TCSનું માર્કેટ કેપ 8 લાખ કરોડ, રિલાયન્સથી 15 હજાર કરોડ રૂપિયા વધુ

TCS પહેલાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઈઝેશન 23 ઓગસ્ટે 8 લાખ કરોડને પાર પહોંચ્યું હતું.

Divyabhaskar.com | Updated - Sep 04, 2018, 04:26 PM
25 મેનાં રોજ TCSનું માર્કેટ કેપિટ
25 મેનાં રોજ TCSનું માર્કેટ કેપિટ

મુંબઈઃ આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસેઝ આઠ લાખ કરોડ માર્કેટ કેપવાળી બીજી ભારતીય કંપની બની ગઈ છે. કંપનીનો શેર મંગળવારે 2%ની તેજી સાથે 2,094 રૂપિયાના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચી ગયો. શેરમાં તેજીથી માર્કેટમાં TCSનું વેલ્યુએશન વધીને પહેલી વખત 8 લાખ કરોડ ઉપર પહોંચી ગયું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આ આંકડો સ્પર્શનારી પહેલી કંપની છે. તેને 23 ઓગસ્ટે આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. જો કે રિલાયન્સનું હાલનું MCAP 8 લાખ કરોડ રૂપિયાથી નીચે છે.

TCSની વેલ્યુ અઢી મહિનામાં 7 લાખ કરોડથી 8 લાખ કરોડ રૂપિયા


- 25 મેનાં રોજ TCSનું માર્કેટ કેપિટલાઈઝેશન પહેલી વખત 7 લાખ કરોડ પહોંચ્યું. જો કે બજાર બંધ થતાં તે 6.87 લાખ કરોડ રૂપિયા રહી ગયું હતું. 20 દિવસ પછી 15 જૂને કંપની ફરી 7 લાખ કરોડે પહોંચ્યું. તે દિવસે 7.05 લાખ કરોડ વેલ્યુએશનની સાથે શેર બજરામાં કારોબાર પૂરો કર્યો હતો. અઢી માસમાં કંપનીનું વેલ્યુએશન 1 લાખ કરોડ રૂપિયાથી વધીને 8 લાખ કરોડની પાર પહોંચી ગયું છે. TCS 23 એપ્રિલે 100 અબજ ડોલર માર્કેટ કેપવાળી કંપની બની હતી. તે દિવસે ડોલરની તુલનાએ રૂપિયાના રેટના હિસાબે તેનું વેલ્યુએશન 6.60 લાખ કરોડ રૂપિયા થયું હતું.

ટોપ-5 માર્કેટ કેપવાળી કંપનીઓ

કંપની માર્કેટ કેપ
TCS 8.01 લાખ કરોડ
RIL 7.87 લાખ કરોડ
HDFC બેંક 5.63 લાખ કરોડ
ITC 3.77 લાખ કરોડ
હિન્દુસ્તાન લિવર 3.56 લાખ કરોડ

X
25 મેનાં રોજ TCSનું માર્કેટ કેપિટ25 મેનાં રોજ TCSનું માર્કેટ કેપિટ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App