સૌથી મોટી ખાનગી ઈક્વિટી કંપનીના કો-ફાઉન્ડર પીટરસનનું નિધન

2 કરોડથી કરેલી શરૂઆત 25 લાખ કરોડના ફંડને આંબી

Agency

Agency

Divyabhaskar.com | Updated - Mar 24, 2018, 02:20 AM
Peter Peterson, Blackstone Group co-founder, dies at 91

પેરિસ: દુનિયાની સૌથી મોટી ખાનગી ઈક્વિટી કંપની બ્લેકસ્ટોનના કો-ફાઉન્ડર પીટર પીટરસનનું 91 વર્ષની વયે નિધન થયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનના કાર્યકાળ દરમિયાન કોમર્સ સેક્રેટરી રહી ચૂક્યા હતા. તેમના માતા- પિતા ગ્રીસના મૂળવતની હતા. પીટરસને લિમેન બ્રધર્સમાં ચેરમેન અને સીઈઓ પદ પણ સંભાળ્યુ છે. 1985માં તેમણે એ. શ્વાર્જમેન સાથે મળી 2 કરોડની મૂડી સાથે બ્લેકસ્ટોનની શરૂઆત કરી હતી. 2007માં તેમની નિવૃતિ દરમિયાન કંપની 6 લાખ કરોડ ફંડનું મેનેજમેન્ટ કરતી હતી. જે વધીને આજે 25 લાખ કરોડ પર પહોંચી ગયુ છે. તેમના જીવનકાળ વિશે જણાવી રહ્યા છે તેમના પાર્ટનર અને બ્લેકસ્ટોનના સીઈઓ શ્વાર્જમેન..

તેમને એમઆઈટીમાંથી કાઢી મૂકવામાં આવેલા

પીટરસન અને મેં 35 વર્ષની વયે એકસાથે કામની શરૂઆત કરી હતી. તે ગ્રેટ પાર્ટનર હતા. 1985માં જ્યારે કંપનીની શરૂઆત કરી ત્યારે અમને જાણ ન હતી કે, કંપની આકાશની ટોચે પહોંચશે. પીટરસન પોતાના પિતાના સંઘર્ષને સારી રીતે જાણતા હતા. તે સમય ગ્રેટ ડિપ્રેશન (આર્થિક મંદી)નો હતો. 1944માં પીટરસને મેસાચુસેટ્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીમાંથી સાહિત્યિક ચોરીના આરોપસર કાઢી મૂકવામાં આ‌વ્યા હતા. જ્યારે તેમણે સ્પષ્ટતા આપી હતી કે, તે દસ્તાવેજ તેમના નથી. તેમણે ક્યારેય હાર સ્વીકારી ન હતી. એમઆઈટીની રેડિયેશન લેબમાં કામ કર્યુ, ત્યારબાદ એટોમિક બોમ્બના કંપોનેટ ટ્રેક કરવાના ગુપ્ત પ્રોજેક્ટમાં કામ કર્યુ હતું. શિકાગો યુનિવર્સીટીની બિઝનેસ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યુ. અહીં બનેલા સાથી રોબોટ શૂલ્જ અમેરિકન રાષ્ટ્રપતિ નિક્સનના કારોબારીઓમાંના એક હતા. 1971માં તે નિક્સનના આંતરરાષ્ટ્રીય બાબતોના આર્થિક સલાહકાર બન્યા હતા.

રેસ્ટોરાંમાં કામ કરતા હતા પીટરસન

1973-84 સુધી લિમેન બ્રધર્સમાં સેવા આપી હતી. 2008માં તેમને ફોર્બ્સની યાદીમાં 149મું સ્થાન આપવામાં આવ્યુ હતું. ત્યારે તેમની નેટવર્થ 18 હજાર કરોડ હતી. લિમેનમાં તેમનું કાર્યકાળ ચર્ચિત રહ્યુ હતું. 1973માં તેઓ કંપની સાથે જોડાયા હતા. તેમને ઈનવેસ્ટમેન્ટ બેન્કીંગના વાઈસ ચેરમેન બનાવવામાં આવ્યા હતા. બે માસની અંદર તેમને સીઈઓ અને ચેરમેનનું પદ સોંપવામાં આવ્યુ છે. તેમણે તત્કાલિન પ્રમુખ લુઈસ ગ્લક્સમેનના કાર્યકાળમાં થયેલા કરોડો ડોલરના નુકસાનની વસૂલાત કરવાનું શરૂ કર્યુ હતું. તેમણે રિસ્ટ્રક્ચરીંગ, છટણી, નોનકોર બિઝનેસને ખતમ કરવા અને મૂડી એકત્રિત કરવા જેવા પગલાં લીધા હતા. 1975માં બિઝનેસ વીકે તેમના પર કવર સ્ટોરી કરી હતી.

X
Peter Peterson, Blackstone Group co-founder, dies at 91
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App