Divya Bhaskar

Home » Business » Corporate » NCLAT says Tata sons not to force Cyrus Mistry to sell his shares in the company

ટ્રિબ્યૂનલે કહ્યું- સાયરસ મિસ્ત્રી પર શેર વેચવાનું દબાણ ન કરી શકે ટાટા સન્સ

Divyabhaskar.com | Updated - Aug 24, 2018, 03:25 PM

મિસ્ત્રી પરિવારનું શાપૂરજી પાલોનજી ગ્રુપ ટાટા સન્સમાં 18.4% ભાગીદારી સાથે સૌથી મોટા નોન પ્રમોટર શેરહોલ્ડર છે.

  • NCLAT says Tata sons not to force Cyrus Mistry to sell his shares in the company

    નવી દિલ્હીઃ નેશનલ કંપની લૉ એપલેટ ટ્રિબ્યૂનલે શુક્રવારે કહ્યું કે ટાટા સન્સ સાયરસ મિસ્ત્રી પર ત્યાં સુધી શેર વેચવાનું દબાણ ન કરી શકે, જ્યાં સુધી તેમની અપીલ પર ચુકાદો નથી આવતો. આ વિશે એનસીએલએટીએ ટાટા સન્સ પાસેથી 10 દિવસમાં જવાબ માગ્યો છે. આગામી સુનાવણી 24 સપ્ટેમ્બરે થશે.

    ટ્રિબ્યૂનલે ટાટા સન્સને પ્રાઇવેટ લિમિટેડમાં બદલવાના મામલામાં યથાસ્થિતિ રાખવાનો આદેશ આપવાનો ઇન્કાર કરી દીધો. મિસ્ત્રીએ તેની સામે અપીલ કરી હતી. સાયરસ મિસ્ત્રીના વકીલે દલીલ કરી કે આ મામલામાં ઉતાવળ કરવાની જરૂર નહોતી. જ્યાં સુધી ટાટા સન્સમાંથી હટાવવાની વિરુદ્ધ મિસ્ત્રીની પિટિશન પર એપેલેટ ટ્રિબ્યૂનલનો ચુકાદો આવે, ત્યાં સુધી યથાસ્થિતિ રાખવામાં આવે. બીજી તરફ, ટાટા સન્સના વકીલે કોર્ટમાં જણાવ્યું કે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ 6 ઓગસ્ટે જ ટાટા સન્સને પ્રાઇવેટ લિમિટેડ તરીકે નોંધણી કરી ચૂકી છે.

    મિસ્ત્રી પરિવારની પાસે 18.4% શેર


    સપ્ટેમ્બર 2017માં ટાટા સન્સને પ્રાઇવેટ લિમિટેડમાં બદલવા માટે શેરહોલ્ડર્સની મંજૂરી મળી હતી. એવું થવાના કારણે મિસ્ત્રી પરિવાર પોતાના શેર બહારના રોકાણકારોને નથી વેચી શકતા. જ્યારે, પબ્લિક લિમિટેડ કંપનીના શેરહોલ્ડર્સ કોઈને પણ પોતાની ભાગીદારી વેચી શકે છે.
    મિસ્ત્રી પરિવારનું શાપૂરજી પાલોનજી ગ્રુપ ટાટા સન્સમાં 18.4% ભાગીદારી સાથે સૌથી મોટા નોન પ્રમોટર શેરહોલ્ડર છે.

    ટાટા સન્સની શેર હોલ્ડિંગ

    ટાટા ટ્રસ્ટ 66%
    શાપૂરજી પાલોનજી ગ્રુપ 18.4%
    ટાટા ગ્રુપની લિસ્ટેડ કંપનીઓ 11.9%
    અન્ય 3.7%


    પદ પરથી હટાવવાની પદ્ધતિ સામે મિસ્ત્રીએ ઉઠાવ્યા હતા સવાલ


    સાયરસ મિસ્ત્રીએ નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ (એનસીએલટી)ના ચુકાદાને પણ એપેલેટ ટ્રિન્બૂનલમાં પડકાર્યો હતો. તેની પર બાદમાં સુનાવણી થશે. એનસીએલટીએ જુલાઈમાં ટાટા સન્સની વિરુદ્ધ સાયરસ મિસ્ત્રીની પિટિશન ફગાવી દીધી હતી. મિસ્ત્રીએ બે વર્ષ પહેલા તેમને ટાટા સન્સના ચેરમેન પદથી હટાવવાની પદ્ધતિ પર સવાલ ઉઠાવતા પિટિશન દાખલ કરી હતી. મિસ્ત્રી 24 ઓક્ટોબર 2016ના રોજ પદથી હટાવવામાં આવ્યા હતા.

    ટાટા મિસ્ત્રી વિવાદઃ 22 મહિના દરમિયાન શું શું થયું?

    24 ઓક્ટો.,2016 સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદેથી હટાવાયાં, રતન ટાટા વચગાળાના ચેરમેન બન્યાં
    25 ઓક્ટો., 2016 મિસ્ત્રીએ ટાટા સન્સ બોર્ડને પત્ર લખ્યો, ટાટા ટ્રસ્ટના પ્રબંધન પર ડખલનો આરોપ લગાવ્યો
    19 ડિસે., 2016 મિસ્ત્રીએ ટાટા ગ્રુપની તમામ કંપનીઓના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું
    20 ડિસે., 2016 સાયરસ મિસ્ત્રીએ NCLTમાં અરજી કરી, ટાટા સન્સ વિરૂદ્ધ ખોટા પ્રબંધનનો આરોપ લગાવ્યો
    12 જાન્યુ., 2017 એન ચંદ્રશેખરનને ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યાં
    6 ફેબ્રુ., 2017 મિસ્ત્રીને ટાટા સન્સ બોર્ડના ડાયરેકટર પદેથી હટાવ્યાં
    21 સપ્ટે., 2017 ટાટા સન્સને પ્રાઈવેટ કંપની બનાવવાના પ્રસ્તાવને બોર્ડની મંજૂરી
    9 જુલાઈ, 2018
    NCLTએ સાયરસ મિસ્ત્રીની અરજી ફગાવી
    24 ઓગસ્ટ, 2018 NCLTએ ટાટા સન્સને કહ્યું, મિસ્ત્રી પર શેર વેચવાનું દબાણ ન કરો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending