Home » Business » Corporate » know this is the first Dalit billionaire Businessman with turnover of Rs.1200 crores

આ છે દેશના પ્રથમ દલિત અબજોપતિ બિઝનેસમેન, વિદેશમાં ફેલાયેલો છે 1200 કરોડનો કારોબાર

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 07:19 PM

તેઓ યુક્રેન સ્થિત કંપની SteelMontના ચીફ એક્ઝિક્યુટિવ છે અને રશિયા તથા જર્મની સહિતના દેશોમાં ટ્રેડિંગ કરે છે.

 • know this is the first Dalit billionaire Businessman with turnover of Rs.1200 crores
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  અબજોપતિ બિઝનેસમેન રાજેશ સરૈયા મેટલ કંપની ધરાવે છે.

  નવી દિલ્હીઃ એસસી-એસટી એક્ટમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદાની વિરુદ્ધમાં શરૂ થયેલું દલિતોનું આંદોલન ઉગ્ર બન્યું છે. મીડિયા રીપોર્ટ અનુસાર, બીજી એપ્રિલે દલિતોના ભારત બંધના એલાનમાં હિંસા થવાથી 10 લોકોના મોત થયા હતા અને જાહેર મિલકતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. દલિતોનો આક્રોશ છે કે તેમના પર થતા જુલમ અને શોષણ સામે એટ્રોસિટી એક્ટ એક રીતે રક્ષણ આપે છે જેને સુપ્રીમ કોર્ટે નબળું પાડી દીધું છે. તેની સામેના વિરોધમાં દલિતોએ દર્શાવેલો ઉગ્ર રોષ તેમની તાકાત દર્શાવે છે. રાજકારણના ક્ષેત્રે જોઇએ તો દલિત વર્ગ એક મોટી રાજકીય તાકાત તરીકે ઊભરી આવ્યો છે.

  દેશના પહેલા અબજોપતિ બિઝનેસમેન રાજેશ સરૈયા

  દલિતો જે કફોડી સ્થિતિમાં જીવે છે અને તેમને ભેદભાવથી માંડીને સામાજિક-આર્થિક જેવા અનેક અવરોધોનો સામનો કરવાનો આવે છે તેના કારણે બહુ ગણ્યા ગાંઠ્યા લોકો ટોચના સ્તરે પહોંચે છે અને સફળ વ્યક્તિ તરીકે નામના પામે છે. રાજકીય ક્ષેત્રે ઊંચા સ્થાનોએ પહોંચેલા દલિતોના કેટલાક દાખલા આપી શકાય છે પરંતુ બિઝનેસમાં એવા દાખલા સાવ નહિવત છે. એમાં એક નામ રાજેશ સરૈયાનું છે. રાજેશ સરૈયા દેશના પહેલા અબજોપતિ બિઝનેસમેન છે. તેઓ ઉત્તરપ્રદેશના એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ્યા છે અને આજે તેઓ એક સફળ કારોબારી છે. તેમનો વ્યાપાર ભારતની બહાર રશિયા અને જર્મની જેવા દેશોમાં ફેલાયેલો છે. તેઓ યુક્રેન સ્થિત કંપની SteelMontના ચીફ એક્ઝિક્યુટિવ છે. તેમની કંપનીનું ટર્નઓવર આશરે 1200 કરોડ રૂપિયા જેટલું છે.

  આગળ વાંચો...ગામના નામે રાખ્યું નામ અને થયા પ્રચલિત...

 • know this is the first Dalit billionaire Businessman with turnover of Rs.1200 crores
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  રાજેશ સરૈયાને તેમની સફળ ઉદ્યોગપતિ તરીકે અનેક સન્માન મળ્યા છે.

  ગામના નામે રાખ્યું નામ


  યુપીના સીતાપુર જિલ્લાના સરૈયા સેની ગામમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતા નાથારામને આશા હતી કે તેમનો દિકરો મોટો થઇને કઇંક મોટું કામ કરશે. દલિતો અને અન્ય પછાત જાતિઓમાં ખાસ કરીને ગામડામાં ટૂંકા અને તોછડા નામ રખાતા હોય છે. જેમકે નાથુ, કાલુ, ભીખો વગેરે. તેમના પિતાએ આવું નામ નહિ રાખતા તેમનું નામ રાજેશ રાખ્યું. તેમના પિતાના કહેવા પ્રમાણે, તેમનું નામ નાથારામ અને તેમના પિતાનું નામ કલ્લુરામ હતું. પરંતુ તેમણે પોતાના દિકરાનું સારું નામ વિચાર્યું. એટલું જ નહિ, પોતાના નામની સાથે ગામનું નામ જોડ્યું અને એ રીતે નામ પડ્યું રાજેશ સરૈયા. 

   

  આગળ વાંચો....યુરોપમાં કરે છે કારોબાર પરંતુ ભારત વસેલું છે દિલમાં

 • know this is the first Dalit billionaire Businessman with turnover of Rs.1200 crores
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ઉદ્યોગપતિ રાજેશ સરૈયા

  25 વર્ષથી છે યુરોપમાં પરંતુ ભારત પ્રત્યે અઢળક પ્રેમ

   

  રાજેશનો શરૂઆતનો અભ્યાસ દહેરાદૂનમાં થયો અને તે પછી તેમણે રશિયામાં એરોનોટિક્સ એન્જિનિયરીંગની ડિગ્રી મેળવી. તેના પછી SteelMont કંપનીનો પાયો નાખ્યો. તેમની કંપની મેટલમાં ટ્રેડિંગ કરે છે. તેમનો બેઝ યુક્રેનમાં છે જ્યારે આજકાલ તેઓ જર્મનીમાં રહે છે. તેમની કંપની બ્રિટનમાં ટ્રેડિંગ કરે છે. જોકે, રાજેશને ભારત પ્રત્યે ખૂબ લગાવ છે. તેઓ કહે છે કે તેઓ અને તેમના સંતાનો વરસોથી ભારત બહાર રહેતા હોવા છતાં ભવિષ્યમાં તેમને ભારતમાં જ વસવાની ઇચ્છા છે. તેઓ ભારતમાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ ખોલવા વિચારે છે. આ બધી વાતો તેમણે ગયા વર્ષે એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવી હતી.

   

  આગળ વાંચો... નથી થયો કોઇ ભેદભાવ

 • know this is the first Dalit billionaire Businessman with turnover of Rs.1200 crores
  ઉદ્યોગપતિ રાજેશ સરૈયા

  નથી થયો ભેદભાવનો અનુભવ


  રાજેશ સરૈયાના જણાવ્યા અનુસાર, આટલા વરસોથી તેઓ ભારત અને ભારતની બહાર કારોબાર કરતા રહ્યા છે, પરંતુ તેમની સાથે ક્યારેય પણ દલિત હોવાના કારણે કોઇ ભેદભાવ થયો નથી. રાજેશ કહે છે કે ભારત સરકાર સાથે અન્ય વિદેશી સરકારોનું વલણ પણ હંમેશા પોઝિટિવ રહ્યું છે. રાજેશને ભારત સરકાર તરફથી બે મોટા એવોર્ડ મળી ચૂક્યા છે. તેમાં 2014માં તેમને પદ્મશ્રી અને 2012માં પ્રવાસી ભારતીય એવોર્ડ મળ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

Trending

વીડિયો વધુ જુઓ