Home » Business » Corporate » અનિલ અંબાણી જેવી ભૂલ કરી બેઠા આ બિઝનેસમેન, થઇ ગયું 48,000 કરોડનું દેવું | Due to this mistake Videocone owes debt of Rs.48,000 crore and near insolvency

અનિલ અંબાણી જેવી ભૂલ કરી બેઠા આ બિઝનેસમેન, થઇ ગયું 48,000 કરોડનું દેવું

Divyabhaskar.com | Updated - Jun 11, 2018, 07:07 PM

એક સમયે દેશની ટોપ ઇલેક્ટ્રોનિક બ્રાંડ ચલાવનારા વીડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધૂતની દેવાળયા થવાની હાલત આ કારણે થઇ.

 • અનિલ અંબાણી જેવી ભૂલ કરી બેઠા આ બિઝનેસમેન, થઇ ગયું 48,000 કરોડનું દેવું | Due to this mistake Videocone owes debt of Rs.48,000 crore and near insolvency
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  નવી દિલ્હીઃ વીડિયોકોન એક એવી બ્રાંડનું નામ છે કે જેનાથી ભારતના નાના-મોટા સૌ વાકેફ છે. 1990ના દાયકામાં ભારતના દરેક ઘરમાં રાજ કરતી કંપની હવે વેચાવાના આરે છે.

  સસ્તાં ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન અને એસી જેવી પ્રોડક્ટસથી નાના શહેરોમાં રહેતા ભારતના મોટા મિડલક્લાસની માનીતી કંપની હવે દેવાળિયા બનવાની સ્થિતિએ આવી ગઇ છે. તેના પર આઇસીઆઇસીઆઇ બેન્ક અને એસબીઆઇ સહિત અન્ય બેન્કોના આશરે રૂ.48,000 કરોડ ચુકવવાના બાકી છે. એક સમયે દેશની ટોપ ઇલેક્ટ્રોનિક બ્રાંડ ચલાવનારા વીડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધૂતની દેવાળયા થવાની ઘટના થોડાક અંશે અનિલ અંબાણી રિલાયન્સ ગ્રુપની પરિસ્થિતિ સાથે મળતી આવે છે. બંને કંપનીઓ બિઝનેસમાંથી નાણાં કમાવામાં નિષ્ફળ રહ્યા. અહીં જણાવી કે બંને કંપનીઓની નિષ્ફળતાની પેટર્ન અને કારણો શું હતા.

  વેચાઇ જવાની અણી પર છે આ 5 કંપનીઓ, માર્કેટમાં એક સમયે હતી તેમની ધાક

  એક જેવી છે આરકોમ અને વીડિયોકોનની સ્ટોરી


  વીડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધૂત અને અનિલ અંબાણી પાસે એક જમાનામાં દેશની ટોપ કંપનીઓ હતી. અંબાણીની આરકોમ દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની હતી. 2010 સુધી આરકોમનો બજાર હિસ્સો ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં 17 ટકા હતો. સમય વીતતો ગયો અને દેવું વધતું ગયું. પરિણામ એ આવ્યું કે કંપની વેચાવાની સ્થિતિએ આવી ગઇ.

  લગભગ એવી જ રીતે, વીડિયોકોન 2007માં દેવામુક્ત કંપની ગણાતી હતી. તે સતત નફો કરતી હતી. સપ્ટેમ્બર 2008 સુધી સતત ત્રણ નાણાકીય વર્ષ સુધી કંપનીનો સ્ટેન્ડએલોન પ્રોફિટ 800 કરોડ રૂપિયા રહ્યો હતો. તે પછી કંપનીનો ખરાબ સમય શરૂ થયો. 2010-11 સુધી કંપનીનું દેવું 12,500 કરોડ રૂપિયા થઇ ગયું. નાણાકીય વર્ષ 2017માં ગ્રુપની બધી કંપનીઓ પર સ્ટેન્ડએલોન દેવું વધીને રૂ.40,000 કરોડ થઇ ગયું. નાણાકીય વર્ષ 2018ના બીજા ક્વાર્ટરમાં કંપનીને રૂ.1300 કરોડની ખોટ થઇ.

  આગળ વાંચો....નિષ્ફળ જવાની એક જેવી પેટર્ન

 • અનિલ અંબાણી જેવી ભૂલ કરી બેઠા આ બિઝનેસમેન, થઇ ગયું 48,000 કરોડનું દેવું | Due to this mistake Videocone owes debt of Rs.48,000 crore and near insolvency
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  નિષ્ફળ જવાની એક જેવી પેટર્ન


  અનિલ અંબાણી અને વેણુગોપાલ ધૂત બંનેએ એક સરખી ભૂલ કરી. બંનેએ કોર બિઝનેસ છોડીને નવા બિઝનેસ પર હાથ અજમાવ્યો. અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપે એનર્જી, ઇન્ફ્રા જેવા સેક્ટર્સમાં મોટું રોકાણ કર્યું. જ્યારે વીડિયોકોને મોબાઇલ ફોન, ડીટીએચ બિઝનેસ, ટેલિકોમ્યુનિકેશન્સ અને પેટ્રોલિયમ સેક્ટરમાં વિસ્તરણ કર્યું. ધ્યાન આપવા જેવી વાત એ છે કે બંને કંપનીઓએ આ ડાઇવર્સિફેકેશન (બિઝનેસમાં વૈવિધ્યકરણ) માત્ર 2થી 3 વર્ષની અંદર કર્યું. તેના કારણે તેમને વધતા દેવા બોજ સાથે સ્ટેબલ થવાનો મોકો જ ન મળી શક્યો.

   

  100 રૂપિયાથી સસ્તાં 5 શેરોમાં મળશે નાણાં, 70% વળતર માટે કરો રોકાણ

   

  આગળ વાંચો....હાલ બંનેની હાલત લગભગ સરખી

 • અનિલ અંબાણી જેવી ભૂલ કરી બેઠા આ બિઝનેસમેન, થઇ ગયું 48,000 કરોડનું દેવું | Due to this mistake Videocone owes debt of Rs.48,000 crore and near insolvency

  બંનેની હાલત પણ એક સરખી


  નિષ્ફળ થયા પછી બંને કંપનઓની હાલત પણ એક સરખી જોવા મળી રહી છે. વીડિયોકોન ઇન્સોલ્વન્સી (દેવાળિયા)માં જઇ રહી છે. જ્યારે રીલાયન્સ કોમ્યુનિકેશન્સના કિસ્સામાં કોર્ટની બહાર થયેલી સમજૂતિથી આરકોમ હાલ પૂરતી દેવાળિયા થવાથી બચી છે, પરંતુ કંપની પોતાના ટાવર અને ટેલિકોમ્યુનિકેશન્સ બિઝનેસ મોટા ભાઇ મુકેશ અંબાણીની જિયોને વેચવા પડ્યા છે. ગ્રુપનું દેવું ઘટાડવા માટે અનિલ અંબાણીને ઇન્ફ્રા અને પાવરને લગતા પોતાના બિઝનેસ અદાણી ગ્રુપને વેચી દીધા છે.  

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ