રિલાયન્સનું માર્કેટ કેપ 11 વર્ષમાં બીજી વખત 100 અબજ ડોલરને પાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) 11 વર્ષ બાદ ફરી 100 અબજ ડોલરની કંપની બની ગઈ છે. શેરમાં 5% તેજીના કારણે કંપનીનું માર્કેટ કેપ ગુરૂવારે 6.90 લાખ કરોડ રૂપિયાની પાર પહોંચી ગયું છે. 18 ઓક્ટોબર, 2007નાં રોજ રિલાયન્સ 100 અબજ ડોલરની માર્કેટ કેપ પ્રાપ્ત કરનારી કંપની બની હતી. હાલ સૌથી વધુ માર્કેટ કેપવાળી ભારતીય કંપની TCS છે. તેની માર્કેટ વેલ્યુએશન 7.55 લાખ કરોડ રૂપિયા છે. રિલાયન્સ હજુ TCSથી 65,000 કરોડ રૂપિયા પાછળ છે. 

 

શેર 52 સપ્તાહના હાઈ પર 


- RIL 5% ઉછળીને BSE પર 1,091 અને NSE પર 1,091.50 રૂપિયા સુધી વધ્યો હતો.

- આ વર્ષે આ શેર 20% રિટર્ન આપી ચુક્યું છે. 1લી જાન્યુઆરીએ શેરના ભાવ 911 રૂપિયા હતા. 
- રિલાયન્સનું વેલ્યુએશન 41 વર્ષમાં લગભગ 69,000 ગણું વધ્યું છે. 
- 1977માં જ્યારે RILનો IPO આવ્યો હતો ત્યારે માર્કેટ કેપ 10 કરોડ રૂપિયા હતું. હાલ કંપનીનું માર્કેટ કેપ 6.90 લાખ કરોડ રૂપિયા છે. 

 

વાંચોઃ શેરબજાર રેકોર્ડ સ્તરેઃ સેન્સેક્સ પહેલી વાર 36,548 પર બંધ, નિફ્ટી 5 માસ બાદ 11,000ની ઉપર

 

ત્રણ મહિનામાં બીજી ભારતીય કંપની 100 અબજ ડોલર કલબમાં


- TCSની માર્કેટ વેલ્યૂ પણ 23 એપ્રિલે 100 અબજ ડોલર (6.60 લાખ કરોડ) પહોંચી હતી.
- TCS આ એલીટ કલબમાં સામેલ થનારી બીજી ભારતીય કંપની અને દેશની પહેલી IT કંપની બની હતી. હવે રિલાયન્સ બીજી વખત 100 અબજ ડોલર કલબમાં સામેલ થયું છે. 

 

રિલાયન્સનો નફો જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં રેકોર્ડ સ્તરે


- નાણાંકીય વર્ષ 2017-18ના ચોથી ત્રિમાસિકમાં નફો 17.3 ટકા વધી 9,435 કરોડ રૂપિયા થયો હતો. 
- ત્રિમાસિક પરિણામની તુલનાએ આ નફો સૌથી વધુ હતો. 
- ગત વર્ષે કંપની આ સમયગાળા દરમિયાન (જાન્યુઆરી-માર્ચ 2017)માં નફો 8,046 કરોડ રૂપિયા હતો. 
- જાન્યુઆરી માર્ચ 2018માં આવક 39%થી વધીને 1,29,120 કરોડ રૂપિયા થઈ. 

 

વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો