હૈદરાબાદ: જો તમે નવી નોકરીની તલાશમાં હો તો તમારે માટે ગોલ્ડન ચાન્સ આવ્યો છે. મુકેશ અંબાણીની માલિકીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ જ્યારથી તેની 4જી સર્વિસ શરૂ કરી છે ત્યારથી દેશભરમાં કોલ અને ડેટા ક્ષેત્રે મોટો તહેલકો મચાવી દીધો છે. મહિને દર મહિને જિયોના ગ્રાહકો વધી રહ્યા છે. પોતાના વધતા બિઝનેસના કારણે જિયોને નવી ભરતી કરવાની જરૂર પડી છે. તેથી રિલાયન્સ જિયો નવા 80,000 લોકોને ભરતી કરવાની છે. આ નોકરીઓ અલગ અલગ ક્ષેત્રો એટલે કે સેલ્સ, માર્કેટિંગ, કોર્પોરેટ, કસ્ટમર કેર સર્વિસ, આઇટી, એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં આવશે.
રેફરન્સ અને કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા ભરતી
રિલાયન્સ જિયો ચાલુ નાણાકીય વર્ષમાં 80,000 સ્ટાફની નવી ભરતી કરવાની છે એવી કંપનીના સીનિયર ઓફિસર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભરતી પ્રક્રિયા રેફરન્સ અને કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા કરવામાં આવશે. જિયો છેલ્લા બે ક્વાર્ટરથી સતત નફો કરી રહી છે અને સસ્તી સેવાઓ આપીને કારોબારનો વિસ્તાર વધારવા પર ફોકસ કરી રહી છે. સસ્તા ડેટા પ્લાન અને ફ્રી વોઈસ કોલિંગ સાથે કંપની હવે મોટા પાયે નોકરી પણ આપી રહી છે.
જોબ કેટેગરી
રિલાયન્સ જિયોની વેબસાઇટ પર હાલ અલગ અલગ કેટેગરીમાં જોબની વિગત આપી છે.
- સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી
- કસ્ટમર સર્વિસીસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આઇટી એન્ડ સિસ્ટમ
- સપ્લાય ચેઇન, ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ, કોર્પોરેટ અફેર્સ
- એચઆર એન્ડ ટ્રેનિંગ, ઓપરેશન્સ, પ્રોડક્ટ મેનેજમેન્ટ
- એલાયન્સ એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટ, કોર્પોરેટ સર્વિસ (એડમિન)
- પ્રોક્યોરમેન્ટ એન્ડ કોન્ટેક્ટ
એક નિર્ણયથી બદલાઇ ગયું આ માણસનું નસીબ, 1 વર્ષમાં જ સંપત્તિ થઇ ગઇ રૂ.50,000 કરોડ
આગળ વાંચો... આ રીતે કરી શકો છો અરજી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.