ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Corporate» 2.25 લાખ શેલ કંપનીઓ પર કાર્યવાહીની તૈયારીઃ રદ થઇ શકે છે રજિસ્ટ્રેશન | government plans to deregister more than 2.25 lakh suspected shell companies

  2.25 લાખ શેલ કંપનીઓ પર કાર્યવાહીની તૈયારીઃ રદ થઇ શકે છે રજિસ્ટ્રેશન

  moneybhaskar.com | Last Modified - Jun 08, 2018, 03:49 PM IST

  આ કંપનીઓએ નાણાકીય વર્ષ 2015-16 અને 2016-17માં તેમના વાર્ષિક રીટર્ન ભર્યા નથી.
  • 2.25 લાખ શેલ કંપનીઓ પર કાર્યવાહીની તૈયારીઃ રદ થઇ શકે છે રજિસ્ટ્રેશન
   2.25 લાખ શેલ કંપનીઓ પર કાર્યવાહીની તૈયારીઃ રદ થઇ શકે છે રજિસ્ટ્રેશન

   નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2018-19માં શેલ કંપનીઓ સામે પોતાના અભિયાનનો બીજો તબક્કો શરૂ કરશે. તેમાં 2.25 લાખ જેટલી શેલ કંપનીઓને શોધી કાઢવામાં આવી છે જેમનું રજિસ્ટ્રેશન રદ થઇ શકે છે. આ કંપનીઓએ નાણાકીય વર્ષ 2015-16 અને 2016-17માં તેમના વાર્ષિક રીટર્ન ભર્યા નથી. એવું મનાય છે કે આ પગલાથી શેલ કંપનીઓ મારફત કાળા નાણાંને સફેદ કરવાની પ્રવૃત્તિ પર અંકુશ લગાવી શકાશે.

   2 લાખથી વધારે કંપનીઓનું રજિસ્ટ્રેશન થયું છે કેન્સલ


   આ અગાઉ નાણાકીય વર્ષ 2017-18માં રજિસ્ટ્રાર્સ ઓફ કંપનીઝ (આરઓસી)એ શેલ કંપનીઓને શોધી કાઢીને 2,26,166 કંપનીઓનું રજિસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવ્યું છે. શેલ કંપનીઓ સામે આ પગલું કંપનીઝ એક્ટ, 2013 હેઠળ લેવામાં આવ્યું છે. આ કંપનીઓએ સતત બે કે તેનાથી વધારે નાણાકીય વર્ષનું નાણાકીય સ્ટેટમેન્ટ કે એન્યુઅલ રીટર્ન ફાઇલ નથી કર્યુ.

   કંપની અફેર્સ મિનિસ્ટ્રી લોંચ કરશે જાગૃતિ અભિયાન


   કંપની અફેર્સ મિનિસ્ટ્રી ટૂંક સમયમાં જાગૃતિ અભિયાન શરૂ કરશે. તેમાં લોકોને જણાવવામાં આવશે કે કઇ રીતે પોતાની નિષ્ક્રિય કંપનીનું રજિસ્ટ્રેશન પોતે જ રદ કરી શકે છે. તે ઉપરાંત બધી એજન્સીઓ વચ્ચે ડોક્યુમેન્ટ અને ઇન્ફોર્મેશન પરી પાડવા માટે તંત્ર બનાવવામાં આવ્યું છે. ડોક્યુમેન્ટ ઉપલબ્ધ બનાવવા માટે ઓપરેટિંગ પ્રોસિજરને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. તે માટે એપલેટ ઓથોરિટી ટાસ્ક ફોર્સ છે.

   નોટબંધી પછી શરૂ થયું હતું શેલ કંપનીઓ સામે અભિયાન


   કેન્દ્ર સરકારે નવેમ્બર 2016માં નોટબંધી પછી શેલ કંપનીઓને ઓળખી કાઢીને તેમની સામે એક્શન લેવાનું અભિયાન શરૂ કર્યું છે. સરકાર માને છે કે શેલ કંપનીઓ મારફત કાળા નાણાંને સફેદ કરવાનું કામ કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાળા નાણાં સામે અભિયાન હેઠળ શેલ કંપનીઓનું નેટવર્ક નાબૂદ કરવાની વાત કરી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Corporate Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 2.25 લાખ શેલ કંપનીઓ પર કાર્યવાહીની તૈયારીઃ રદ થઇ શકે છે રજિસ્ટ્રેશન | government plans to deregister more than 2.25 lakh suspected shell companies
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  Top
  `