Home » Business » Corporate » PNB fraud case India can seek extradition of Mehul Choksi without red corner notice

રેડ કોર્નર નોટિસ વગર પણ મેહુલ ચોકસીનું પ્રત્યર્પણ શક્યઃ CBIએ એન્ટીગુઆ સરકારને લખ્યો પત્ર

Divyabhaskar.com | Updated - Aug 27, 2018, 05:13 PM

ચોકસીએ ઈન્ટરપોલને રેડ કોર્નર નોટિસ જાહેર નહીં કરવાની અપીલ કરી હતી. તેને પોતાના પરના આરોપોને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યાં.

  • PNB fraud case India can seek extradition of Mehul Choksi without red corner notice
    મેહુલ ચોકસીએ 15 જાન્યુઆરીએ એન્ટીગુઆની નાગરિકતા લીધી (ફાઈલ)

    નવી દિલ્હીઃ PNB કૌભાંડની તપાસ કરી રહેલી CBIનું કહેવું છે કે રેડ કોર્નર નોટિસ વગર પણ એન્ટીગુઆથી મેહુલ ચોક્સીનું પ્રત્યર્પણ કરી શકાય છે. તપાસ એજન્સીએ વિદેશ મંત્રાલયને જણાવ્યું કે રેડ કોર્નર નોટિસ ભાગેડુ આરોપીઓના લોકેશનની ભાળ મેળવવાના હેતુસર જાહેર કરવામાં આવે છે. પરંતુ એન્ટીગુઆ સરકાર તે વાતની પુષ્ટી કરી ચુક્યું છે કે ચોકસી ત્યાંની નાગરિકતા લઈને રહી રહ્યો છે. એવામાં રેડ કોર્નર નોટિસનો કોઈ અર્થ રહેતો નથી.

    CBIએ મંત્રાલયને જણાવ્યું કે એન્ટીગુઆની સંબંધિત એજન્સીઓને પત્ર મોકલીને કહેવામાં આવ્યું છે કે મેહુલ ચોકસીને નજરકેદ કરવામાં આવે. એન્ટીગુઆએ તેના પ્રત્યર્પણની કાર્યવાહી શરૂ કરવી પડશે.

    ચોકસીની ઈન્ટરપોલને અપીલ


    - ચોકસીએ ઈન્ટરપોલને રેડ કોર્નર નોટિસ જાહેર નહીં કરવાની અપીલ કરી હતી. તેને પોતાના પર લગાડેલાં આરોપોને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યાં. તેને ભારતીય જેલોની હાલત પણ ખરાબ ગણાવી. ચોકસીનું કહેવું છે કે ભારતની જેલોમાં માનવાધિકારોનું ઉલ્લંઘન થાય છે. તેના વિરૂદ્ધના આરોપોને મીડિયા વધારીને રજૂ કરે છે. ભારતની કોર્ટ મીડિયા રિપોર્ટથી પ્રભાવિત થઈ શકે છે. તેથી તેને ન્યાય મળવાની પણ આશા નથી. ચોકસીની અરજી પર ઈન્ટરપોલે સીબીઆઈ સમક્ષ જવાબ માંગ્યો છે. CBIએ ચોકસીના આરોપોનો ઈન્કાર કરતાં પોતાનો જવાબ મોકલી દીધો છે.

    13 હજાર કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ


    - નીરવ મોદી અને મેહુલ ચોકસી પર પંજાબ નેશનલ બેંકની મુંબઈ સ્થિત બ્રેડી હાઉસ બ્રાંચના અધિકારીઓની સંડોવણીથી 13 હજાર કરોડથી વધુનું કૌભાંડ કરવાનો આરોપ છે. 2011થી 2018 વચ્ચે નકલી લેટર ઓફ અંડરટેકિંગ્સ (LOU)ની મદદથી રકમ વિદેશી ખાતોમાં ટ્રાંસફર કરવામાં આવી. આ કૌભાંડનો ખુલાસો ફેબ્રુઆરીના પહેલા અઠવાડીયામાં થયું. તે પહેલાં નીરવ મોદી, તેના મામા મેહુલ ચોકસી અને નીરવના પરિવારના અન્ય સભ્યો વિદેશ ભાગી ગયા. ચોકસીએ 15 જાન્યુઆરીએ એન્ટીગુઆની નાગરિકતા લીધી. નવેમ્બર 2017માં એન્ટીગુઆ સરકારે તેમનું આવેદન મંજૂર કર્યું હતું.

    એન્ટીગુઆની સાથે પ્રત્યર્પણના કરાર નથી


    - એન્ટીગુઆ અને બર્મુડાની સાથે ભારતના પ્રત્યર્પણ અંગેના કરાર નથી. પરંતુ વિદેશ મંત્રાલયે 3 ઓગસ્ટે નોટિફિકેશનમાં કહ્યું હતું કે કોમનવેલ્થ દેશ હોવાને કારણે બંને દેશો પર ભારતના પ્રત્યર્પણ કાયદા 1962ની જોગવાઈ લાગુ થશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ