Divya Bhaskar

Home » Business » Digital » ચાર વર્ષમાં આવી શકે છે ફ્લિપકાર્ટનો IPO, વોલમાર્ટે દર્શાવી ટાઇમલાઇન | IPO of Flipkart may come within 4 years, walmart gives indication of timeline

ચાર વર્ષમાં આવી શકે છે ફ્લિપકાર્ટનો IPO, વોલમાર્ટે દર્શાવી ટાઇમલાઇન

Divyabhaskar.com | Updated - May 12, 2018, 04:41 PM

વોલમાર્ટ ઇન્કે શનિવારે અમેરિકાની રેગ્યુલેટરને કરેલી ફાઇલિંગમાં કહ્યું છે કે 4 વર્ષની અંદર ફ્લિપકાર્ટનો આઇપીઓ આવી શકે છે.

  • ચાર વર્ષમાં આવી શકે છે ફ્લિપકાર્ટનો IPO, વોલમાર્ટે દર્શાવી ટાઇમલાઇન | IPO of Flipkart may come within 4 years, walmart gives indication of timeline
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઇઃ ભારતની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની ચાર વર્ષની અંદર સ્ટોક માર્કેટમાં લિસ્ટ થઇ શકે છે. વોલમાર્ટ ઇન્કે શનિવારે અમેરિકાની રેગ્યુલેટરને કરેલી ફાઇલિંગમાં કહ્યું છે કે ચાર વર્ષની અંદર ફ્લિપકાર્ટનો આઇપીઓ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકન રીટેલર વોલમાર્ટે બુધવારે ફ્લિપકાર્ટને ખરીદવાની જાહેરાત કરી છે. આ સાથે એવું પહેલીવાર થયું છે કે જ્યારે ફ્લિપકાર્ટના સંભવિત લિસ્ટિંગની ટાઇમલાઇન રજૂ કરવામાં આવી છે.

    રોકાણથી ઘટશે નહિ આઇપીઓનું વેલ્યુએશન


    દુનિયાની સૌથી મોટી રીટેલર વોલમાર્ટે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને કરેલી ફાઇલિંગમાં કહ્યું કે વોલમાર્ટ-ફ્લિટકાર્ટ ડીલ પૂરી થયા પછી `ચાર વર્ષની અંદર ફ્લિપકાર્ટનો આઇપીઓ' લાવવાની જરૂર પડી શકે છે. ફાઇલિંગમાં કહેવમાં આવ્યું છે કે વોલમાર્ટ દ્વારા ભારતીય ઇ-કોમર્સ કંપનીમાં કરેલા રોકાણની તુલનામાં ઓછા વેલ્યુએશન પર આઇપીઓ નહિ લાવવો જોઇએ.

    વોલમાર્ટે 77 ટકા હિસ્સો ખરીદ્યાની કરી છે જાહેરાત


    વોલમાર્ટે આ સપ્તાહની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તે ફ્લિપકાર્ટના 77 ટકા હિસ્સા માટે 16 અબજ ડોલર ચૂકવશે. વોલમાર્ટને પોતાની અત્યાર સુધીની સૌથી મોટી ડીલથી ભારત જેવા મહત્ત્વના માર્કેટમાં એમેઝોનને ટક્કર આપવામાં મદદ મળશે. આ રોકાણની સાથે બેંગ્લુરુમાં હેડક્વાર્ટર ધરાવતી કંપનીનું વેલ્યુએશન લગભગ 21 અબજ ડોલર આંકવામાં આવ્યું છે.

    એન્ટી ટ્રસ્ટ રેગ્યુલેટરની મંજૂરીની રાહ


    આ ડીલ પછી કંપનીમાં બચેલા માઇનોરિટી સ્ટેકહોલ્ડર્સમાં કો-ફાઉન્ડર બિન્ની બંસલ, ચીનની ટેન્સેન્ટ હોલ્ડિંગ, યુએસ હેજ ફંડ ટાઇગર ગ્લોબલ મેનેજમેન્ટ અને માઇક્રોસોફ્ટ કોર્પ સામેલ છે. આ ડીલને હવે ભારતના એન્ટી ટ્રસ્ટ રેગ્યુલેટર તરફથી મંજૂરીની રાહ જોવા છે જે આ વર્ષમાં મળી જવાનું અનુમાન છે.

  • ચાર વર્ષમાં આવી શકે છે ફ્લિપકાર્ટનો IPO, વોલમાર્ટે દર્શાવી ટાઇમલાઇન | IPO of Flipkart may come within 4 years, walmart gives indication of timeline
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

Trending