં ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ www.myntra.com ખરીદ્યું. કંપનીએ આ વર્ષે ચીની ઇ-કોમર્સ કંપની અલીબાબાના પગલે ભારતમાં બિગ બિલિયન ડે સેલ લગાવ્યો હતો. ત્યારથી કંપનીના વેલ્યુએશનમાં મોટો વધારો થયો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

Trending

વીડિયો વધુ જુઓ